કહેવામાં આવે છે કે, ‘ધરતીનો છેડો એટલે કે ઘર’. ઘરનો મુખ્ય દ્વારા બહુ જ મહત્વ રાખે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્યદ્વારને લઈને બહુજ સાવધાની રાખવી પડે છે. ઘરનો મુખ્ય દ્વાર પરિવારને ખુશીઓથી જોડાયેલી રાખે છે. સામાન્ય રીતે તો ઘરના મુખ્યદ્વારને પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. ઘરનો પ્રવેશદ્વાર પરિવારના લોકોનો સ્વાસ્થ્ય સાથે સંબંધ રાખે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરનો મુખ્યદ્વાર હોય તો ઘરના સભ્યોને હંમેશા સ્વસ્થ રહે છે. આ સિવાય ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બનાવી રાખે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,ઘરનો મુખ્ય દ્વાર સુખ સમૃદ્ધિ અને વિદ્વાનતાને બતાવે છે. તેથી ઘરના મુખ્ય દ્વારને હંમેશા સજાવટ રાખવાની પંરપરા છે. ઘરના મુખ્ય દ્વાર હંમેશા બરાબર રાખો નહિ તો ઘરમાં હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડશે.

તમને પણ કોઈ પણ સમસ્યા હોય તો નીચે મુજબના ઉપાય અપનાવો.
તમારે તમારા અને પરિવારના જીવનમાંથી સમસ્યાનો અંત લઇ આવો હોય તો દરરોજ સવારે ઉઠીને એક વાર ભગવાનને સાચા મનથી યાદ કરો. ભગવાનના સાચા મનથી યાદ કરવાથી તમારી બધી સમસ્યાનો અંત આવે છે અને તમારો દિવસ શુભ જાય છે.
સવારે ઉઠીને હંમેશા લોકોને મોબાઈલ જોવાની આદત હોય છે. પરંતુ સવારે ઉઠીને પહેલા બન્ને હથેળીના દર્શન કરવાથી શુભ માનવામાં આવે છે.

સવારે ઉઠીને જયારે તમે ઘરનો દરવાજો ખોલો છો ત્યારે પહેલા હંમેશા ગંગાજળનો છંટકાવ કરી ઘરના દરવાજો સાથિયો બનાવવો. ગંગાજળનો છંટકાવ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મક ઉર્જા આવે છે.

કહેવામાં આવે છે કે, ઘરનો મુખ્ય દરવાજો તમને ઘણા પ્રકારની દોષોથી બચાવી શકાય છે. ઘરની મુશ્કેલીથી બચવા માટે ઘરના મુખ્ય દરવાજાનું મુખ્ય યોગદાન છે.

ઘરના મુખ્ય દરવાજાપર આસોપાલવ અને આંબાના પાંદડાનું તોરણ જરૂર બાંધવું જોઈએ. તોરણ બાંધવાથી નકારાત્મક શક્તિ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે. આ ઉપાય દરરોજ કરવાથી કોઈ પણ મુશ્કેલી નહીં પડે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.