જ્યોતિષ શાસ્ત્ર

રોજ સવારે ઉઠીને સરળ કામ કરો, પછી જુઓ ચમત્કાર…લક્ષ્મીજીને જરૂર બનાવશે ધનવાન

દરેક વ્યક્તિ માટે તેમનું ઘર સૌથી વધુ મહત્વનું હોય છે અને એ ઘરનો દરેક ખૂણો તેમના માટે ખૂબ જ વિશેષ હોય છે. ત્યારે આપણે આપણા ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે ઘણું બધું કરતા હોઈએ છીએ. જણાવી દઈએ કે વાસ્તુના ઘણાં ઉપાયો દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એનું કારણ એટલું જ છે કે આપણા ઘરે જે મહેમાન આવે છે તે ઘરના મુખ્ય દરવાજા દ્વારા આવે છે. અને એટલે જ ઘરમાં સકારાત્મક અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ પણ મુખ્ય દરવાજા દ્વારા જ થાય છે.

Image Source

આપણા ઘરમાં ઘણીવાર નકારાત્મક ઉર્જાવાળા વ્યક્તિઓ આવે છે જેઓ કાળું જાદુ કરવામાં નિષ્ણાત હોય, પણ એવા લોકોની નકારાત્મક ઉર્જાથી ઘરને બચાવી રાખવું આપણા માટે મહત્વનું બની જાય છે. અને એટલે જ ઘરનો મુખ્યદ્વાર વાસ્તુમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.

સામાન્ય વાત છે કે ઘરમાં જે પણ કોઈ આવશે એ મુખ્ય દ્વારથી જ આવશે, એટલે જ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં શાંતિ અને સુખ હંમેશા બની રહે અને સફળતા તમને મળતી રહે તો એ માટે જરૂરી બની જાય છે કે પોતાના ઘરના મુખ્ય દરવાજાનું વાસ્તુ હંમેશા ઠીક રાખો. કારણ કે જો તમારા ઘરના મુખ્ય દરવાજાનું વાસ્તુ ઠીક નહિ હોય તો તમે ક્યારેય જીવનમાં સફળતા પ્રાપ્ત નહિ કરી શકો. સાથે જ તમારા ઘરનું વાતાવરણ પણ સુરક્ષિત નહિ રહે.

Image Source

આ જ કારણ છે કે શાસ્ત્રોમાં મુખ્ય દરવાજાને લઈને કેટલાક ઉપાયો જણાવ્યા છે અને આ ઉપાયો અજમાવ્યા પછી ચોક્કસથી જ તમારા જીવનમાં પ્રગતિ થશે. તો ચાલો આજે જાણીએ એ ઉપાયો વિશે કે જેનાથી ઘરના મુખ્ય દરવાજાનું વાસ્તુ ઠીક રહે છે.

શાસ્ત્રો અનુસાર સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા પોતાની બંને હથેળીઓને જોવી જોઈએ. સવારે ઉઠીને આ કામ કરવું શુભ માનવામાં આવ્યું છે. આ પછી વ્યક્તિએ સાચા મનથી ભગવાનનું નામ લેવું જોઈએ. કારણ કે આજના સમયમાં લોકો સવારે ઉઠીને ભગવાનનું નામ ઓછું લે છે અને મોબાઈલ વધુ જુએ છે.

Image Source

એટલે જો સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો લોકો સવારે ઉઠીને ભગવાનનું નામ લેવાનું ભૂલી ગયા છે, પણ હંમેશા આટલું કર્યા બાદ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. આપણે સૌ જાણીએ જ છીએ કે ગંગાજળમાં કેટલી શક્તિ છે. ગંગાજળના છંટકાવથી ઘરનો મુખ્ય દરવાજો પવિત્ર થઇ જશે જેનાથી કોઈ પણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ નહિ કરી શકે.

વાસ્તુ શાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હશે અને ઘરમાં હામેહસા સુખ-શાંતિ બની રહેશે. અને જયારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે ત્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કરોડપતિ બની જાય છે. એનો અર્થ એ છે કે એઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળનો છંટકાવ કરીને તમે પોતાનું નસીબ પણ બદલી શકો છો.

Image Source

જો તમે આ ઉપાય રોજ કરશો તો તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે અને આર્થિક લાભ પણ થશે, એટલે જ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે તો ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજલ છાંટવાનું ભૂલશો નહિ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.