આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

આ ધનતેરસ અને દિવાળી પર કરો આ 11 ઉપાય, માતા લક્ષ્મી થઇ જશે ખુશ, આ ઉપાય કરી દેશે માલામાલ

દિવાળી અને ધનતેરસના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેનાથી માતા લક્ષ્મી ધનની વૃદ્ધિ થવાના આશીર્વાદ આપે છે. દર દિવાળી પર તમે દેવી લક્ષ્મીની વિધિ-વિધાન સાથે પૂજા કરો છો છતાં પણ ધનમાં વૃદ્ધિ નથી થતી.

Image source

તો આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જે રાતો-રાત તમને માલામાલ બનાવી દેશે. આ ઉપાય કરવાથી ફક્ત તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા જ નહીં રહે સાથે ધનમાં પણ લગાતાર વૃદ્ધિ થશે.

આવો જાણીએ એ ઉપાય વિષે.

1.ઘરની અંદર ચાંદીના લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરવી
દિવાળીના દિવસે પૂજા સ્થાન પર ચાંદીના લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરો છો અને તેની દરરોજ પૂજા કરો છો તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે. આ ઘણા લાભ આપે છે અને આ મૂર્તિ ઘરને ખરાબ નજરથી બચાવે છે.

Image source

2.શ્રી યંત્રની સ્થાપના
યંત્ર શાસ્ત્ર અનુસાર, શ્રીયંત્રને બહુ જ શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ પાસેથી તમારું ઋણ પરત લેવા માંગતા હોય અથવા એક લોટરી દિવાળી બંમ્પર ખરીદી હોય અથવા તો પૈસાની કમી હોય તો દિવાળી અથવા તો ધનતેરસના દિવસે પૂજા સ્થળ પર યંત્ર સ્થાપિત્ત કરવાથી તમારા બધા કામ પુરા થઇ જશે.

3.ગણેશ અને લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિ

હંમેશા દિવાળીના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે પરંતુ પૂજા કર્યા બાદ પૂજા સ્થળ પર માતા લક્ષ્મી અને ગણેશજીની ચાંદીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે જેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે.

Image source

4.શંખ ઘરના સભ્યોને એકબીજાને પ્રેમ વધારવામાં મદદ કરે છે.

આ શંખ જોવામાં પણ બેહદ ખાસ અને બેહદ ખુબસુરત છે. દિવાળી પર આ ઘરમાં રાખવાથી ધન લાભ થાય છે પરંતુ સાથે જ ઘરના સભ્યો વચ્ચે સહયોગ થાય છે અને સમજણ આવે છે. એકબીજાની ભાવનાઓને સારી રીતે સમજી શકાય છે. ઘરની તિજોરીમાં રાખો પૂજા સ્થળ પર નહીં. આ સ્થાન તેના માટે શુભ માનવામાં આવે છે.

5.લઘુ નારિયેળથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન

જેવી રીતે નામથી જ ખબર પડે છે કે, નારિયેળ આકારમાં નાનું હોય છે. પરંતુ તેનો પ્રભાવ એટલો જ મોટો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લઘુ નારિયેળનો વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો દિવાળીના દિવસે તેની પૂજા કરવામાં આવે છે. તો આ લઘુ નારિયેળને લાલ રંગના કપડામાં બાંધીને એવી જગ્યા પર રાખો જ્યાં કોઈની નજર ના પડે. આ ઉપાય કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી તમારે લઘુ નારિયેળનો ઉપાય જરૂર કરવો જોઈએ.

Image source

6.પૂજા સ્થળ પર કમળકાકડી (પબડી)ને અવશ્ય રાખો.
તમને કમળકાકળી એટલે કમળનું ફૂલ યાદ આવે છે. આ કમળમાંથી નીકળનારા એક બીજ છે. જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે, માતા લક્ષ્મી કમળના ફૂલ પર બિરાજમાન હોય છે તેથી તેને શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ દિવાળી પર પૂજા સ્થળ પર રાખવું જોઈએ. આ બીજને બહુ જ શુભ માનવામાં આવે છે.

7.કુબેરની મૂર્તિ ઉત્તર દિશામાં રાખો

ભગવાન કુબેર વિશે દરેકને ખબર હોવી જોઈએ કારણ કે તે સંપત્તિના સ્વામી છે અને આખા વિશ્વની સંપત્તિની દેખરેખ રાખે છે. તેથી જ કુબેરજીને યક્ષ અને ગંધર્વનો સ્વામી કહેવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે તે પ્રતિષ્ઠા અને સમૃદ્ધિનો સ્વામી છે. હવે જો તમે કુબેરજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો દિવાળીના દિવસે કુબેરની મૂર્તિને ઉત્તર દિશામાં ચોક્કસ રાખો અને યાદ રાખો કે જ્યાં તેમની મૂર્તિ રાખવામાં આવે છે ત્યાં દરરોજ તેને સાફ કરવું જોઈએ. તો જ સમૃદ્ધિ વધશે.

Image source

8.ધનના સ્થાન પર માતા લક્ષ્મીની ચરણપાદુકાને સ્થાપિત કરો
આનો અર્થ એ છે કે તમે જ્યાં તમારી સંપત્તિ રાખો છો ત્યાં દિવાળીના દિવસે તમારે માતા લક્ષ્મીજીના ચાંદીના પગલાને ચોક્કસપણે સ્થાપિત કરવા જોઈએ અને તેમને એવી રીતે રાખવી જોઈએ કે તેની દિશા હંમેશા સંપત્તિ સ્થળ તરફ જાય છે. આનો અર્થ એ છે કે લક્ષ્મી હંમેશાં તમારી સંપત્તિ સ્થળે રહે છે અને તમારાથી ક્યારે નારાજ નહીં થાય.

9.કોડી
હવે કેટલાક લોકો માટે કોડી મહત્વપૂર્ણ નથી. તમને જણાવી દઇએ કે જે રીતે લક્ષ્મીજી સમુદ્રમાંથી બહાર આવ્યા છે, એટલે કે તેનો જન્મ થયો છે. આ કોડી પણ દરિયામાંથી બહાર આવે છે. તેથી. તેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દિવાળીના દિવસે કોડીને સંપત્તિની જગ્યાએ રાખવું શુભ માનવામાં આવે છે, કેમ કે તે તમારી સંપત્તિની સમૃદ્ધિમાં મદદરૂપ થઈ શકે છે. તેથી કોડીની કિંમતી સમજો. કહેવામાં આવે છે કે કોડીમાં પણ વધુ પૈસા આકર્ષવાની ક્ષમતા છે.

Image source

10.ઘરમાં નારિયેળ જરૂર રાખો

એકાક્ષી નારિયેળનો અર્થ થાય છે એક આંખવાળું નારિયેળ એટલે કે એક પ્રકારનું નારિયેળ જ હોય છે. તેની ખાસ વાત એ છે કે, તેના પર એક આંખનું નિશાન હોય છે. તેથી તેને આ નામથી ઓળખવામાં આવે છે. તમે આ દિવાળી અને ધનતેરસના દિવસે પૂજા સ્થળ અથવા ધન સ્થાન પર રાખી શકો છો. જેને શુભ માનવામાં આવે છે.

11.દક્ષિણવર્તી શંખથી કરો ભગવાન વિષ્ણુનો અભિષેક

દિવાળીના દિવસે લક્ષ્મી શંખને પૂજા સ્થળ અને ધન સ્થળ પર રાખવાથી દેવી પ્રસન્ન થાય છે. પરંતુ તમે આ શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો છો તો તમને ખુશી મળશે અને કોઈ વસ્તુની કમી નહીં આવે. આ માટે દક્ષિણમુખી શંખને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.