ખબર

નવરાત્રી દરમિયાન આ 7 કામ કરવાથી તમે થઇ જશો માલામાલ નોકરીમાં મળશે પ્રમોશન

નવરાત્રીનું પર્વ બધા કાર્ય માટે શુભ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કરેલી માતાજીની આરાધનાનું ફળ જલ્દી જ પ્રાપ્ત થાય છે, અને કાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો આ સૌથી ઉત્તમ ઉપાય છે. નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપની પૂજા-અર્ચના કરવાથી અલગ-અલગ વરદાન પાણી શકાય છે.

Image Source

આ દરમિયાન કરવામાં આવેલા કાર્યોમાં નિશ્ચિત સફળતા મળે છે. તેથી આ દરમિયાન કોઈ ખાસ ઉપાય કરવામાં આવે તો તેની જલ્દી જ અસર જોવા મળે છે. તો વ્યક્તિને વધુ લાભ થાય છે. આવો જાણીએ આ ખાસ ઉપાય વિષે.

Image Source

જે લોકો આર્થિક તંગીથી પરેશાન હોય અને તે લોકો છુટકારો મેળવવા માંગતા હોય તો નવરાત્રી દરમિયાન કમળના ફૂલ પરબિરાજમાન માતા લક્ષ્મીજીનો ફોટો ઘરમાં લાવો નવરાત્રી દરમિયાન તેની પૂજા કરો. તેનાથી ઘરમાં ઘન-ધાન્યની વુર્દ્ધિ થાય છે.

Image Source

જો ઘરના કોઈ સદસ્યો ઘણા સમયથી બીમારી રહેતા હોય તો નવરાત્રીમાં ઘરમાં માટી અથવા કાંસામાં દીવો પેટાવો. આ દીવામાં ગાયનું ઘી નો ઉપયોગ કરી રાતે સુતા સમયે માથા પાસે રાખીને પ્રગટાવો. ધ્યાન એ રાખવાનું કે, દીવામાં એટલું ઘી ઉમેરવાનું કે તે ઓછામાં ઓછું 1 કલાક સુધી ચાલે. આ ઉપાય કરવાથી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે.

Image Source

જે લોકો સારી નોકરી અને પ્રમોશન મેળવવા માંગતા હોય તો તે લોકોએ નવરાત્રીના નવ દિવસથી કોઈ એક દિવસે ૩ પાણીવાળા નારિયેળ ખરીદી ઘર લઇ આવો. નવરાત્રીના છેલ્લા ૨ દિવસ આઠમ અને નોમના દિવસ ઇમાતાજીના મંદિરમાં ચઢાવી દો. આ ઉપાય કરવાથી નોકરીમાં આવી રહેલી બધું રુકાવટો દૂર થાય છે.

Image Source

નવરાત્રીના દિવસોમાં સોના-ચાંદીના સિક્કા લઇ આવી માતાજીના ચરણોમાં રાખી પૂજા કરી માતાજીને પ્રાર્થના કરો. ત્યારબાદ નવરાત્રીના છેલ્લા દિવસે ગુલાબી કલરના રેશ્મા કાપડમાં બાંધીને તિજોરીમાં રૂપિયા રાખવાની જગ્યા પર રાખી દો. જલ્દી જ ધનમાં વૃદ્ધિ થશે. આ ઉપાય કરવાથી તમે જલ્દી જ માલામાલ બની શકો છો.

જો તમે કોઈ પ્રોપટી લેવા માંગતા હોય અને તમારું સપનું મકાન લેવાનું હોય તો તમે નવરાત્રી પર માટ્ટીનું બનેલું ઘર ખરીદીને લઇ આવો. આ ઘરને માતાજીના પૂજન સ્થાન પાસે રાખી દો. ત્યારબાદ નવ દિવસ સુધી માતાજીની આરાધના કર્યા બાદ ઘરમાં કંકુનો ચાંદલો કરો. આ ઉપાય કરવાથી જલ્દી જ તમારા મનની ઈચ્છા પુરી થઇ જશે.

Image Source

નવરાત્રીના સમયમાં કળાવા ખરીદવાને શુભ માનવામાં આવે છે. કારણકે શાસ્ત્રો અનુસાર, કલાવા એટલે મૌલીમાં ત્રણ દેવતાઓને વાસ હોય છે. તેથી કલાવાને ખરીદી આઠમના દિવસે કન્યાઓના હાથમાં બાંધવાથી દેવી મા પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી તમારા બગડેલા કામ પણ સુધરી જાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.