શનિદેવને નવગ્રહોમાં ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવને દંડના સ્વામી માનવામાં આવે છે, શનિદેવ તેમના ક્રોધ માટે જાણીતા છે અને જ્યોતિષ મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ શનિદેવ કોઈની કુંડળીમાં બેસે છે ત્યારે તે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
શનિદેવને ન્યાયાધીશનું બિરુદ આપવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં કોઈ ખોટું કામ કરે છે, તો તેને શનિદેવ દંડ આપે છે, જે લોકો ખરાબ કાર્યો કરે છે તેમને ખરાબ પરિણામ મળે છે, અને જેઓ સારું કાર્ય કરે છે, શનિદેવની કૃપા હંમેશા તેમના પર બની રહે છે, શનિદેવ સારા કાર્યોનું ફળ અવશ્ય આપે છે.

જો તમારા જીવનમાં કોઈ સમસ્યા ચાલી છે અથવા જો શનિદેવ દોષ છે તો તમે આ માટે શનિદેવને પ્રસન્ન કરી શકો છો. આજે અમે તમને આવા કેટલાક ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે કરવાથી શનિદોષથી છૂટકારો મળશે અને શનિદેવ તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરશે. આ ઉપાયો કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમારા પર કૃપા વરસાવશે અને તમારા જીવનમાંથી દુ:ખ, કલેશ, નિષ્ફળતા વગેરે દૂર કરશે.
તો ચાલો જાણીએ શનિદેવની કૃપા મેળવવા માટે કયા ઉપાય કરવા – શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે શનિદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ. આ સાથે જ કેટલાક ઉપાયો કરવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે.

– શનિદેવ બજરંગબલિની પૂજા કરવાથી શાંત થાય છે. એક જ દિવસે શનિદેવ અને બજરંગબલિ બંનેને પ્રસન્ન કરી શકાય છે. જો તમે શનિવારે બજરંગબલિની સાધના કરો છો, તો તેનાથી શનિ સાથે સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે, શનિવારે વ્રત અને શનિદેવની પૂજા કરો અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિદેવનો પ્રકોપ ટળી જાય છે.
– જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય, તો તે વ્યક્તિએ રોજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને હનુમાન મંદિરમાં જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, એ પછી પોતાની શક્તિ અનુસાર, મીઠો પ્રસાદ અર્પિત કરવો જોઈએ.

– જો તમે શનિવારે શનિ મહારાજની પૂજા કરી રહ્યા છો, તો તેમની પૂજા દરમિયાન ફક્ત વાદળી ફૂલો ચઢાવો, તમે શનિદેવ પર અપરાજિતાના પુષ્પો ચઢાવી શકો છો, ઉપરાંત તમે કાળાતલના તેલનો દીવો કાળી દિવેટ લગાવીને પ્રગટાવો.
– આ સિવાય શનિદેવની કૃપા મેળવવા માટે ધ્યાનમાં રાખવાની મહત્વની વાત એ છે કે જે વ્યક્તિ પોતાના માતાપિતાનું સન્માન કરે છે અને તેમની સેવા કરે છે તેમના પર હંમેશા શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહે છે, એટલે પોતાના માતાપિતાનું અપમાન ક્યારેય ન કરો અને તેમના આશીર્વાદ લો.

– જો કોઈ વ્યક્તિ ઉપર શનિનો ખરાબ પ્રભાવ હોય અથવા તેની કુંડળીમાં ઢૈયા અથવા સાડેસાતીની સ્થિતિ ચાલી રહી હોય તો તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે, આ સ્થિતિમાં તમે શનિવારે શમીના ઝાડનું મૂળ કાળા કપડામાં બાંધીને શનિવારના દિવસે પોતાના જમણા હાથમાં બાંધો અને સાથે જ શનિ મંત્રની ત્રણ માળા જાપ કરવાથી શનિનો ખરાબ પ્રભાવ દૂર થાય છે.
– જો તમારે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોય, તો તમારે આ માટે તમારા ઘરમાં શમીનું વૃક્ષ અવશ્ય લગાવવું અને આ વૃક્ષની નિયમિત પૂજા કરવી, આ ઉપાય કરવાથી પરિવારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અમે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે, આ ઉપાય કરવાથી શનિદેવનો આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહેશે, તેના કારણે પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે.

– જો તમે શનિવારે પાણીમાં ગોળ અથવા ખાંડ ઓગાળીને તેને પીપળના ઝાડ પર ચઢાવો અને દીવો પ્રગટાવો તો શનિદેવ તેનાથી પ્રસન્ન થાય છે.
– જો તમારે શનિદેવના ક્રોધને શાંત કરવો હોય, તો આ માટે, “सूर्य पुत्रो दीर्घ देहो विशालाक्ष: शिव प्रिय:। मंदाचाराह प्रसन्नात्मा पीड़ां दहतु में शनि:।।” મંત્રનો જાપ કરો, આ મંત્ર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, જો તમે આ મંત્રનો સાચી શ્રદ્ધા સાથે જાપ કરશો તો તમને તેનો લાભ ચોક્કસપણે મળશે.
– શનિવારે કાળા કુતરાઓને રોટલીમાં સરસવનું તેલ લગાવીને ખવડાવવી, આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવના ક્રોધથી બચવા માટે તમે રોજ પણ કાળા કૂતરાને રોટલી ખવડાવી શકો છો.

– શનિવારે કાગડાને કાળા ગુલાબ જાંબુ ખવડાવો અને શનિ ચાલીસાના પાઠ કરો.
– શનિ પ્રદોષના શુભ યોગમાં સરસવના તેલથી શનિદેવનો અભિષેક કરો. જો સરસવનું તેલ ન હોય તો તમે તલના તેલથી અભિષેક પણ કરી શકો છો. આ રીતે શનિદેવની કૃપા ભક્તો પર બની રહે છે.
– શનિવારે એક વાટકીમાં સરસવનું તેલ નાખો અને તેમાં તમારો ચહેરો જુઓ અને તે તેલ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. શનિવારે શનિદેવના મંદિરે શનિ ચાલીસા, શનિ મંત્ર અને શનિની આરતી ગાઓ.
– શનિદેવને કાળો રંગ પસંદ છે અને તે એવી જ વસ્તુઓ, એવા જ પ્રાણીઓ અને એવી જ જગ્યા પસંદ કરે છે. તેથી, શનિવારે શક્ય હોય તો કાળા પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવો, કાળી વસ્તુઓ અથવા લોખંડની વસ્તુઓનું દાન કરો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.