સામાન્ય રીતે તો બધા જ વારનું કોઈને કોઈ સ્થાન હોય છે. દિવસ મુજબ ભગવાનની પૂજા-અર્ચના કરવાથી સંકટો અને કષ્ટોની નિવારણ થાય છે. શનિવારના દિવસનું પણ ખાસ મહત્વ છે. શનિવારે શનિદેવની ખાસ કૃપા મેળવવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે.
કહેવામાં આવે છે કે, શનિદેવની પૂજા કરવામાં થોડી ચૂક થઇ જાય તો જિંદગીમાં તકલીફનો સામનો કરવો પડે છે. આજે અમે તમને જણાવીશું શનિદેવની પૂજા કરતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

પશ્ચિમ દિશામાં પૂજા
શનિદેવએ પશ્ચિમના દેવતા કહેવામાં આવે સહ. તેથી શનિદેવની પૂજા કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે પશ્ચિમ દિશામાં મોઢૂ રાખીને જ પૂજા કરવી જોઈએ. તેથી શનિદેવની વધારે કૃપા મળે છે.
મૂર્તિની આગળ ઉભા ના રહો.
જયારે પણ તમે શનિદેવની પૂજા કરો ત્યારે શનિદેવની મૂર્તિ સામે ઉભા ના રહો અને તેની આંખમાં ના જુઓ. કારણકે આવું કરવાથી તેની સીધી દ્રષ્ટિ તમારા ઉપર હોય છે. આ દરમિયાન તમે કોપનો શિકાર પણ બની શકો છો.

તાંબાના વાસણનો કયારે પણ ના કરો પ્રયોગ
શનિદેવની પૂજા કરતી વખતે ક્યારે પણ તાંબાના વાસણનો ઉપયોગ કરવો ના જોઈએ. કારણકે તાંબાના સંબંધથી સૂર્યદેવથી છે. સૂર્ય એ શનિ એક-બીજાના પરમ શત્રુ છે. તેથી શનિદેવની પૂજા કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાની કે તાંબાના વાસણનો ઉપયોગ ટાળી લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઈએ.

લાલ રંગની ચીજ
શનિદેવની પૂજા કરતી વખતે લાલ રંગની કોઈ પણ ચીજનો ક્યારે પણ ઉપયોગ ના કરવો જોઈએ. કારણકે લાલ રંગ મંગળનો છે. મંગળ અને શનિ ગ્રહ એકબીજાના શત્રુ છે. તેથી શક્ય હોય તો કાળા અથવા બ્લુ કલરનો ઉપયોગ કરો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.