જ્યોતિષ શાસ્ત્ર

ધનતેરસ પર ચુપચાપ આ મંત્રનો કરીલો જાપ, કુબેર દેવતા અને લક્ષ્મી માતા છલકાવી દેશે ભંડાર

કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 13 નવેમ્બર શુક્રવારના દિવસે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને કુબેરની સાથે ભગવાન ધન્વંતરિની પણ પૂજા કરવામાં આવે છે. જે સમુદ્રમંથન દરમિયાન અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી ધનસંબંધી સમસ્યાની નિરાકરણ થઇ જાય છે, તો સાથે જ ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે.

Image Source

આવો જાણીએ ધનતેરસના દિવસે આ ઉપાયો કરવાથી ધન સમસ્યા દૂર થાય છે. ધનતેરસના દિવસે સોના, ચાંદી, વાસણ અને ધાતુનો સામના ખરીદવાથી શુભ અને લાભદાયીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે વાસણ, સોના ચાંદીની વસ્તુ ખરીદવાથી વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ સારી રહે છે.

ધનતેરસના દિવસે પાંચ ગોમતી ચક્ર પર કેસર અને ચંદનથી ‘શ્રી હ્રીં શ્રી’લખી લક્ષમીજી પૂજામાં શામેલ કરી તેના સમક્ષ લક્ષ્મી મંત્રોને યથાશક્તિ અધિક સંખ્યામાં જાપ કરો. પૂજા કર્યા બાદ આ ગોમતી ચક્રને ધનની સાથે રાખવાથી ક્યારે પણ ધનની કમી રહેતી નથી.

Image Source

ધનતેરસના દિવસે 21 ચોખાને લાલ પોટલીમાં બાંધી તેની લક્ષ્મીજી અને કુબેરજી સાથે પૂજા કરીને આખું વર્ષ ધન સાથે રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. તેવી પારંપરિક માન્યતા છે.

ધનતેરસના દિવસે સાંજ થયા બાદ 13 દિવા કર્યા બાદ તેની બાજુમાં અને 13 કોડીઓ રાખો. દિવા બુઝાઈ ગયા બાદ અડધી રાતે આ કોડીને ઘરના કોઈ ખૂણામાં દાટી દો. આ કોડી રાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે, તમને કોઈ જોઈ ના જાય. આ ઉપાય કરવાથી તમને અચાનક જ ધનલાભ થશે.

Image Source

જો તમારી પાસે પૈસા ના ટકતા હોય અને હંમેશા ધનની કમી રહેતી હોય તો ધનતેરસથી દિવાળી સુધી દરરોજ લક્ષ્મીજીને 2 લવિંગ ચઢાવો. લવિંગ ચઢાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે, તે તૂટેલા ના હોવા જોઈએ. આ પ્રયોગ કરવાથી ધનની સમસ્યા દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે ધનતેરસના દિવસે ચામાચિડીયુ જે વૃક્ષની ડાળી પર બેસતું હોય તે ડાળીને ઘરમાં તોડી લાવો. આ ડાળીને ઘરના ડ્રોઈંગ રૂમમાં રાખવાથી સમાજમાં સમ્માન મળશે અને ધનની પ્રાપ્તિ થશે.

Image Source

માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે આ મંત્રનો જાપ કરવાથી ધનસંબંધી બધી જ પરેશાનીઓ દૂર થાય છે. આ મંત્રનો 108 વાર જાપ કરો. 108 વાર જાપ ના કરી શકો તો 13 વાર તો અચૂક કરો.

કુબેર ધન પ્રાપ્તિ માટે
ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥

કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર

ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥