ખબર

WHOની ચેતવણી: લોકોનો જીવ બચાવવા માટે વેક્સિનની રાહ ના જુઓ, અને લોકનો જીવ બચાવો

કોરોના વાયરસનું સંક્ર્મણ આખી દુનિયાની અંદર ફેલાઈ ગયું છે અને તેનાથી ઓકોને બચાવવા માટે દુનિયાભરની સરકારો મહેનત કરી રહી છે, સાથે દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ વેક્સીન શોધવામાં લાગી ગયા છે. વેક્સિનમાં પણ મોટા અંશે સફળતા મળતી દેખાઈ રહી છે,  પરંતુ હજુ સુધી એના નક્કર પરિણામ નથી મળ્યા ત્યારે આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે હવે વેક્સિનની રાહ ના જોઈને બેસી રહેવાની જરૂર નથી, લોકોનો જીવ બચાવવા માટે દર્દીઓને આઇસોલેટ કરી તેના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસીંગ કરવું આવશ્યક છે.

Image Source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસે 20મી જુલાઈના રોજ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે “આપણે સૌ પ્રથમ લોકોના જીવ બચાવવા પડશે, તેના માટે આપણે વેક્સિનની રાહ જોવાની જરૂર નથી.” ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડ યુનિવર્સીટી દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનના સકારાત્મક પરિણામો પણ આવી રહ્યા છે.

Image Source

લોકોના જીવ બચાવવા અંગે WHO દ્વારા કહેવામાં આવ્યું કે:” ભલે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પરંતુ હંમેશા આશા તો રહે જ છે. સમાજની ભાગીદારી અને વ્યાપક રણનીતિથી આપણે કોરોના વાયરસને પણ દબાવી લોકોનો જીવ બચાવી શકીએ છીએ અને કોરોના જેવી મહામારીને પણ રોકી શકીએ છીએ.

Image Source

WHO દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે કોરોનાની તપાસ કરવી, આઇસોલેટ કરવા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવા ખુબ જ જરૂરી છે. જો આમ નહીં થાય તો કમ્યુનિટી ટ્રાન્સમિશન પણ થઇ શકે છે. તેમને એમ પણ જણાવ્યું કે કોરોનાને કોઈ દેશ રોકી નહિ શકે જે જાણતા નથી કે વાયરસ ક્યાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.