સોમવારનો દિવસ ભોળાનાથને સમર્પિત છે, આ દિવસે ભોળાનાથને પ્રસન્ન કરીને તેનો આશીર્વાદ મેળવી શકાય છે. ભગવાન શિવની ફૂલ, આંકડા, ધતુરો, ચંદન, ફળ, ભાંગ દ્વારા પૂજા કરી શકાય છે. આ સિવાય માન્યતા છે કે પૂજામાં અમુક વસ્તુઓનો ઉપીયોગ કરવાથી ભગવાન ક્રોધિત થઇ શકે છે અને પૂજાનું ફળ પણ નથી મળતું.

ભગવાન શિવની પૂજામાં ન કરો આ વસ્તુઓનો ઉપીયોગ:

1. ભગવાન શંકરની પૂજામાં શંખનો પ્રયોગ ન કરવો જોઈએ. કથા અનુસાર શંકરજીએ શંખચૂડ રાક્ષસનો વધ કર્યો હતો માટે તેની પૂજામાં શંખનો પ્રયોગ નથી થતો.

2. ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપીયોગ પણ અમાન્ય ગણવામાં આવે છે. માનવામાં આવે છે જ્યારે માતા તુસલી વૃંદા રૂપમાં હતી ત્યારે શિવજીએ તેના પતિ જાલંધરનો વધ કર્યો હતો. આજ કારણ છે કે શિવ પૂજામાં બીલીપત્ર ચઢાવવામાં આવે છે ન કે તુલસી.

3. ભગવાન શિવની પૂજામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજાની સામગ્રીમાં વપરાતા ચોખા ખંડિત ન હોવા જોઈએ.

4. ભગવાન શિવને કેતકીના ફૂલો પણ અર્પણ કરવા જોઈએ નહિ. તેના સિવાય શિવજી પર જાસૂદના ફૂલો પણ ચઢાવવા જોઈએ નહિ.

5. ભગવાન શિવ પર કેસરી કે પીળા રંગનું ચંદન જ ચઢાવવું જોઈએ. ધ્યાન રાખો કે ભોળાનાથ પર લાલ રંગનું ચંદન ક્યારેય પણ ચઢાવવું જોઈએ નહીં.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.