જાણવા જેવું

જોજો, ભૂલથી ય ગૂગલ પર આ 10 વસ્તુ સર્ચ ન કરતા!!

આજના સમયમાં કોઈપણ વસ્તુની જાણકારી ગુગલ પર ઉપલબ્ધ છે. ગુગલ એક એવો સલાહકાર છે હંમેશા આપણી સાથે રહે છે. હાલના સમયમાં લોકો માટે કોઈપણ વસ્તુ વિશે જાણકારી મેળવવી કોઈ મોટી વાત નથી. માત્ર શોખ માટે જ નહિ પણ આપત્તિના સમયે પણ ગુગલ ખુબ મદદગાર રહે છે. જો કે ગુગલ પર સર્ચ કરતા પહેલા અમુક વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે નહિ તો આગળ જઈને તમને તે ભારે નુકસાનીમાં મુકી શકે છે. આજે અમે તમને એવી જ અમુક બાબતો જણાવીશું કે તેને ભૂલથી પણ ગુગલ પર સર્ચ કરવું જોઈએ નહીં.

Image Source

1. ઓનલાઇન એપ અને સૉફ્ટવેર:
મોટાભાગે લોકો ઘણી એપ્લિકેશન કે સૉફટવેર ગુગલ પર સર્ચ કરતા હોય છે અને તેને ડાઉનલોડ કરવાની કોશિશ કરતા હોય છે. આવું કરવાથી તમારે બચવું જોઈએ કેમ કે આવું કરવાથી કોઈ ખોટા કે ફ્રોડ સોફ્ટવેર ડાઉનલોડ થઇ શકે છે જે તમારા ઉપકરણોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

Image Source

2. ગર્ભપાત કેવી રીતે કરવો:
ગુગલ પર ગર્ભપાત કરવાનો ઉપાય ક્યારેય સર્ચ ન કરવો જોઈએ. જો કે લગ્ન પહેલા ગર્ભવતી થવું કે ગર્ભપાત કરાવવો કોઈ મોટું અપરાધ નથી પણ આવા કેસમાં ડોક્ટરની સલાહ પ્રમાણે ગર્ભપાત કરાવવો જોઈને ન કે ગુગલ પર સર્ચ કરીને. કેમ કે ગુગલ પર આ બાબત સર્ચ કરીને અને આડા અવળી દવાઓ ખાઈને ગર્ભપાત કરાવવાથી તમને સમસ્યા આવી શકે છે, આ સિવાય દવાની સાઈડ અસરથી તમને અન્ય બીમારીઓ પણ થઇ શકે છે.

Image Source

3. ગવર્મેન્ટ વેબસાઈટ:
ગવર્મેન્ટની વેબસાઈટ વિશેની સાચી અને પાકી જાણકારી હોય તો જ તેને સર્ચ કરવું જોઈએ. કેમ કે બેન્કિંગ વેબસાઈટ, ગવર્મેન્ટ વેબસાઈટ સર્ચ કરનારા લોકોને ઇન્ટરનેટ પર ઘણીવાર દગાખોરીનીઓ શિકાર બનાવવામાં આવે છે.

4. ચાઈલ્ડ PON:
PON જોવામાં કોઈ ખરાબી કે અપરાધ નથી પણ ચાઈલ્ડ PON જોવું ચોક્કસ અપરાધ છે. જણાવી દઈએ કે ચાઈલ્ડ pon બનાવનારા બાળકોની લે-વેચ કરતા હોય છે, અને બાળકો પર અપરાધ થતા હોય છે. એવામાં ચાઈલ્ડ pon બનાવવું કે જોવું બંન્ને ગેરકાનૂની છે. ચાઈલ્ડ pon સર્ચ કરવા પર પોલીસ તમને પકડી શકે છે અને તમને જેલ પણ થઇ શકે છે.

Image Source

5. કુપન કૉડ અને ડિસ્કાઉન્ટ:
જો તમને કોઈ ખરીદીના દરમિયાન કૂપન કોડ મળ્યો છે ત્યાં સુધી તો ઠીક છે પણ જો ઓનલાઇન કુપન કોડ અને ડિસ્કાઉન્ટ મળ્યું છે તો તેનું સર્ચીન્ગ ન કરો. એવું કરવાથી તમે ફ્રોડ વેબસાઈટ પર જઈ શકો છો અને તમારા બેન્ક ખાતા સાથે જોડાયેલી બધી જ જાણકારીઓ લીક થઇ શકે છે.

6. ગુગલ પર ક્યારેય ‘ગુગલ’ સર્ચ ન કરો:
જો કે આ જાણીને તને હસવું આવશે. મોટાભાગે લોકો ગુગલના ક્રોમ બ્રાઉઝરનો ઉપીયોગ કરે છે. લોકો ક્રોમ ઓપન કરે છે પછી તેના ઉપર બનેલી પેટ્ટી પર google.com લખે છે. પછી એક પેજ ખુલે છે અને તેમાં જઈને જે સર્ચ કરવાનું હોય તે ટાઈપ કરે છે, પણ ભાઈ! ક્રોમ પેજ ઉપર જે પેટ્ટી બનેલી હોય છે, તે પણ ગુગલનું જ સર્ચ બાર છે. ત્યાં લખો કે હોમપેજ પર લખો બંન્ને સરખું જ છે.

Image Source

7. દવા વિશેની જાણકારી:
જો તમે કોઈ દવા કે બીમારી વિશેંની જાણકારી મેળળવા માગતા હોવ તો સીધી જ ડોક્ટરી સલાહ કે સારવાર લો. કેમ કે ગુગલ પર તમારી એક સમસ્યાના ઘણા સમાધાન હોય છે જે તમને મૂંઝવણમાં મુકી શકે છે. ગુગલના આધાર પર દવાઓ લેવી ન જોઈએ જેની સાઈડ અસરથી તમને અન્ય બીમારીઓ પણ લાગુ પડી શકે છે.

8. ગુગલ પર ક્રાઇમ(અપરાધ)કરવાના ઉપાય:
ગુગલ પર ક્યારેય પણ અપરાધ કરવાના ઉપાયો ક્યારેય પણ સર્ચ ન કરો, પછી તમે ભલે એ મજાકના હેતુથી સર્ચ કરતા હોવ. આવું કરવું તમને ભારે પડી શકે છે. એવામાં તમારા દ્વારા સર્ચ કરેલા આવા ડેટા આઈપી એડ્રેસ સુરક્ષા એજન્સીઓને આપી દેવામાં આવે છે, અને તમે મોટી સમસ્યામાં મુકાઈ શકો છો. हाऊ टू मेक अ बॉम्ब’ એટલે કે બૉમ્બ કેવી રીતે બનાવવો જેવા શબ્દો પણ ગુગલ ડેટામાં શામિલ છે. આવી વસ્તુ સર્ચ કરનારા ઘણા લોકોની પોલીસ ધરપકડ પણ કરી ચુકી છે.

Image Source

9. કસ્ટમર કેર સંબંધી નંબર:
ગુગલ પર ક્યારેય પણ કસ્ટમર કેરના નંબર વિશે સર્ચ ન કરવું જોઈએ, કેમ કે તમે ખોટા નંબર દ્વારા દગાખોરીનો શિકાર થઇ શકો છો.

10. સ્ટૉક માર્કેટ અને આર્થિક સલાહ:
સ્ટૉક માર્કેટ કે આર્થિક સલાહ માટે ગુગલ પર સર્ચ ન કરો કેમ કે ત્યાંથી તમને ખોટી જાણકારી મળી શકે છે, જેનાથી તમને ઘણા નુકસાન થઇ શકે છે.