જ્યોતિષ શાસ્ત્ર

ઘરમાં અહીં ન લગાવો પરલોક ગયેલા લોકોની તસ્વીર, રહેશો પરેશાન

બધા લોકોના ઘરોમાં તેમના પૂર્વજોની તસ્વીર હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવવાથી તેમની કૃપા ઘર પર બની રહે છે, જેનાથી ઘરના સભ્યોને ઘણો લાભ મળે છે. પરંતુ સાથે જ જો પિતૃઓની તસ્વીર ખોટી જગ્યાએ લાગી હોય તો એ અશુભ માનવામાં આવે છે.

ઘણા લોકો પિતૃઓની તસ્વીર પૂજા ઘરમાં રાખીને પૂજા કરે છે, શાસ્ત્રો અનુસાર પૂર્વજો પણ દેવતાઓ જેટલા જ શક્તિશાળી હોય છે, પરંતુ તેમને દેવ-દેવીઓની જગ્યાએ ન મૂકવા જોઈએ. દેવતાઓ સાથે તેમની તસ્વીરો રાખવાથી દેવદોષ લાગે છે, દેવતાઓ ગુસ્સે થાય છે. આજે લોકોને એ વિષય પર મોટો ભ્રમ છે કે ઘરની કઈ દિશામાં અને ક્યાં પોતાના પિતૃઓની તસ્વીરો લગાવવી જોઈએ.

Image Source

વાસ્તુ વિજ્ઞાન મુજબ પિતૃઓની તસ્વીરો ઘરમાં રાખવી જ જોઇએ, પરંતુ કેટલાક વિશેષ નિયમોનું પણ પાલન કરવું જોઈએ, તો જ આપણને પિતૃઓ અને દેવતાઓની કૃપા મળે છે. તો ચાલો જાણીએ ક્યાં ન લગાવવી જોઈએ પિતૃઓની તસ્વીર –

1. ઘરના મંદિરમાં ક્યારેય પણ પિતૃઓની તસ્વીર ન લગાવવી જોઈએ. શાસ્ત્રોમાં આમ કરવું પ્રતિબંધિત છે. દેવી-દેવીઓ સાથે પિતૃઓની તસ્વીરો લગાવવાથી દેવદોષ લાગે છે. પિતૃઓ અને દેવતાઓનું સ્થાન અલગ રીતે સુયોજિત થયેલ છે. પિતૃઓ પણ દેવતાઓની જેમ આદરણીય અને સક્ષમ હોય છે. બંનેને સાથે રાખવાથી આશીર્વાદનું શુભ ફળ મળતું નથી.

Image Source

2. પૂર્વજોની તસ્વીરો બ્રહ્મ એટલે કે મધ્ય સ્થાને ક્યારેય ન મુકવી જોઈએ કારણ કે તેનાથી માનમાં ઘટાડો થાય છે. પશ્ચિમ અથવા દક્ષિણ તરફ લગાવવાથી સંપત્તિનું નુકશાન થાય છે. ઉત્તર, ઈશાન અને પૂર્વમાં લગાવવી જોઈએ.

3. પૂર્વજોની તસ્વીરો ઘરમાં દરેક જગ્યાએ ન મુકવી જોઈએ. તે શુભ માનવામાં આવતું નથી. આ તણાવનું કારણ બને છે.

Image Source

4. ઘરના પિતૃઓની તસ્વીર જીવંત લોકોની તસ્વીરો સાથે ક્યારેય લગાવવી જોઈએ નહીં. આવું કરવાનું શુભ માનવામાં આવતું નથી, જે જીવિત વ્યક્તિની તસ્વીર પિતૃઓની તસ્વીર સાથે લાગેલી હોય છે એ વ્યક્તિ પર આનો નકારાત્મક પ્રભાવ પડે છે. આનાથી તેમના આયુષ્યમાં કમી આવે છે અને સાથે જ જીવનજીવવાનો ઉત્સાહ પણ ઘટાડે છે.

5. વાસ્તુ અનુસાર, પિતૃઓની તસ્વીર ભૂલથી પણ તમે જ્યા ઊંઘતા હોવ, બેડરૂમમાં ન લગાવવી જોઈએ. સાથે જ રસોડામાં પણ ન લગાવવી જોઈએ. જે ઘરોમાં આ બાબતોનું ધ્યાન રાખવામાં નથી આવતું, એ ઘરોમાં પારિવારિક કલેશ વધી જાય છે અને સખી સમૃદ્ધિમાં કમી આવે છે.

Image Source

6. પિતૃઓની તસ્વીર ક્યારેય પણ લટકાવીને ન રાખવી જોઈએ. આ તસ્વીરોને મુકવા માટે સ્ટેન્ડ બનાવડાવી લેવી જોઈએ. ઘરમાં કોઈ પણ પૂર્વજની એકથી વધુ તસ્વીર ન રાખવી જોઈએ. એમને એવા સ્થાન પર કયારેય ન રાખો કે જેથી આવતા-જતા નજર પડે. આનાથી નકારાત્મકતા આવે છે.

અહીં લગાવો પિતૃઓની તસ્વીર –

1. ઘરના ઉત્તરના ઓરડામાં કે ઉત્તર દિશાની દીવાલ પર પિતૃઓની તસ્વીર લગાવવી શુભ માનવામાં આવે છે.

Image Source

2. જો ઘરમાં પૂજાપાઠ ઈશાન ખૂણામાં થાય છે તો પૂર્વજોની તસ્વીર પૂર્વ દિશામાં રાખવી જોઈએ, જો પૂજાપાઠ પૂર્વ દિશામાં હોય તો પૂર્વજોની તસ્વીર ઇશાનમાં લગાવવી જોઈએ.

3. ઘરના કોઈ એક જ સ્થાન પર પૂર્વજોની તસ્વીર લગાવો. એ એવું સ્થાન હોવું જોઈએ જે દિશાદોષથી મુક્ત હોય.

Image Source

4. ઘરના પૂર્વજોની તસ્વીર માત્ર તમારા જોવા માટે છે બીજાના જોવા માટે નથી. એટલે એને એ સ્થાન પર જ લગાવો કે જ્યા કોઈ મહેમાનની નજર ન પડે. તમે એને રોજ ન જુઓ તો જ સારું છે. એને રોજ જોવાથી તમારા ભવિષ્ય પર ખરાબ અસર પડે છે. માન્યતા છે કે દરેક વખતે પૂર્વજોને યાદ કરતા રહેવાથી મનમાં ઉદાસી અને નિરાશાની ભાવના વધે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.