જાણવા જેવું હેલ્થ

ભૂલથી પણ સવારે ઉઠીને ના કરો આ 7 કામ, નહીંતર આખો દિવસ બરબાદ થઇ જશે

કહેવામાં આવે છે કે સવારે વહેલા જે ઉઠે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકરક હોય છે. સવારે વહેલું ઉઠવું એ સારી આદત છે, પરંતુ ઘણા લોકોને સ્વરમાં વહેલા ઉઠવામાં આળસ આવતી હોય છે. તો ઘણા લોકોને સવારે ઉઠીને પાણી પીવાની આદત હોય છે ઘણા લોકોને સવારે જાગીને તરત જ વોકિંગ કરવાની આદત હોય છે.

આ બધી આદત તમારા સ્વાસ્થ્ય માટે સારી છે. પરંતુ ઘણી એવી આદત છે જેના કારણે સવારે વહેલા ઉઠવા છતાં તમારી પર તેની ખરાબ અસર પડે છે. એક સર્વમાં ખબર પડી હતી કે, આપણા દિવસની જેવી શરૂઆત થાય છે એવો જ આખો દિવસ જાય છે.

જો તમે દિવસની શરૂઆત તાજગીથી કરો છો તો તમારામાં આખો દિવસ સ્ફ્રુતિ રહેશે. માણસને ઘણી એવી આદત હોય છે જે વ્યક્તિના સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવે છે તો ઘણી એવી આદત પણ હોય છે જે બીમાર પણ કરી શકે છે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે, સવારે જાગીને શું ના કરવું જોઈએ.

આવો જાણીએ સવારે ઉઠીને શું ના કરવું જોઈએ.

દારૂ ના પીવો

Image Source

જેવી રીતે સ્વાસ્થ્ય માટે ધુમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવી જ રીતે દારૂનું સેવન પણ હાનિકારક છે. દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં પણ ઘણા લોકો દિવસની શરૂઆત દારૂ પીને કરતા હોય છે. દારૂનનું સેવન સવારે ઉઠીને કરવાથી ઘણી બીમારીની શક્યતા રહે છે સાથે-સાથે હાનિકારક છે. સવારે દારુનું સેવન કરવાથી લીવર ખરાબ થઇ જવું, ફેફસાની તકલીફ જેવી જીવલેણ બીમારી થવાની શક્યતા વધુ રહે છે.

ધૂમ્રપાન ના કરવું

Image Source

ધૂમ્રપાન કરવું આમ તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાં પણ ઘણા લોકો ધૂમ્રપાન કરતા હોય છે. ઘણા લોકો સવારે ઉઠતા વેત જ ધૂમ્રપાન કરતા હોય છે સ્વાસ્થ્ય માટે સારું નથી. કહેવામાં આવે છે કે, સવારે ઉઠીને ધૂમ્રપાન કરવાથી કેન્સર જેવી ખતરનાક બીમારી થવાની સંભાવના વધી જાય છે.

ઝઘડો કરવો

Image Source

દિવસની શરૂઆત હંમેશા પોઝિટિવ એનર્જીથી જ કરવી જોઈએ. કહેવામાં આવે છે કે, સવારે ઉઠીને લડાઈ ઝઘડો ના કરવો જોઈએ. જો દિવસની શરૂઆત કોઈ સાથે ઝઘડો કરીને કરવામાં આવે તો તમારો મૂળ ખરાબ રહે છે અને કોઈ પણ કામમાં મન નથી લાગતું.

મસાલેદાર ભોજન

Image Source

સવારે જાગીને કયારે પણ તીખું-તળેલું અને મસાલેદાર ભોજન ના ખાવું જોઈએ. સવારે જાગીને હલકો અને પોષ્ટીક આહાર જ લેવો જોઈએ. જો સવારે ઉઠીને હલકો અને પોષ્ટીક નાસ્તો કરશો તો આખો દિવસ સ્વસ્થ જશે.

કોફી ના પીવી

Image Source

ઘણા લોકોની સવાર ત્યારે જ પડે છે જયારે તે કોફી પીવે છે. પરંતુ વિશેષજ્ઞનું કહેવું છે કે, શરીરમાં કોર્ટિસોલ એટલે કે, હોર્મોનનું નામ, જે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટના મેટાબોલિઝ્માં સક્રિય ભૂમિકા નિભાવે છે. સવારે કોફી પીવાથી શરીરમાં તેનું લેવલ વધી જાય છે. જો તમે કામની શરૂઆત બાદ કોફીનું સેવન કરો તો તે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે.

ભડકાઉ વસ્તુ જોવી

Image Source

ઘણા લોકોનવા આદત હોય છે કે સવારે ઉઠીને ટીવી જોવાની. પરંતુ સવારે ઉઠીને ટીવીમાં કયારે પણ એવું ના જોવું જોઈએ કે તે ભડકાઉ હોય. સવારે ઉઠીને તમે ભડકાઉ કંઈ પણ જોયું હોય તો તેની અસર સીધા તમારા કામ અને મૂડ પર થાય છે.

આજુ-બાજુ પડ્યા રહેવું

Image Source

ઘણા લોકોને સવારે વહેલું ઉઠવું બિલકુલ પસંદ નથી. ઘણા લોકો સવારે વહેલા ઉઠીને પણ ફરી ક્યાંક ને ક્યાંક સુઈ જતા હોય છે. જણાવી દઈએ કે, આ આદત બિલકુલ સારી નથી. જો તમે પણ આ વસ્તુ કરતા હોય તો તમારો મૂડ ફ્રેશ રહેવાની બદલે સુસ્ત-સુસ્ત રહેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.