સારી ઊંઘ મેળવવી દરેકની ઈચ્છા હોય છે. સારા સ્વાસ્થ્ય માટે પણ પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. ઊંઘ પુરી ના થવાના કારણે આખો દિવસ ખરાબ રહે છે. શરીરમાં સ્ફૂર્તિ પણ નથી આવતી. ઘણીવાર આપણી ઊંઘ અચાનક જ ઉડી જાય છે અને પછી મોડા સુધી ઊંઘ નથી આવતી, તો ઘણીવાર ઊંઘવાના પ્રયત્ન કરવા છતાં પણ ઊંઘ નથી આવતી તેની પાછળનું કારણ છે કે રાત્રે તમે કોઈ એવી વસ્તુ ખાઈ લીધી છે જેના કારણે તમને ઊંઘ નથી આવતી. આજે અમે તમને એવી જ 4 વસ્તુઓ જણાવીશું જે ખાધા બાદ તમારી ઊંઘ જ ગાયબ થઇ જશે.

1. ચોકલેટ:
ઘણા લોકો જમ્યા બાદ ચોકલેટ ખાવાનું પસંદ કરે છે અને ચોકલેટ દરેકને ખાવી ગમતી પણ હોય છે. પરંતુ ચોકલેટની અંદર કૈફીન રહેલું છે અને ડાર્ક ચોકલેટમાં ટાયરોસાઇન નામનું એમિનો એસિડ હોય છે. ચોકલેટ જે કોકો પાઉડરમાંથી તૈયાર કરવામાં આવી હોય છે તે બ્લડ સર્ક્યુલેશન વધારવા અને હાર્ટબીટ વધારવાનું કામ કરે છે. જેના કારણે તમે પોતાને એક્ટિવ અનુભવો છો અને ઊંઘી નથી શકતા.

2. આઈસ્ક્રીમ:
જમ્યા બાદ બહાર આંટો મારવા નીકળીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણે આઈસ્ક્રીમ ખાતા હોઈએ છે. પરંતુ આઈસ્ક્રીમ ઊંઘ બગાડવા માટેનું સૌથી મોટું કારણ છે.

3. તીખો મસાલેદાર ખોરાક:
તીખું અને મસાલેદાર ખાવાનાથી જેટલા દૂર રહી શકો એટલા દૂર જ રહો. કારણ કે એ તમારા પાચનતંત્રને નુકશાન પહોચાવે છે. રાતના સમયે આવું ખાવું પેટમાં એસિટિટી, ગેસ, અપચો અને ખાટ્ટા ઓડકારનું કારણ બની શકે છે. જેનાથી તમારી ઊંઘ પણ ડિસ્ટર્બ થઇ શકે છે.

4. ચિકન:
જો રાતના સમયે તમે ચિકનનું સેવન કરશો તો તે ખાવાથી શરીરમાં એનર્જી લેવલ વધી જશે. જેના કારણે રાત્રે સરખી રીતે ઊંઘ નહિ આવે. જયારે કેટલાક લોકોને પેટમાં ભારેપણું અથવા સુતા સમયે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. માટે તેને રાત્રે નહિ પરંતુ બપોરે ખાવું યોગ્ય ગણાશે.