હેલ્થ

ભોજન પછી ભૂલથી પણ આ 5 ચીજોનું સેવન ના કરવું જોઈએ, ઝેર જેવું છે…અત્યારે જ જાણો

ઘણી વખત આપણે લોકો પાસેથી સાંભળ્યું હશે કે ખાધા પછી તરત સૂવું ન જોઈએ! આ સિવાય પણ એવી ઘણી બાબતો વિશે સાંભળ્યું હશે, જે ભોજન પછી તરતમાં લેવી હિતાવહ નથી. એવી કઈ ચીજો છે જે ભોજન કર્યા બાદ પેટમાં પધરાવવાથી શરીર માટે હાનિકારક સાબિત થાય એમ છે?

આવો, અહીં એ વિશે જ ચર્ચા કરવી છે. વાંચી લો નીચેની બાબતો અને સચેત બનો – ભોજન પછી તરતમાં ન લેવાની આ ચીજો વિશે:

(1) ચા —

Image Source

ચા વગર તો આપણો સૂરજ પણ ઉગતો નથી! શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ લાવવા, ઊંઘ ઉડાડવા માટે આપણે સવાર-બપોર-સાંજ ચાની ચૂસ્કીઓ લેતા જ રહીએ છીએ. પણ આ જ ચા રાત્રીના ભોજન બાદ લેવામાં આવે તો પાચનક્રિયામાં હસ્તક્ષેપ પાડે છે. તેમાં રહેલું રસાયણ શરીરમાં ખોરાકનું પાચન સરખી રીતે થવા દેતું નથી. માટે બહેતર છે, કે ભોજન બાદ (ખાસ કરીને રાત્રીના ભોજન પછી) ચાનું સેવન ટાળવું જોઈએ.

આખરે એ પણ યાદ રાખવું જોઈએ, કે ચાને ગમે તેટલા લાડ લડાવો પણ આખરે એ ‘વ્યસન’ છે, ‘ભોજન’ નહી!

(2) ધૂમ્રપાન —

Image Source

આમ તો ધૂમ્રપાન કરવું જ શરીર માટે નુકસાનકારક છે. ભોજન પહેલા કે પછી, એ કદાપિ ફાયદાકારક તો છે જ નહી. ખાધા પછી સિગારેટ પીવી એટલે હાથે કરીને પગ પર કુહાડો મારવો! સિગારેટના ધૂમાડા આંતરડાંને ભયંકર હાનિ પહોંચાડે છે અને પાચનક્રિયાને આખી બોખલાવી નાખે છે. ૧૦૦ રૂપિયાની થાળી એક સિગારેટને લીધે બરબાદ થઈ જાય છે! આને લીધે આંતરડાંનું અને ફેફસાંનું કેન્સર થવાની પૂરી શક્યતા રહે છે.

(3) ફળ —

Image Source

આમ તો ફળફળાદિનું સેવન સ્વાસ્થય અને તંદુરસ્તી માટે સદાય ઉચિત માનવામાં આવે છે. પણ અમુક સમયે તેના આરોગવા પર નિષેધ પણ દર્શાવવામાં આવ્યો છે. ભોજન કર્યા પછી ફળ ખાવાંથી બચવાનું કહેવામાં આવ્યું છે. જો તમે અપચો કે ગેસ જેવી કોઈ પાચનક્રિયા સબંધી માંદગીથી પીડાઓ છો તો ભોજન બાદ તરતમાં કરવામાં આવતું ફળનું સેવન પેટના બગાડ માટે કારણભૂત બને છે. આથી, આટલા સમય પૂરતું ફળનું સેવન ના કરવું.

(4) ભોજન પછી સૂવું —

Image Source

ભોજન પછી તરત આડા પડખે થવાથી ફાયદો થતો નથી. થોડી વાર રહીને આરામ કરવો બહેતર છે. સૂતા રહો તો પાચનક્રિયા સારી રીતે ચાલી શકતી નથી.

(5) ભોજન પછી નહાવું —

Image Source

જેમ ભોજન પછી સૂવું બહેતર નથી, એવી જ રીતે ભોજન કર્યા બાદ નહાવું પણ ઉચિત નથી. આમ કરવાથી શરીરની પાચન પ્રક્રિયા પર ખરાબ અસર પડે છે. એટલે બહેતર એ જ છે, કે બની શકે તો ખાધા પછી અમુક સમય માટે સ્નાન પણ ટાળવું જોઈએ.

[આશા છે, કે તમને આ આર્ટિકલ પસંદ પડ્યો હશે. આપના મિત્રો સાથે પણ આની લીંક શેર કરી સહકાર આપશો એવી અપેક્ષા, ધન્યવાદ!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks