હેલ્થ

શિયાળામાં ભૂલથી પણ ના ખાવી આ વસ્તુઓ નહિતર શરીરમાં થઇ શકે છે આ મોટા નુકશાન, વાંચવાનું ચુકતા નહિ

શિયાળામાં મોટાભાગે લોકો કેટલીક વસ્તુઓ ખાવાનો ખાસ આગ્રહ રાખતા હોય છે. એવું પણ માનવામાં આવે છે કે શિયાળામાં કેટલીક વસ્તુઓ  ખાવી ખુબ જ ગુણાકારી પણ હોય છે પરંતુ ઘણા લોકોને એ વાતની ખબર નથી હોતી કે શિયાળાની અંદર કેટલીક વસ્તુઓ નુકશાન પણ કરે છે. ઘણી વખત આપણે કેટલીક વસ્તુઓના ફાયદા ગેરફાયદા જાણ્યા વગર જ તેનો વપરાશ કરતા હોઈએ છીએ. પરંતુ કેટલીક વસ્તુઓ અમુક ઋતુ પ્રમાણે જ જો ખાવામાં આવે તો તે ફાયદાકારક છે અને ઘણી વસ્તુઓ કેટલીક ઋતુઓમાં નુકશાન પણ કરતી હોય છે.

Image Source

આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવવાના છોએ જે શિયાળામાં ખાવાથી શરીરમાં નુકશાન કરે છે.

Image Source
  1. દૂધ:
    દૂધને આપણે એક પૌષ્ટિક ખોરાક માનીએ છીએ. દૂધ પીવાના ઘણા ફાયદા પણ છે પરંતુ શિયાળામાં દૂધ પીવાથી શરીરમાં નુકશાન પણ થાય છે. કારણ કે દૂધની તાસીર ઠંડી હોય છે જેના કારણે શિયાળાની ઠંડીમાં તે શરીરમાં કફની સમસ્યા ઉભી કરે છે. જે લોકોને પહેલાથી કફની સમસ્યા હોય એ લોકોએ દૂધનું સેવન ના કરવું જ હિતાવહ છે.

    Image Source
  2. જંક ફૂડ:
    બજારમાં મળતા જંક ફૂડની અંદર તેલ અને મીઠું વધારે રહેલા હોય છે અને ન્યુટ્રીશ્યન ઓછા પ્રમાણમાં. તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને ઘડાડી નાખે છે અને શરદી-ખાંસી થવાનો ખતરો વધી જાય છે.

    Image Source
  3. અથાણું, સોસ અને વિનેગર:
    આ વસ્તુઓંમાં ખટાશ અને મીઠાનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તમને શરદી ખાંસી થવાની સમસ્યા રહી શકે છે માટે શિયાળામાં આ વસ્તુઓથી જેમ બને તેમ દૂર રહેવું.

    Image Source
  4. તળેલી વસ્તુઓ:
    તળેલી વસુઓ ખાવાના કારણે ખાંસી થવાનો ખતરો હંમેશા રહે જ છે પરંતુ શિયાળાની અંદર ખાસ તેલમાં તળેલી વસ્તુઓ ના ખાવી જોઈએ. કારણ કે વધારે તળેલી વસ્તુઓમાં એકરોલીન નામનો કમ્પાઉન્ડ ઉત્પન્ન થાય છે જે શરદી જુકામ અને એલર્જીનું કારણ પણ બને છે.

    Image Source
  5. આઈસ્ક્રીમ અને ઠંડા પીણાં:
    આઈસ્ક્રીમ બાળકોને ખાવો ખુબ ગમતો હોય છે પરંતુ શિયાળાની અંદર આ વસ્તુઓ શરીરમાં જઈને વધારે ઠંડક પેદા કરે છે જેના કારણે પણ શરદી ખાંસી અને કફ થવાની સમસ્યામાં વધારો છે.

    Image Source
  6. આલ્કોહોલ:
    શિયાળાની અંદર આપણે મોટાભાગે ઓછું પાણી પિતા હોઈએ છીએ જેના કારણે આપણું શરીર ડી હાઈડ્રેડ થવા લાગે છે. ઘણા લોકો શરીરમાં ગરમી લાવવા માટે આલ્કોહોલનું સેવન કરવાનું યોગ્ય સમજતા હોય છે પરંતુ આલ્કોહોલ શરીરને વધુ ડી હાઈડ્રેડ કરે છે. જે શરીર માટે નુકશાનકારક છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.