જ્યોતિષ શાસ્ત્ર

ક્યારેય પણ બેડ પર ન્યુઝપેપર રાખીને ન જમો, નહિ તો આવી શકે છે મોટી સમસ્યા

વાસ્તુશાસ્ત્રમાં ઘર ને લગતી અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમ અને બેડરૂમની અંદરની વસ્તુઓ કઈ દિશામાં રાખવી તેના વિશે પણ ખાસ જાણકારી આપેલી છે જેમ કે જો શયનખંડ કે અંદરની બાકીની વસ્તુઓની દિશા યોગ્ય ન હોય તો જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે.

Image Source

વાસ્તુના આધારે પલંગ કે બેડ દક્ષીણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. અને સૂતી વખતે તમારો ચેહરો દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશા તરફ હોવા જોઈએ. જ્યોતિષકારોના આધારે બેડનો વાસ્તુશાસ્ત્ર સાથે ઊંડો સંબંધ છે. આવો તો જાણીએ વાસ્તુના આધારે શયનખંડમાં રાખેલા પલંગને લગતી બાબતો વિશે.

Image Source

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સવારે ઉઠ્યાં પછી બેડને વ્યવસ્થિત ન કરવો ખરાબ આદત માનવામાં આવે છે અને એવું કરવાથી તમે અજાણતા જ અનેક સમસ્યાઓને આમંત્રિત કરી રહ્યા છો.આવું કરવાથી ઘરમાં પૈસાને લગતી સમસ્યાઓ આવે છે જેને લીધે તમે હતાશ અને તણાવમાં આવી શકો છો. માટે હંમેશા ઉઠ્યા પછી બેડને વ્યવસ્થિત કરવો જોઈએ.

આ સિવાય મોટાભાગે લોકોને બેડ પર આરામથી સુતા-સુતા ન્યુઝપેપર પાથરીને ખાવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આવી આદત બરબાદીનું કારણ માનવામાં આવે છે. આવી આદત તમારી બરબાદી નોતરે છે અને તમે આર્થિક રૂપે પણ કંગાળ બની શકો છો. જો તમને પણ આવી આદત હોય તો આજે જ છોડી દો.