હેલ્થ

આ પ્રકારના લોકોએ ક્યારેય લસણનું સેવન ન કરવું જોઈએ.. નહિ તો શરીરમાં થઇ શકે ગંભીર નુકશાન

એમ તો આયુર્વેદ અને એલોપથી બંનેમાં, સવારે ખાલી પેટે કાચું લસણ ખાવાનું ખૂબ ફાયદાકારક કહેવાયું છે. સાથે જ શાકભાજીમાં અને ચટણીમાં તેનો ઉપયોગ ફાયદાકારક છે. પરંતુ કેટલાક સંજોગોમાં, લસણનો ઉપયોગ ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે. લસણ ખાધા પછી તમારે દૂધ અથવા દૂધના ઉત્પાદનો ન ખાવા જોઈએ, નહીં તો તાવ, ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેમજ શેરડી અથવા શેરડીમાંથી બનેલી વસ્તુઓ, ખાંડ, ગોળ વગેરે ખાવાનું ટાળો, તે પેટ ફૂલવાની સમસ્યાનું કારણ બને છે.

Image Source

લસણ ખાતી વખતે વાસી શાકભાજી, રોટલી અથવા અન્ય કોઈ ખાદ્ય ચીજો ન ખાશો. જો તમારી તાજી જ કોઈ શસ્ત્રક્રિયા થઈ હોય અથવા તમે લસણથી એલર્જિક હોવ તો પણ લસણ ન ખાઓ. તે રક્તસ્રાવનું કારણ બની શકે છે. તમે લસણની દસ કળીઓ, એક ચમચી દેશી ઘી અને થોડું મધ મિક્સ કરીને રોજ ખાઈ શકો છો. ધ્યાન રાખો કે લસણ ખોરાક પચ્યા પછી જ ખાવું જોઈએ. લસણ આરોગ્ય માટે ફાયદાકારક છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓમાં તે હાનિકારક પણ હોઈ શકે છે. તેની તાસીર ગરમ છે અને ઉનાળામાં તેનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ.

Image Source

ચાલો જાણીએ એવી કઈ સ્થિતિઓ છે કે જયારે લસણ ખાવાથી બચવું જોઈએ નહિ તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી જાય છે –

જો લો બીપી હોય તો –
વધુ લસણ ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. લો બીપીના દર્દીએ લસણનું સેવન ઓછું કરવું જોઈએ. લો બ્લડ પ્રેશરમાં લસણ ખાવાથી સમસ્યા વધી શકે છે.

જો એનિમિયા હોય તો –
જે વ્યક્તિને એનિમિયા એટલે કે લોહીની કમી હોય તો તેણે લસણ ન ખાવું જોઈએ. લસણ ખાવાથી હીમોલિટીક એનિમિયા થઈ શકે છે. જેના કારણે લોહીની કમી એટલે કે હિમોગ્લોબિનની ઉણપ વધી શકે છે.

Image Source

જો લીવરની સમસ્યા હોય તો –
જો તમને પહેલાથી લીવરની સમસ્યા હોય તો લસણ ન ખાઓ. વધુ લસણ ખાવાથી સમસ્યા વધી શકે છે.

જો પેટમાં કોઈ સમસ્યા હોય તો –
જો તમને પેટમાં અલ્સર, ઝાડા અથવા કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો લસણ લેવાનું ટાળો. એનાથી સમસ્યા વધુ વધી શકે છે.

જો બર્થ કંટ્રોલ પિલ્સ લેતા હોય તો –
વધુ લસણ ખાવાથી બર્થ કંટ્રોલ પિલ્સની અસર ઓછી થઈ શકે છે.

Image Source

જો ગર્ભવતી હોવ તો-
લસણ ગરમ પડે છે. સગર્ભા સ્ત્રીઓએ લસણનું સેવન ઓછું કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું લસણ ખાવાથી કસુવાવડનું જોખમ થઈ શકે છે.

જો હોમિયોપેથિક દવા લેતા હોય તો –
કેટલાક લોકો દરરોજ હોમિયોપેથિક દવા લે છે, તેમના માટે લસણનું સેવન કરવું યોગ્ય નથી. એનાથી દવાની અસર ઓછી થઇ જાય છે.

જો ઓપરેશન કરાવવું હોય તો –
જો તમે ઓપરેશન કરાવવા જઇ રહ્યા છો, તો આહારમાં લસણ ખાવાનું પહેલાથી બંધ કરો. લસણ ખાવાથી લોહી પાતળું થાય છે. ઓપરેશન દરમિયાન વધુ રક્તસ્રાવ થઈ શકે છે.

Image Source

એલર્જી હોવા પર –
જેમને લસણની એલર્જી હોય એ લોકોએ લસણ ખાવાથી તેમની સમસ્યા વધી શકે છે.

જો લોહી પાતળું કરવાની દવા લેતા હોવ તો –
લસણ લોહીને પાતળું કરે છે. જો તમે પહેલા જ લોહી પાતળું કરવાની દવા લેતા હોવ તો સમસ્યા વધી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.