જ્યોતિષ શાસ્ત્ર

આ 5 વસ્તુનું દાન ક્યારેય ન કરો… સારા ભાગ્યનો વિનાશ થશે અને ખરાબ સમય ચાલુ થશે

શાસ્ત્રોમાં દાન કરવાને ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, સાથે જ અજાણતામાં કરેલા પાપ કર્મોનું ફળ પણ નષ્ટ થઈ જાય છે. દાન કરવાથી વ્યક્તિની ઘણા પ્રકારની સમસ્યાઓનો અંત થઈ જાય છે અને સાથે જ ભગવાનના આશીર્વાદ મળે છે.

Image Source

જરૂરતમંદોને દાન કરવાથી જીવનની સમસ્યાઓથી છુટકારો મળે છે. પણ ઘણીવાર વ્યક્તિ ભૂલથી એવી વસ્તુઓનું દાન કરી નાખે છે કે જેનાથી તેમને નુકશાન થાય છે. આપણા શાસ્ત્રોમાં કેટલીક એવી જ વસ્તુઓ હોય છે કે જેનું દાન કરવું મહાપાપ માનવામાં આવે છે. આ વસ્તુઓનું દાન કરવાથી સુખ-શાંતિ નષ્ટ થઈ જાય છે અને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

Image Source

સાવરણી – સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે એટલે ક્યારેય પણ સાવરણી દાનમાં એવી જોઈએ નહિ. એવું કરવાથી લક્ષ્મીજી રિસાઈ જાય છે અને ઘરમાં ધન ટકતું નથી. જેના કારણે ઘરમાં આર્થિક હાનિ થવા લાગે છે.

Image Source

સ્ટીલ અને પ્લાસ્ટિકના વાસણો – શાસ્ત્રો અનુસાર, પ્લાસ્ટિક અને સ્ટીલના વાસણો ક્યારેય પણ દાનમાં ન આપવા જોઈએ. સ્ટીલના વાસણો દાન કરવાથી ઘરની સુખ-શાંતિ નષ્ટ થઈ જાય છે અને પ્લાસ્ટિકના વાસણો દાન કરવાથી વેપારમાં નુકશાન થવા લાગે છે.

Image Source

વાસી ભોજન – કોઈ ભુખ્યાને ભોજન કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે. પણ વાસી ભોજન કયારેય પણ દાન ન કરવું જોઈએ, કારણ કે વાસી ભોજન દાન કરવું અશુભ માનવામાં આવે છે. એવું કરવાથી વિવાદ અને કોર્ટ-કચેરીમાં ધન ખર્ચ થાય છે.

Image Source

એઠું તેલ – એમ તો જે વ્યક્તિની કુંડળીમાં શનિનો દોષ હોય છે એમના માટે શનિદેવને તેલ અર્પણ કરવું સારું માનવામાં આવે છે. પણ જો એ તેલ ખરાબ કે એઠું તેલ હોય તો એ તેલના કરવામાં આવેલા દાનથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

Image Source

ધારદાર વસ્તુ – આ સિવાય ભૂલથી પણ કોઈને ધારદાર કે અણીદાર વસ્તુઓ દાન ન કરવી જોઆએ. એવી વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે અને પરિવારના સભ્યોમાં તણાવ વધી જાય છે અને ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.