જ્યોતિષ શાસ્ત્ર

ભૂલથી પણ કિન્નરને આ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ, નહિતર થઇ જશો કંગાળ

હિન્દૂ ધર્મમાં એવા કામો છે જે કરવાથી વ્યક્તિને પુણ્ય મળે છે, જેમાંથી એક કામ છે દાન. જી હા હિન્દૂ ધર્મમાં દાન કરવું એ પુણ્ય સમાન ગણવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યું છે કે કિન્નરને દાન કરવાથી ખૂબ જ લાભ થાય છે. તેમના આશીર્વાદ ખુબ જ શક્તિશાળી હોય છે. શું તમે જાણો છો કિન્નર સમુદાય ખાલી ઉત્સવોમાં જ કેમ જોવા મળે છે. કિન્નર પોતાને મંગલ મુખી મને છે તેથી કિન્નર કોઈ શુભ પ્રસંગે અથવા પાર્ટીઓમાં આશીર્વાદ આપવા માટે આવે છે.

Image Source

પુરાણો પ્રમાણે પ્રભુ શ્રીરામ 14 વનવાસ માટે અયોધ્યાથી નીકળ્યા ત્યારે અયોધ્યાની પ્રજા અને કિન્નર સમુદાય તેમની પાછળ ચાલી નીકળ્યા હતા. ભગવાન શ્રીરામે લોકોને ખુબ જ સમજાવીને અયોધ્યામાં રહેવા માટે મનાવ્યા હતા. પછી જ્યારે શ્રીરામ ભગવાન લંકા જીત્યા પછી પાછા આવ્યા ત્યારે તેમને જોયું કે બાકી લોકો તો જતા રહ્યા હતા પણ કિન્નર સમુદાય ત્યાં જ રોકાયો હતો. તેમની ભક્તિથી ખુશ થઈને ભગવાન રામે તેમને વરદાન આપ્યું કે તેમના આશીર્વાદ કાયમ પૂર્ણ થશે.

તેથી કિન્નરના આશીર્વાદથી ગમે તેવો ખરાબ સમય કેમ ન હોય તે પણ બદલાય જાય છે. એવું માનવામાં આવે છે કે કિન્નરનો જન્મ બ્રહ્માજીના પડછાયામાંથી થયો છે. તેથી કિન્નરનું અપમાન ભગવાનનું અપમાન થયું ગણાય. એવું માનવામાં આવે છે કે કિન્નર સમુદાયને દાન કરવાથી બધી તકલીફો દૂર થઇ જાય છે તેથી દિલ ખોલીને કિન્નરોને દાન કરવું જોઈએ પરંતુ કિન્નરોને દરેક વસ્તુનું દાન નથી આપી શકાતું. કિન્નરોને ભૂલથી પણ આ 5 વસ્તુનું દાન ન કરાય નહિતર પાપના ભાગીદાર બનવું પડે છે.

તો ચાલો જાણીએ કઈ 5 વસ્તુઓ છે.

જુના કપડાં:

Image Source

લોકો પોતાના જુના કપડાં ગરીબોને દાન કરે છે તેનાથી રાહુ-કેતુના દોષ દૂર થાય છે. પણ કપડાંનું દાન કરતી વખતે એકવાત ધ્યાન રાખવી કે ભૂલથી પણ કોઈ કિન્નરને જુના કપડાંનું દાન ન કરવું. આ અપશુકન માનવામાં આવે છે. કિન્નરને નવા જ કપડાંનું દાન કરવું જોઈએ.

એઠું:

એઠી વસ્તુ ઘરથી ગરીબી રૂપે રહેલી ગંદકીને બહાર કાઢે છે. તેથી તેને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એઠી વસ્તુનું દાન કોઈ મંદિરમાં કરી શકાય છે પરંતુ કિન્નરના તેનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં પૈસા નથી ટકતા.

તેલ:

Image Source

તેલનું દાન શનિ દેવને કરવામાં આવે છે. તમે ઈચ્છો તે ગરીબને પણ તેનું દાન કરી શકો છે પણ કિન્નરને તેલનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ એવું કરવાથી ઘરમાં ગરીબીનું આગમન થઇ શકે છે.

સ્ટીલના વાસણો:

કિન્નરને સ્ટીલના વાસણો પણ દાનમાં ન આપવા જોઈએ. એવું કરવાથી ઘરમાંથી સુખ શાંતિ જતી રહે છે. જો તમારે વાસણ જ આપવા હોય તો એલ્યુમિનિયમ, તાંબા અથવા પીતળના વાસણો આપી શકાય છે.

પ્લાસ્ટિક:

પ્લાસ્ટિક કિન્નરોને પ્લાસ્ટિકની વસ્તુઓનું પણ દાન ન કરવી જોઈએ. તેનાથી સફળતા અટકી જાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.