જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

જાણો કયા છે એ કામો જે કરવાથી લક્ષ્મીદેવી થાય છે દૂર, ન કરો આ કામો, લક્ષ્મીદેવીની કૃપા બની રહેશે સદૈવ

હાલના સમયમાં દરક વ્યક્તિ અમીર બનવા ઈચ્છે છે, પરંતુ એની કોઈ એવું કામ નથી મળતું, અને જો કામ મળી પણ જાય તો એના ખર્ચા એટલા વધારે હોય છે કે પૈસા ટકતા નથી. ત્યારે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે લક્ષ્મી દેવીની કૃપા તેમના પર બની રહે. જીવનનું દરેક સુખ તેમને મળે, એ માટે લોકો કઈં પણ કરવા તૈયાર હોય છે. એટલે જ લોકો લક્ષ્મી દેવીને ખુશ કરવા માટે પણ રોજ નવા-નવા ઉપાયો કરે છે. હિન્દૂ ધર્મગ્રંથોમાં પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો અને લક્ષ્મી દેવાના નારાજ થવાના ઘણા કારણો જણાવવામાં આવ્યા છે. ધર્મગ્રંથો અનુસાર, એવા અમુક કામો છે જે કરવાથી લક્ષ્મી દેવી રિસાઈ જાય છે. એટલે જ આ કામો કરવાથી બચવું જોઈએ. તો ચાલો જાણી આ ક્યા કામો છે, જ ન કરવા જોઈએ:

Image Source

શ્લોક:

“कुचैलिनं दन्तमलोपधारिणं ब्रह्वाशिनं निष्ठुरवाक्यभाषिणम्।
सूर्योदये ह्यस्तमयेपि शायिनं विमुञ्चति श्रीरपि चक्रपाणिम्।।”

આ શ્લોકનો અર્થ છે કે મેલા કપડાં પહેરનારા, દાંત ગંદા રાખનારા, વધુ ખાવાવાળા, કઠોર બોલવાવાળા, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઉંઘવાવાળા જો સ્વયં વિષ્ણુ ભગવાન પણ હોય તો પણ લક્ષ્મી દેવી તેમને ત્યાગી દે છે.

Image Source

વધુ ખાવાવાળા: જે લોકો પોતાની જરૂરત કરતા વધુ ખાય છે એ લોકો મોટેભાગે મેદસ્વી હોય છે. મેદસ્વી શરીર તેમને કોઈ પણ પ્રકારનું પરિશ્રમ કરવાથી રોકે છે. આવું શરીર ઘણી બીમારીઓનું ઘર બની જાય છે. આવા લોકો પરિશ્રમ કરતા વધુ નસીબ પર ભરોસો કરે છે. લક્ષ્મી દેવીને આવા લોકો પસંદ નથી કે જે પરિશ્રમ કરતા નસીબ પર ભરોસો કરે. મેદસ્વી શરીર પણ લોકોને આળસુ બનાવી દે છે. આ કારણે વધુ ખાનારા લોકોને લક્ષ્મીદેવી પોતાનાથી દૂર કરી દે છે. એટલે પોતાની જરૂરિયાત કરતા વધુ ક્યારેય ન ખાવું જોઈએ. આ સિવાય અન્નનું અપમાન કરનારા લોકો પાસે પણ લક્ષ્મી દેવી વધુ નથી રહેતી, જો કોઈ વ્યક્તિ અન્નનું અપમાન કરે છે કે બુરાઈ કરે છે, તો આવું કરવાથી લક્ષ્મી દેવી ગુસ્સે થાય છે અને આવા લોકો પાસે વધુ ટકતા નથી.

Image Source

મેલા કપડાં પહેરવા: ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મેલા કપડાં એટલે કે ગંદા કપડા પહેરવાવાળાને હંમેશા જ લક્ષ્મી દેવી ત્યાગી દે છે. કહેવાનો અર્થ છે કે જો તમે સાફ-સ્વચ્છ રહેશો તો લોકો તમારી સાથે મળવામાં સંકોચ નહિ કરે. અને એનાથી તમારી ઓળખ વધશે. જો તમે કોઈ વેપાર કરો છો તો ઓળખ વધવાથી તમને વેપારમાં પણ ઘણો ફાયદો થાય છે. અને જો તમે નોકરી કરો છો તો તમારી સ્વચ્છતા જોઈને તમારા માલિક પણ ખુશ રહેશે. આનાથી વિપરીત જો તમે ગંદા કપડાં પહેરશો તો લોકો તમારાથી દૂર રહેશે અને કોઈ તમારી સાથે વાત કરવું બિલકુલ પસંદ નહિ કરે. એવામાં તમારો વેપાર ઠપ્પ થઇ જશે અને જો તમે નોકરી કરતા હશો તો તમારા માલિક તમને આ અવસ્થામાં જોઈને નોકરીથી કાઢી પણ શકે છે. એટલે જ કહેવાયું છે કે ગંદા કપડા ક્યારેય પહરેવા જોઈએ નહિ.

Image Source

નિષ્ઠુર બોલવું: જે લોકો ક્યારેય પણ કોઈ પણ વાત કે કોઈ નાની-નાની વાતે બીજા પર ચિડાઈ જતા હોય, અપશબ્દો બોલતા હોય, એવા લોકોનો લક્ષ્મી દેવી ત્યાગ કરી દે છે. આ પ્રકારનો વ્યવહાર કોઈ ઓળખાણવાળા સાથે કે નોકર કે કોઈ બીજા લોકો સાથે કરનારા લોકોનો સ્વભાવ ખૂબ જ ક્રૂર હોય છે. જેમના મનમાં ક્યારેય પણ દયા ભાવના કે પ્રેમ ન હોય તેને લક્ષ્મી દેવી ત્યાગી દે છે. એટલે જે કોઈ પણ વ્યક્તિના મનમાં દયા કે પ્રેમની ભાવના હોય છે તેમના પર લક્ષ્મી દેવીની કૃપા બની રહે છે.

Image Source

દાંત ગંદા રાખનારા: જે લોકોના દાંત ગંદા હોય છે લક્ષ્મી એમને પણ છોડી દે છે. અહીં દાંત ગંદા રહેવો સીધો અર્થ સ્વભાવ અને સ્વાસ્થ્ય સાથે છે. જે લોકો પોતાના દાંત સારી રીતે સાફ નથી કરતા, એ કોઈ પણ કામ પુરી નિષ્ઠા અને ઈમાનદારીથી નથી કરી શકતા. એનાથી તેમના આળસુ સ્વભાવ વિશે ખબર પડે છે. પોતાના આ આળસુ સ્વભાવને કારણે લોકો પોતાની જવાબદારી સારી રીતે નથી નિભાવી શકતા. સ્વાસ્થ્ય અનુસાર પણ જોવા જઈએ તો જેમના દાંત ગંદા હોય છે તેમનું સ્વાસ્થ્ય પણ ઠીક નથી રહેતું. કારણ કે ગંદા દાંતોને કારણે તેમને પેટ સંબંધિત રોગો પણ થાય છે. એટલે જ લક્ષ્મી દેવી ગંદા દાંતવાળા લોકોનો ત્યાગ કરે છે.

Image Source

સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે ઊંઘવું: સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે ભગવાનનું સ્મરણ કરવા તથા શારીરિક કસરત માટે નક્કી કરવામાં આવ્યો છે. સૂર્યોદયના સમયે યોગ, પ્રાણાયામ અને અન્ય કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે. આ સમયે વાતારવનમાં શુદ્ધ ઓક્સિજન હોય છે. જે ફેફસાને સ્વસ્થ રાખે છે. આ સિવાય, સૂર્યોદયના સમયે મંત્રજાપ કરીને ભગવાનને યાદ કરવાથી પણ ઘણા ફાયદા થાય છે. એટલે સૂર્યોદય થતા પહેલા જ ઉઠી જવું જોઈએ. સૂર્યાસ્તના સમયે પણ હળવી કસરત કરી શકાય,આ સમય ભગવાનની પૂજા માટે નક્કી કરવામાં આવેલો છે. જે લોકો સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે ઊંઘે છે, એ લોકો ચોક્કસ આળસુ હોય છે. પોતાના આળસુ સ્વભાવને કારણે આ લોકો જીવનમાં કોઈ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. આ જ કારણ છે કે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે ઊંઘતા લોકોનો લક્ષ્મી દેવી ત્યાગ કરી દે છે.