બાળપણથી જ આપણને બધાને સાફ-સફાઈનું ધ્યાન રાખવાનું શીખવવામાં આવ્યું છે. નખ અને વાળને સમયાંતરે કાપતા રહેવા સારી આદતોમાની એક આદત છે. પણ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્રના આધારે જો તમે અઠવાડિયાના અમુક ખાસ દિવસોમાં વાળ-દાઢી કે નખ કાપશો તો તમારા પર હંમેશા સમૃદ્ધિનો આશીર્વાદ બનેલો રહેશે, આ સિવાય અન્ય દિવસોમાં વાળ-નખ કાપવા તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે. આવો તો તમને જણાવીએ ક્યાં દિવસોમાં વાળ-દાઢી કે નખ કાપવા જોઈએ.

પ્રાચીન શાસ્ત્રોના વેદોમાં અઠવાડિયાના દરેક દિવસોનું પોતાનું ખાસ મહત્વ જણાવામાં આવ્યું છે. આ સિવાય આપણા દૈનિક જીવન સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ અને પરંપરાઓ પણ જણાવવામાં આવી છે જેનું પાલન કરવું આપણને શુભ-અશુભ ફળ આપે છે. એવું જ કંઈક વાળ અને દાઢી કે નખ કાપવાને લઈને પણ આપણા ધર્મગ્રંથોમાં શુભ-અશુભ વિશેની બાબતો જણાવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રના આધારે વાળ, દાઢી કે નખ કાપવા માટે બુધવાર અને શુક્રવારને ઉચિત માનવામાં આવ્યા છે.

બુધવાર:
બુધવારનો દિવસ લક્ષ્મીજીનો માનવામાં આવે છે, એટલે કે બુધનો સીધો જ સંબંધ ધન અને સમૃદ્ધિ સાથે છે. આ દિવસે વાળ કે નખ કાપવાથી ઘરમાં સંપન્નતા આવે છે અને ઘરમાં બરકત આવે છે. માટે મોટાભાગે બુધવારે જ વાળ-નખ કાપવાની સલાહ આપવામાં આવે છે.
શુક્રવાર:
શુક્રગ્રહને ગ્લૈમર સાથે સંબંધિત માનવામાં આવે છે. આ દિવસે વાળ અને નખ કાપવા ખુબ જ શુભ માનવામાં આવે છે અને તેના ઘણા શુભ પરિણામ પણ મળે છે જેમ કે ધનલાભ અને યશની પ્રાપ્તિ હોવી વગેરે.

આવો તમને જણાવીએ કે બાકીના દિવસોમાં વાળ, દાઢી કે નાખ કાપવાથી જીવનમાં કેવા અશુભ પરિણામો આવે છે.
સોમવાર:
સોવમરનો દિવસ ચંદ્રમાનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે વાળ-નખ કાપવા અશુભ માનવામાં આવે છે. સોમવારે વાળ-નખ કાપવાથી માનસિક સ્વાસ્થ્ય અને સંતાન સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું માટે આ દિવસે વાળ-નખ કાપવાથી બચવું જોઈએ.

મંગળવાર:
મંગળવારનો દિવસ વાળ-નખ કાપવા માટે અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોના આધારે આવું કરવાથી આપણું આયુષ્ય 8 મહિના જેટલું ઓછું થઇ જાય છે. માટે જ મંગળવારના રોજ દરેક વાળંદની દુકાનો કે સલૂન બંધ રાખવામાં આવે છે.
ગુરુવાર:
ગુરુવારનો દિવસ લક્ષ્મી-નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુનો માનવામાં આવે છે. આ દિવસે વાળ કાપવાથી માન-સન્માન અને નિષ્ઠાને હાનિ પહોંચે અને સાથે જ ધન-સંપત્તિમાં પણ નુકસાન થાય છે.

આ સિવાય બીજું પણ તર્ક આપવામાં આવ્યું છે કે ગ્રહ-નક્ષત્રોની દશાઓ તથા બ્રહ્માડમાંથી આવનારા સૂક્ષ્મ કિરણો વ્યક્તિના મસ્તક પર અસર કરે છે. માનવામાં આવે છે કે આંગળીઓનો આગળનો ભાગ તથા મસ્તકનો વચ્ચેનો ભાગ ખુબ જ સંવેદનશીલ અને ખુબ જ કોમળ હોય છે. જેની સુરક્ષા નખ અને વાળ દ્વારા થાય છે. જેને લીધે ગુરુવારે વાળ-નખ કાપવા ન જોઈએ. આ સિવાય ગુરુવારે વાળ-નખ કાપવાથી સંતાન પર સંકટ આવી શકે છે.
શનિવાર:
શનિવારનો દિવસ શનિદેવનો માનવામાં આવે છે, એવામાં આ દિવસે વાળ-નખ કાપવા અશુભ માનવામાં આવે છે. શનિવારે વાળ-નખ કાપવાથી આયુષ્યમાં ઘટાડો થાય છે અને જલ્દી મૃત્યુ થઇ શકે છે.

રવિવાર:
રવિવારનો દિવસ સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે વાળ-નખ કાપવા નકારાત્મક્તાનો પ્રભાવ ઉદ્દભવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં જણાવામાં આવ્યું છે કે રવિવારના દિવસે વાળ કાપવાથી ધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.