જ્યોતિષ શાસ્ત્ર

જો તમે પણ બર્થડે કે મેરેજ એનિવર્સરી રાતે 12 વાગ્યે સેલિબ્રેટ કરતા હોય તો ભોગવવું પડશે આ નુકશાન

આજકાલ કોઈનો જન્મ દિવસ હોય કે મેરેજ એનિવર્સરી હોય લોકો રાતે 12 વાગ્યાની કાગડોળે રાહ જોતા હોય છે. 12 વાગ્યાની સાથે જ લોકો બર્થડે અને મેરેજ એનિવર્સરી વિશ કરવાનું ચાલુ કરી દે છે. રાતે 12 વાગ્યે કેક પણ કાપતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે રાતે 12 વાગ્યે કેક કાપવી અને કોઈને બર્થડે વિશ કરવું ભારતીય શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે, 12 વાગ્યે બર્થડે કે મેરેજ એનિવર્સરી વિશ કરવાથી ખરાબ અસર થાય છે. રાતના સમયમાં કોઈ પણ ચીજનો જશ્ન મનાવવો તે તમારી જિંદગીમાં ખુશીઓની જગ્યાએ પરેશાનીઓ લાવી શકે છે.

આવો જાણીએ રાતે 12 વાગ્યે કેમ વિશ ના કરવું જોઈએ.

Image Source

આ સમયે ખરાબ શક્તિ સક્રિય હોય છે.
શાસ્ત્રો મુજબ 12 વાગ્યેના સમયગાળામાં ધરતી પર ખરાબ શક્તિઓ સક્રિય થાય છે. આ સમયે આ શક્તિનું તેજ વધારે પ્રબળ થાય છે. આપણે જ્યાં રહેતા હોય છે ત્યાં એવી ઘણી શક્તિઓ હોય છે જે આપણને નજરે નથી આવતી. આ શક્તિ આપણા પર બહુ પ્રભાવ રાખે છે. જેના કારણે આપણા જીવનમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.

આ સમય હોય છે અશુભ
રાતે 12 વાગ્યે કેક કાપવાને લઈને બધા ઉત્સાહમાં હોય છે. ઘણા લોકો તેનો બર્થડે 12 વાગ્યે એટલે કે, નિશિથ કાળમાં બર્થડે મનાવી લે છે. નિશિથ કાળનો સમય રાતનો હોય છે જે રાતે સામાન્ય 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો હોય છે આ સમયને અર્ધ રાત્રી કાળ કહેવામાં આવે છે. આ એજ સમય હોય છે જે શુભ કાર્યો બિલકુલ પણ શુભ માનવામાં આવતો નથી.

Image Source

રાતે કેક કાપવા પર થાય છે આ નુકસાન
લોકો સામાન્ય રીતે 12 વાગ્યે બર્થડે પાર્ટી રાખતા હોય છે. રાતે 12 વાગ્યાના સમયને પ્રેતકાળ પણ કહેવામાં આવે છે. આ સામે લોકો કેક કાપીને ખાઈ જાય છે. રાતે કેક કાપીને ખાવાથી અદ્રશ્ય શક્તિ વ્યક્તિની આયુષ્ય અને ભાગ્યની કમી કરે છે સાર્થે જ દુર્ભાગ્ય પણ થાય છે. જણાવી દઈએ કે, રાતે 12 વાગ્યે કેક કાપીને ખાવવાથી નકારાત્મક શક્તિઓ માણસને ગંભીર રૂપથી બીમાર કરી દે છે.

આ ખાસ દિવસોમાં નિશિથ કાળ હોય છે શુભ
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, ઘણા તહેવારો જેવા કે દિવાળી, શિવરાત્રી, નવરાત્રી અને જન્માષ્ટમી પર નિશિથ કાળ મહાનિશીથ કાળ બનીને શુભ પ્રભાવ આપી દે છે, જયારે બાકીના સમય પર દુષિત પ્રભાવ પાડે છે. રાતના સમયે કેક કાપવાથી અને કોઈ ચીજને સેલિબ્રેટ કરવાથી દુષિત પ્રભાવની સૌથી વધુ ખરાબ અસર પડે છે.

સૌથી વધુ શુભ સમય હોય છે સૂર્યોદયનો સમય
કોઈ પણ માણસના દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે. સૂર્યોદયના સમયે ઋષિ મુનિઓ તપ કરતા હોય છે. આ સમયે વાતાવરણ સૌથી શુદ્ધ હોય છે. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે, સૂર્યોદય થયા બાદ જ કોઈ પણ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા આપવી જોઈએ.

કહેવામાં આવે છે કે, રાતના સમયે વાતાવરણમાં રજ અને તમ કણોનું પ્રમાણ સૌથી વધુ હોય છે, આ કારણે એ સમયે આપવામાં આવેલી શુભેચ્છા ફળદાયી બનવાને બદલ પ્રતિકૂળ બની જાય છે. આ સમયે આપવામાં આવેલી શુભેચ્છા ખરાબ અસર કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.