શુક્રવારનો દિવસ ખાસ કરીને લક્ષ્મી મા નો દિવસ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે લક્ષ્મી મા ની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે મા લક્ષ્મીની વિવિધ રૂપે પૂજા કરવાથી મા લક્ષ્મી તેના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ વાતતો આપણે બધા જાણીએ છીએ કે જેના પર માં લક્ષ્મીની કૃપા થાય છે તેના જીવનમાં આર્થિક સમસ્યાઓ ક્યારેય આવતી નથી.
શાસ્ત્રોમાં લક્ષ્મી મા ને ચંચળ કહેવામાં આવ્યા છે. જો તમે પણ મા લક્ષ્મીની કૃપાને તમારા ઘરમાં સ્થાયીરૂપે રાખવા માંગો છો તો તમારા માટે આ થોડા સરળ ઉપાયો છે જે તમારા માટે ફાયદામંદ સાબિત થઇ શકે છે.

શુક્રવાર એટલે કે માં લક્ષ્મીના વારને દિવસે કરો આ થોડા ઉપાયો.
શુક્રવારના દિવસે સફેદ રંગના કપડાં પહેરો અથવા તો સફેદ રંગનો રૂમાલ તમારી સાથે રાખો.

શુક્રવારના દિવસે ઘરની બહાર નીકળતા પહેલા દહીંનું સેવન જરૂરથી કરવું જોઈએ. શુક્રવારે સફેદ કલરનું ફૂલ લક્ષ્મી મા ની મૂર્તિ સામે જરૂર થી ચઢાવો. જો તમે કોઈ કામ કરવા જઈ રહ્યા હોઉં તો સફેદ ફૂલ સાથે લક્ષ્મી મા ને લાલ ફૂલ પણ અર્પિત કરજો.

શુક્રવારને દિવસે ખાસ કરીને લક્ષ્મી મા ની પૂજા વખતે ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम: મંત્રનું જાપ કરજો. શુક્રવારને દિવસે તમારા સામર્થ્ય મુજબ લક્ષ્મી મા ને ખીર, દાડમ, પાન, સફેદ કે પીળા રંગની મીઠાઈ, માખણ, પતાશા, હલવો વગેરેનો ભોગ જરૂરથી લગાવજો. ત્યાર બાદ એ પ્રસાદ ઘરના દરેક સદસ્યોને આપજો.