જ્યોતિષ શાસ્ત્ર

લક્ષ્મી મા ને પ્રસન્ન કરવા શુક્રવારને દિવસે કરો આમાંથી ગમે તે એક ઉપાય, જરૂર ફાયદો થશે

શુક્રવારનો દિવસ ખાસ કરીને લક્ષ્મી મા નો દિવસ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે લક્ષ્મી મા ની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે મા લક્ષ્મીની વિવિધ રૂપે પૂજા કરવાથી મા લક્ષ્મી તેના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે.

image source

આ વાતતો આપણે બધા જાણીએ છીએ કે જેના પર માં લક્ષ્મીની કૃપા થાય છે તેના જીવનમાં આર્થિક સમસ્યાઓ ક્યારેય આવતી નથી.

શાસ્ત્રોમાં લક્ષ્મી મા ને ચંચળ કહેવામાં આવ્યા છે. જો તમે પણ મા લક્ષ્મીની કૃપાને તમારા ઘરમાં સ્થાયીરૂપે રાખવા માંગો છો તો તમારા માટે આ થોડા સરળ ઉપાયો છે જે તમારા માટે ફાયદામંદ સાબિત થઇ શકે છે.

image source

શુક્રવાર એટલે કે માં લક્ષ્મીના વારને દિવસે કરો આ થોડા ઉપાયો.

શુક્રવારના દિવસે સફેદ રંગના કપડાં પહેરો અથવા તો સફેદ રંગનો રૂમાલ તમારી સાથે રાખો.

image source

શુક્રવારના દિવસે ઘરની બહાર નીકળતા પહેલા દહીંનું સેવન જરૂરથી કરવું જોઈએ.

શુક્રવારે સફેદ કલરનું ફૂલ લક્ષ્મી મા ની મૂર્તિ સામે જરૂર થી ચઢાવો.

જો તમે કોઈ કામ કરવા જઈ રહ્યા હોઉં તો સફેદ ફૂલ સાથે લક્ષ્મી મા ને લાલ ફૂલ પણ અર્પિત કરજો.

image source

શુક્રવારને દિવસે ખાસ કરીને લક્ષ્મી મા ની પૂજા વખતે ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:  મંત્રનું જાપ કરજો.

શુક્રવારને દિવસે તમારા સામર્થ્ય મુજબ લક્ષ્મી મા ને ખીર, દાડમ, પાન, સફેદ કે પીળા રંગની મીઠાઈ, માખણ, પતાશા, હલવો વગેરેનો ભોગ જરૂરથી લગાવજો. ત્યાર બાદ એ પ્રસાદ ઘરના દરેક સદસ્યોને આપજો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

 

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.