જ્યોતિષ શાસ્ત્ર

દિવાળીની રાતે લક્ષ્મી પૂજન પહેલા કરો આ કામ, લક્ષ્મી માતા પ્રસન્ન થઇ ખુબ ધન આપશે

દિવાળી આપણા હિન્દૂ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. કહેવાય છે કે કારતક મહીનાના કૃષ્ણપક્ષ અમાસના રોજ ભગવાન રામ 14 વર્ષોના વનવાસ બાદ રાવણનો વધ કરી સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા આવ્યા હતા. અને એ જ ખુશીમાં આજ સુધી આપણે દિવાળી મનાવી રહ્યા છીએ. આ વર્ષ 14 નવેમ્બરના દિવસે દિવાળીનો તહેવાર મનાવવામાં આવશે.

image source

કહેવાય છે કે દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવામાં અમે તમને દિવાળીના દિવસે કરવામાં આવતી લક્ષ્મી પૂજાન કરવાના થોડા ઉપાયો જણાવશું.જેને કર્યા બાદ તમે મહાલક્ષ્મીને તમારા ઘરમાં બોલાવી શકો છો.

image source

દિવાળીના દિવસે પીપળાનું એક પાંદડું ઘરમાં લાવી તેના પર ‘ओम महालक्ष्म्यै नमः’ લખી અને લક્ષ્મીપૂજનના સ્થાન પર રાખવું શુભ મનાય છે. પણ ધ્યાન રાખવું કે તે પીપળાનું પાન આખું જ હોવું જોઈએ.

કહેવાય છે કે વડના વૃક્ષના એક પાંદડામાં હળદરથી સ્વસ્તિક બનાવી અને તિજોરીમાં રાખવાથી તેમાં ધન વધી શકે છે.

image source

દિવાળીની રાત્રે કિન્નરોને મીઠાઈ અને પૈસા આપવાને બદલે તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો લઇ અને તે સિક્કાને તિજોરીમાં રાખી દેવો જોઈએ. એવું કરવાથી ગરીબી દૂર થાય છે.

દિવાળીની રાત્રે લક્ષ્મીપૂજન પહેલા એલચી અને લવિંગનું મિશ્રણ બનાવી લેવું જોઈએ.ત્યારબાદ એ મિશ્રણથી દરેક દેવી-દેવતાને તિલક કરવું જોઈએ. કહેવાય છે કે તેવું કરવાથી મા લક્ષ્મીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે.

image source

સાથે જ દિવાળીને રાત્રે ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું જોઈએ અને એ રાત્રે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. એવું કરવાથી ધનની વૃદ્ધિ થશે અને દરેક સમસ્યા દૂર થશે.

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષે શનિવારના દિવસે દિવાળી છે તો જેટલું બની શકે તેટલુ કાળા રંગની વસ્તુઓનું દાન કરો. એવું કરવાથી લાભ જરૂર થશે.