દિવાળીની રાતે લક્ષ્મી પૂજન પહેલા કરો આ કામ, લક્ષ્મી માતા પ્રસન્ન થઇ ખુબ ધન આપશે

0
3

આ વર્ષે દિવાળી 27 ઓક્ટોબરના રોજ છે. એટલેકે રવિવારના દિવસે દિવાળી મનાવવામાં આવશે. દિવાળી આપણા હિન્દૂ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. કહેવાય છે કે કારતક મહીનાના કૃષ્ણપક્ષ અમાસના રોજ ભગવાન રામ 14 વર્ષોના વનવાસ બાદ રાવણનો વધ કરી સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા આવ્યા હતા. અને એ જ ખુશીમાં આજ સુધી આપણે દિવાળી મનાવી રહ્યા છીએ.

image source

કહેવાય છે કે દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવામાં અમે તમને દિવાળીના દિવસે કરવામાં આવતી લક્ષ્મી પૂજાન કરવાના થોડા ઉપાયો જણાવશું.જેને કર્યા બાદ તમે મહાલક્ષ્મીને તમારા ઘરમાં બોલાવી શકો છો.

image source

દિવાળીના દિવસે પીપળાનું એક પાંદડું ઘરમાં લાવી તેના પર ‘ओम महालक्ष्म्यै नमः’ લખી અને લક્ષ્મીપૂજનના સ્થાન પર રાખવું શુભ મનાય છે. પણ ધ્યાન રાખવું કે તે પીપળાનું પાન આખું જ હોવું જોઈએ.

દિવાળીની રાત્રે લક્ષ્મીપૂજન પહેલા એલચી અને લવિંગનું મિશ્રણ બનાવી લેવું જોઈએ.ત્યારબાદ એ મિશ્રણથી દરેક દેવી-દેવતાને તિલક કરવું જોઈએ. કહેવાય છે કે તેવું કરવાથી મા લક્ષ્મીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે.

image source

દિવાળીની રાત્રે કિન્નરોને મીઠાઈ અને પૈસા આપવાને બદલે તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો લઇ અને તે સિક્કાને તિજોરીમાં રાખી દેવો જોઈએ. એવું કરવાથી ગરીબી દૂર થાય છે.

કહેવાય છે કે વડના વૃક્ષના એક પાંદડામાં હળદરથી સ્વસ્તિક બનાવી અને તિજોરીમાં રાખવાથી તેમાં ધન વધી શકે છે.

image source

સાથે જ દિવાળીને રાત્રે ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું જોઈએ અને એ રાત્રે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. એવું કરવાથી ધનની વૃદ્ધિ થશે અને દરેક સમસ્યા દૂર થશે.

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષે રવિવારના દિવસે દિવાળી છે તો જેટલું બની શકે તેટલું સફેદ રંગની વસ્તુઓનું દાન કરો. એવું કરવાથી લાભ જરૂર થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here