જ્યોતિષ શાસ્ત્ર

સવારે આંખ ખુલતા જ સૌથી પહેલા કરો આ કામ, મનચાહી ઈચ્છા થઇ જશે પુરી

જીવનમાં ખરાબ સમય કોઈને કહીને નથી આવતો, કેમ કે સમય અને પરિસ્થિતિ ક્યારેય એક સરખી નથી હોતી. દરેક વ્યક્તિનો ખરાબ સમય ચોક્કસ આવે છે. સમય પોતાની ગતિથી ચાલે છે જેમાં ક્યારેક કોઈનો સારો સમય આવે છે તો ક્યારેક ખરાબ.

Image Source

સારા સમયમાં તો લોકો ખુબ જ ખુશ હોય છે પણ ખરાબ સમય આવતા જ તેઓ એટલા દુઃખી થઇ જાય છે કે પોતાને પણ સંભાળી નથી શક્તા. માટે શાસ્ત્રોમાં અમુક એવા નિયમો બતાવવામાં આવેલા છે જેને નિયમિત રૂપે કરવાથી ખરાબ સમય જલ્દી જ ટળી જાય છે અને ખરાબ સમયમાં પણ સકારાત્મક ઉર્જા ઉદ્દભવે છે.

Image Source

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સવારે ઉઠવાની સાથે જ જો નિયમિત રૂપે આ નિયમોનું પાલન કરવામાં આવે તો ખરાબ સમય જલ્દી જ દૂર થાય છે, આવો તો તમને જણાવીએ આ નિયમો વિશે.

1. શાસ્ત્રોના આધારે સવારે ઉઠીને વ્યક્તિએ કોઈનો પણ ચેહરો જોયા વગર જ સૌથી પહેલા પોતાંના હાથને ચેહરા પર ફેરવવા જોઈએ અને પોતાના હાથની રેખાઓને જોવી જોઈએ, અને તેને જોતા જોતા ભગવાનને પ્રાર્થના કરો કે તેનો આખો દિવસ સુખમય વીતે.

Image Source

2. જેના પછી સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા-અર્ચના કરવી જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. જો ઘરમાં તુલસીનો છોડ છે તો તેની રોજ પૂજા કરવી જોઈએ. સવાર-સાંજ તુલસીના છોડની સામે દીવો પણ પ્રગટાવવો જોઈએ.

Image Source

3. રસોઈ બનાવતી વખતે પહેલી રોટલીમાં ઘી લગાડીને ગાયને ખવડાવવી જોઈએ, તેનાથી માં અન્નપૂર્ણા હંમેશા તમારા પર પ્રસન્ન રહે છે.

Image Source

4. રાતે સુતા પહેલા દિવસ દરમિયાન કરેલા કામને યાદ કરવા જોઈએ અને જો આ દરમિયાન કોઈનું દિલ દુ:ખાવ્યું હોય તો ભગવાન પાસે તેની માફી માંગો.

Image Source

5. શાસ્ત્રોના આધારે હંમેશા વડીલોનુ સન્માન કરવું જોઈએ. જે લોકો વડીલોનું સન્માન નથી કરતા, તેવા ઘરમાં માં લક્ષ્મીનો વાસ નથી રહેતો અને વડીલોનું સન્માન કરનારા લોકોં પર ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.