ખબર

દીકરીને પોતાની હવસનો શિકાર બનાવનાર આરોપી પિતાને 20 વર્ષની સજા, દીકરી ફરી ગઇ તો પણ…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર કોઇ પોતાના જ આરોપી નીકળતા હોય છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં પીડિતા ગર્ભવતી પણ થઇ જતી હોય છે. ત્યારે એક મામલો સામે આવ્યો હતો, જેમાં એક સાવકા પિતાએ જ દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને આ આરોપમાં આરોપી પિતાને 20 વર્ષની કેદની સજા પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. બોમ્બે હાઇકોર્ટે કહ્યુ કે, પીડિતા અને તેની માતાના નિવેદન ભલે પલટ્યા છે, પરંતુ DNA ટેસ્ટથી આ મામલાની પુષ્ટિ થઇ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આરોપી પરિવારમાં એકલો કમાવનાર હોવાથી માતા અને પીડિતાના નિવેદન પલટ્યા છે. એક વિશેષ અદાલતે 41 વર્ષના વ્યક્તિને તેની સગીર દીકરી સાથે દુષ્કર્મના આરોપમાં 20 વર્ષની કેદની સજા સંભળાવી છે. ખાસ વાત એ છે કે કોર્ટમાં જુબાની દરમિયાન 16 વર્ષીય પીડિતા અને તેની સગી માતાએ બરાત્કારના આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ ડીએનએ ટેસ્ટમાં આ મામલાની પુષ્ટિ થઈ હતી, તેથી કોર્ટે તેમની વાતને મહત્વ આપ્યું ન હતું. આ POCSO કેસની સુનાવણી પછી વિશેષ ન્યાયાધીશ અનીસ ખાને મંગળવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, બરાત્કારને કારણે છોકરી ગર્ભવતી બની હતી.

તેના ભ્રૂણનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બાળકીના સાવકા પિતા જ બરાત્કારી હોવાનું સાબિત થયું હતું. આ એક ખાસ પરિસ્થિતિ છે જ્યાં પીડિતા કોર્ટમાં પ્રતિકૂળ થઈ ગઈ હશે, પરંતુ ડીએનએ ટેસ્ટ દ્વારા આરોપીનો અપરાધ સાબિત થયો છે. આ આદેશની નકલ બુધવારે જાહેર કરવામાં આવી હતી, જેમાં ન્યાયાધીશે લખ્યું- આ એક ખૂબ જ ગંભીર અને જઘન્ય અપરાધ છે જેમાં 16 વર્ષની છોકરી પર તેના સાવકા પિતા દ્વારા બરાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જો પીડિતા અને તેની માતા ફરી ગયા છે,

તો તેનો અર્થ એ નથી કે આરોપો સાબિત થયા નથી અને આગળ કોઈ સજા થશે નહીં. કોર્ટે નિર્ણયમાં લખ્યું છે કે બરાત્કારી સાવકા પિતા પરિવારમાં એકમાત્ર કમાનાર સભ્ય છે. આ જ કારણ છે કે પીડિતા અને તેની માતા તેને માફ કરવા તૈયાર છે. જૂન 2020માં છોકરીએ તેની માતાને કહ્યું કે તેનો સાવકા પિતા ઓક્ટોબર 2019થી તેના પર બરાત્કાર ગુજારી રહ્યો છે. માતાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો, મેડિકલ તપાસમાં બાળકી 16 અઠવાડિયાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું. ગર્ભપાત બાદ ભ્રૂણનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભ્રૂણનો ડીએનએ સાવકા પિતાના ડીએનએ સાથે મેળ ખાતો હતો.