રાજકોટ અગ્નિકાંડના 72 કલાક બાદ યુવાનની થઇ ઓળખ, DNA મેચ થયા બાદ મોડી સાંજે નીકળી અંતિમયાત્રા- આખુ ગામ હિબકે ચઢ્યુ

રાજકોટના TRP ગેમઝોનમાં શનિવારના રોજ આગ લાગી હતી, જેમાં 25થી વધારે લોકોના મોત થયા છે. આગ એવી ભયાનક હતી કે મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની ફરજ પડી. DNA ટેસ્ટ બાદ ધીરે ધીરે મૃતકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા. ત્યારે ગોંડલના બે આશાસ્પદ યુવાનોનો અગ્નિકાંડમાં ભોગ લેવાયો. જે પૈકી ખરેડાના યુવાનની ઓળખ 72 કલાક બાદ થઇ અને આ પછી મૃતદેહ પરીવારને સોપાયો. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ત્યારે મૃતદેહ પરિવારને સોંપાયા બાદ ગોંડલના નિવાસ સ્થાનેથી મોડી સાંજે તેની અંતિમયાત્રા નીકળી હતી, જે દરમિયાન ખૂબ જ ભાવુક અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ઘણી મોટી સંખ્યામાં લોકો યુવકની અંતિમયાત્રામાં જોડાયા હતા. પરીવારમાં યુવાનની અણધારી વિદાયથી આક્રંદ છવાયો છે. આ ઉપરાંત વેરાવળના નવદંપતીના મૃતદેહ પણ ગત મોડીરાત્રે વેરાવળ ખાતે પહોંચ્યા હતા, અને સમગ્ર વિસ્તારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.

વ્હાલસોયાના અકાળે અવસાનથી અજાણ મૃતક વિવેકની માતાને સમાચાર મળતાની સાથે જ તે હતપ્રભ બની ગયા હતા. તેમની હાલત ખૂબ જ ખરાબ થઇ હતી. ગત શનિવારની સાંજ રાજકોટ જ નહિ પણ સમગ્ર ગુજરાત માટે ગોજારી સાબિત થઇ। મિત્રો સાથે ગેમ ઝોનમાં ગયેલા શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા દુર્ઘટનાનો ભોગ બન્યા અને ત્યારથી લાપતા હતા.

જો કે, 72 કલાક બાદ ડીએનએનો રિપોર્ટ આવતા મૃતદેહ પરીવારને સોંપાયો હતો. ગોંડલ આશાપુરા રોડ પર આવેલા તેમના નિવાસસ્થાનેથી નિકળેલી અંતિમયાત્રામાં ભારે હૈયે લોકો જોડાયા હતા. શત્રુઘ્નસિહ બે ભાઇઓના પરીવારમાં મોટા હતા અમે રાજકોટ મારવાડી કોલેજમાં બી.સી.એ.નો અભ્યાસ કરતા હતા.

ગોંડલથી ત્રણ મિત્રો પૃથ્વીરાજસિંહ ઝાલા, સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા ગેમ ઝોનમાં ગેમ રમવા ગયા. આગ લાગવાને કારણે પૃથ્વીરાજસિંહે પતરા તોડી કૂદકો માર્યો પણ મિત્રો સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા બંને જીવતા ભૂંજાયા. આ ગોઝારા અગ્નિકાંડમાં 28 જિંદગીઓ જીવતી હોમાઇ ગઈ.

Shah Jina