ખબર

કરોડોની ઓડી કાગળના ડૂચાની જેમ વળી ગઈ હતી, એકસ્માતના CCTV આવ્યા સામે…હાહાકાર મચી ગયો જુઓ

દેશભરમાથી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. હાલ એક એવા જ અકસ્માતની ખબર આવી રહી છે, જેમાં ધારાસભ્યની લક્ઝુરિયસ ઓડી કાર વીજળીના થાંભલા સાથે અથડાતા 7 લોકોના મોત થઇ ગયા હતા, જેમાં ધારાસભ્યનો એકનો એક દીકરો પણ સામેલ હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જઈ રહેલી ઓડી ક્યુ3 કાર રોડની બાજુ ઉપર રહેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ ગઈ. આ દુર્ઘટના રાત્રે 1.45થી 2 વાગ્યાની વચ્ચે બની હતી. ગાડીમાં બેઠેલા તમામ 7 લોકોના મોત થઇ ગયા હતા. જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હતી.

મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે છ લોકોના ઘટના સ્થળ જ મોત થઇ ગયા હતા. જયારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં લઈ જતા સમયે મોત નીપજ્યું હતું. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કાર ચાલક બેફિકરાઈથી વાહન ચલાવી રહ્યો હતો, અને સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી રહ્યું છે કે અકસ્માત પહેલા ગાડીની ઝડપ પણ ખુબ જ વધારે હતી.


આ ઓડી Q3 કાર હોસુર ડીએમકેના ધારાસભ્ય વાય. પ્રકાશની હતી, જે એક ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં ધારાસભ્યનાં પુત્ર અને પુત્રવધૂ બંનેનાં મોત થયાં હતાં. આ ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે એ વાતની તપાસ ચાલી રહી છે કે ડ્રાઈવર દારૂના નશામાં તો નહોતો ને. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી એક મહિલા વિશે જણાવામાં આવી રહ્યું છે કે તે બ્રિટેનની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ અને ચાર પુરુષોના મોત નિપજ્યા છે.