લગ્નમાં મહેમાનો સાથે ગેરવર્તણૂક, પંડિતને મારી થપ્પડ, ગાળો બોલનાર જિલ્લા અધિકારી નો વીડિયો થયો વાયરલ, પછી તેની સાથે થયું એવું કે….

DM સાહેબે પંડિતને તમરી ચડી જાય એવી થપ્પડ ઝીંકી હતી અને લગ્ન રોકાવવા, પછી DM સાહેબ જોડે શું થયું ખબર છે?

ત્રિપુરાના પશ્ચિમી ત્રિપુરા જિલ્લાની અંદર એક લગ્નમાં બબાલ મચાવવાના કારણે એક કાલકેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે મહેમાનો સાથે ગેરવર્તણૂક કરતા નજર આવી રહ્યા છે.

જે તે વિસ્તારમાં ગાઈડલાઇનનું પાલન ના કરવા ઉપર તેમને બે મેરેજ હોલ સીલ કરવા માટેનું કહ્યું હતું. સાથે જ ડીએમ દ્વારા પોલીસને મહામારી રોગ અધિનિયમ, આપદા પ્રબંધન અધિનિયમ અને રાત્રે કરફ્યુના કરવા માટે વર કન્યા સમયે લગ્નમાં હાજર બધા જ લોકો વિરુદ્ધ મામલો દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો.

જિલ્લા અધિકારી શૈલેષ યાદવના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.. આ વીડિયો ડીએમ દ્વારા મેરેજ હોલ પર કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાનના હતા. ડીએમ કોરોના મહામારીમાં યોજાયેલા આ લગ્નમાં સામેલ થયેલા લોકો દ્વારા ગાઈડલાઇનનું પાલન ના કરવા ઉપર ગુસ્સે થઇ ગયા હતા.

જિલ્લા અધિકારીએ પહેલા ત્યાંથી બેન્ડ વાજા વાળાને ભગાવ્યા. ત્યારબાદ લગ્નમાં હાજર મહેમાનોને પણ દોડાવ્યા. એટલું જ નહીં ડીએમએ દુલ્હનને સ્ટેજ ઉપરથી ઉતરવા માટે પણ કહ્યું. પંડિતને પણ ડીએમ દ્વારા થપ્પડ મારવામાં આવી.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવા લાગ્યો તો લોકો તેમને ટ્રોલ કરવા લાગી ગયા. દરેક બાજુથી માંગ ઉઠવા લાગી કે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. કારણ એ હતું કે આયોજન કરવાની મંજૂરી તેમના તરફથી જ આપવામાં આવી હતી.

Niraj Patel