ખબર

પેટ્રોલપમ્પ પર કલેક્ટરે અચાનક જ કરેલી છાપામારીથી ફરી ફેલાઈ ગઈ સનસની, કરી ઊંડે સુધી તપાસ તો !!! હોંશ ઉડી ગયા

હરિદ્વારના DM દીપક રાવત ફરી એકવાર પોતાના દબંગાઈ ભરેલા એક્શન અને રેડ માટે ચર્ચાઓમાં છે. આ વખતે DM દીપક રાવતે પેટ્રોલ પમ્પ પર રેડ પાડીને સનસની ફેલાવી દીધી છે.

રવિવારે હરિદ્વાર સ્થિત પેટ્રોલ પમ્પ પર ડીએમ દીપક રાવતે ટીમ સહિત નિરીક્ષણ કર્યું… પેટ્રોલ પમ્પ પર આપવામાં આવતી ઘણી સુવિધાઓની તપાસ કરી. ડીએમએ અચાનક લીધેલી મુલાકાતને કારણે પેટ્રોલ પમ્પના સંચાલકો પણ હેબતાઈ ગયા હતા. પેટ્રોલ પમ્પ પર પહોંચીને ડીએમ દીપક રાવતે પેટ્રોલ પંમ્પમાં બનેલા શૌચાલયો, વાહનોમાં હવા ભરવાની સુવિધાઓ અને પેટ્રોલ પમ્પમાં ફાયર સર્વિસ ઇકવીપમેન્ટ્સની જાણકારી લીધી હતી. તેમને તપાસ કરી હતી કે પેટ્રોલ પંપ પર હવા ફ્રીમાં ભરી આપવામાં આવે છે કે નહીં, હવા અને પંચરના કેટલા રૂપિયા લેવામાં આવે છે, અને શૌચાલયોની સુવિધા કેવા પ્રકારની છે. આ સિવાય તેમને મશીનને ખોલાવીને એ પણ તપાસ કરી હતી કે વાહનચાલકોને પૂરતું પેટ્રોલ મળે છે કે નહિ અને તેમની સાથે કોઈ પ્રકારની છેતરપિંડી તો નથી થતી ને! આ સિવાય તેમને પેટ્રોલ પામના સંચાલક પાસેથી પેટ્રોલ ક્યાંથી, ક્યારે, કેટલું અને કેટલા ભાવનું આવ્યું હતું અને ગ્રાહકોને કેટલા ભાવમાં આપવામાં આવે છે એ બાબતની પુષ્ટિ કરી. આ સિવાય હાજર પેટ્રોલનો જથ્થો અને તેમના હિસાબો પણ તપસ્યા હતા.

આ પછી ડીએમ રાવતે કહ્યું કે પેટ્રોલ પમ્પ પર ગાડીઓમાં હવા ભરવાની સુવિધા પણ ઠીક છે, અને ફાયર સર્વિસ ઇકવીપમેન્ટ્સ પણ યોગ્ય હાલતમાં છે. આ સાથે જ હવે પેટ્રોલ પમ્પમા બનેલા શૌચાલયોનો દરેક વ્યક્તિ પ્રયોગ શકશે, નહિ કે ફક્ત પેટ્રોલ ભરાવનાર ગ્રાહકો જ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks