શિક્ષકે પહેર્યો કુર્તો-પાયજામા તો ભડક્યા ડીએમ સાહેબ, કહ્યું-સેલેરી બંધ કરો અને સસ્પેન્ડ કરો

અચાનક જ નિરીક્ષણ માટે આવી પહોંચ્યા ડીએમ, શિક્ષકના પહેરવેશને જોઈને કહ્યું-“આ શિક્ષક લાગે છે?”

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને દરેક રોજ કંઈકને કંઈક નવું જોવા અને જાણવા ચોક્કસ મળી જાય છે.જેમાના અમુક વીડિયો તો એટલા ફની હોય છે કે તેના પર વિશ્વાસ જ કરવો અશક્ય બની જાય છે.એવામાં તાજેતરમાં જ બિહારના લખીસરાય જિલ્લાની એક પ્રાથમિક શાળામાં નિરીક્ષણ કરવા માટે પહોંચેલા DM અધિકારી અને હેડમાસ્તરનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.જ્યા ડીએમ સાહેબ હેડમાસ્તરના પહેરવેશને જોઈને તેને ખુબ ફટકાર લગાવી હતી અને ખુબ ખરી ખોટી સંભળાવી હતી.

વીડિયોમાં શિક્ષકે ફોર્મલ કપડાને બદલે નેતાની જેમ કુર્તો-પાયજામા પહેરી રાખ્યો હતો અને પરસેવો લુંછવા માટે ગરદન પર ગમછા જેવું પણ રાખ્યું હતું. જેને જોઈને ડીએમ સાહેબ ખુબ ભડક્યા હતા અને વારંવાર તેને સસ્પેન્ડ કરવાની અને તેનું વેતન અટકાવી દેવાનો આદેશ આપી રહ્યા હતા. બાલગુડરની પ્રાથમિક શાળામાં ડીએમ સંજય કુમાર સિંહ અચાનક જ નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા અને તેની સાથે સ્થાનીય મુખિયા પણ હાજર હતા.

નિરીક્ષણ દરમિયાન તે નિર્ભય કુમાર સિંહ નામના હેડમાસ્તર પર ભડકી ઉઠ્યાં હતા. હેડમાસ્તર પર ભડકતા ડીએમએ કહ્યું કે,”કોઈપણ રીતે તમે શિક્ષક લાગી રહ્યા છો? શિક્ષક છો તમે? આ કુર્તા-પાયજામામાં તમે શિક્ષક તો નથી લાગી રહ્યા !.જેના બાદ ડીએમ સાહેબ પ્રિન્સિપાલને ફોન પર ફરિયાદ કરતા કહે છે કે,”તમારી સ્કૂલના આ કેવા આ કેવા હેડમાસ્તર છે જે એક નેતાની જેમ બેઠા છે.નિર્ભય કુમાર સિંહ નામ છે, તેનું નામ નોટ કરો કે તેને હજી અહીંથી શા  માટે હટાવવામાં નથી આવ્યા, તેનું વેતન બંધ કરાવી દો”.

જેના બાદ ડીએમ સાહેબે હેડમાસ્તરને સસ્પેન્ડ કરવાની પણ વાત કહી હતી.ડીએમ સાહેબ કેમેરા સામે જ હેડમાસ્તર પર ગુસ્સાથી ભટ્ટ….ચૂપ્પ વગેરે જેવા શબ્દો પણ કહી રહ્યા છે.ડીએમ સાહેબ એવું પણ કહે છે કે હેડમાસ્તરે પોતાની આવકમાંથી જ સ્કૂલમાં લાઇટ્સ લગાવવી જોઈએ. વીડિયો સામે આવ્યા બાદ લોકો ડીએમ સાહેબને નિશાનો બનાવી રહ્યા છે.એક યુઝરે  કહ્યું કે,”આ કથિત ડીએમને હેડમાસ્તરનું અપમાન કરવા માટે માફી મંગાવવી જોઈએ અને તરત જ નોકરીમાંથી પણ ફાયર કરવા જોઈએ”. જ્યારે અન્ય એકે લખ્યું કે,”ભારતમાં એક ટીચરનું કુર્તા-પાયજામા પહેરવું અપરાધ છે? માત્ર કુર્તા પાયજામા પહેરવાને લીધે સાહબે તેની સેલેરી અટકાવી દેવાની વાત કરી રહ્યા છે. ડીએમ સાહેબનો આવા પ્રકારનો વ્યવહાર ઉચિત છે શું?”

Krishna Patel