આ ભાઈનો શોખ કંઈક અલગ લેવલનો જ છે, ટોયલેટમાં લગાવી DJ લાઈટ, એવો સેટઅપ ઉભો કર્યો કે જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા, વાયરલ થયો વીડિયો

આવું ટોયલેટ તમે આજ પહેલા ક્યારેય નહીં જોયું હોય, જેની અંદર જઈને તમને ટોયલેટમાં ગયાનો નહિ પરંતુ ડાન્સ ક્લબમાં ગયાનો અનુભવ થશે.. જુઓ વીડિયો

દુનિયાભરમાં એવા ઘણા લોકો રહેતા હોય છે જેમના શોખ કંઈક અલગ લેવલના જ હોય છે. તેમાં પણ ભારતીય લોકોની તો વાત જ ના પૂછશો.. જે કોઈએ વિચાર્યું ના હોય તેવું પણ તે કરી બતાવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ આવા લોકોના ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે.

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ પોતાના ટોયલેટની અંદર એવું કામ કરાવ્યું છે કે જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા. તમે મોટાભાગે ટોયલેટની અંદર લોકોને ગરમીથી બચવા પંખો લગાવતા જોયા હશે, અરે ઘણા તો એસી પણ લગાવે છે, પરંતુ આ ભાઈનો શોખ તો કંઈક અલગ લેવલનો જ જોવા મળ્યો.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ મોબાઈલમાં કેમેરો ઓન કરીને કોઈ શાનદાર જગ્યામાં પ્રવેશ કરતો હોવા મળી રહ્યો છે. ક્ષણવાર માટે જોઈને એમ લાગે કે કોઈ લક્ઝુરિયસ રૂમનો નજારો આ ભાઈ બતાવશે, પરંતુ જેવો જ તે દરવાજો ખોલે છે કે સામે એક ટોયલેટ જોવા મળે છે અને તે પણ લાલ રંગના કમોડ વાળું.

આ ટોયલેટ ખુબ જ સાફ અને સ્વચ્છ છે, પરંતુ હજુ આ ટોયલેટમાં એક ખાસ વસ્તુ તો બાકી છે. આ વ્યક્તિ કેમેરા સામે જ એક લાલ રંગનું બટન પ્રેસ કરે છે, જેના બાદ ટોયલેટમાં ડીજે લાઇટિંગ શરૂ થઇ જાય છે અને લાઉડ મ્યુઝિક પણ વાગે છે. એવું લાગે જાણે ટોયલેટમાં નહિ પરંતુ કોઈ ડાન્સ ક્લબમાં ઉભા હોઈએ. ત્યારે હવે આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel