જામનગરમાં પ્રથમવાર ડીજેના તાલ ઉપર બે જીગરજાન મિત્રોની નીકળી હતી અંતિમ યાત્રા, સાથે જીવ્યા સાથે મર્યા- જુઓ PHOTOS

જામનગરમાં અકસ્માતમાં બે જીગરજાન મિત્રોના મોત, ડીજે સોન્ગના તાલ પર નીકળી હતી અંતિમયાત્રા

રાજ્યભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે જામનગરમાં પણ થોડા સમય પહેલા બે મિત્રોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો, જેમની અંતિમ યાત્રા ડીજેના તાલ ઉપર નીકળી હતી અને ત્યારે લોકોની આંખોમાં પણ આંસુઓ ફરી વળ્યાં હતા.

ગત મહિને સાયલા પાસે કાર પલટી જતાં જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં રહેતા વિનય ધીરજલાલ પંચોલી અને તેના જીગરજાન મિત્ર કેતન મહેન્દ્રભાઇ ઓઝાનું ગમખ્વાર અકસ્માતમાં નિધન થયું હતું. મૃતક બંને જીગરજાન મિત્ર હોય બંનેની અંતિમયાત્રા એકસાથે કાઢવામાં આવી હતી.

આટલું જ નહીં બંને મિત્ર હમેશા ખુશ રહેવામાં માનતા હોય અને સંગીતપ્રેમી હોવાથી ડીજે સાથે અંતિમયાત્રા નીકળી હતી. આ યાત્રા જોઈ દરેકની આંખોમાં આસું આવી ગયા હતાં. એટલું જ નહીં બન્ને પાક્કા મિત્રોને આજુબાજુમાં ચિતા ગોઠવી એકસાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તે સમયે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ધીરજલાલ પંચોલી ધંધાકીય કામ માટે દુબઇ ગયો હોય ત્રણ દિવસ પહેલા પરત ફર્યા હતાં. આથી તેમના મિત્ર કેતન મહેન્દ્રભાઇ ઓઝા તેમજ કૃણાલ, રવિ સહિત ચાર મિત્ર તેને કાર લઇ મુંબઇ તેડવા ગયા હતાં. જયાંથી પરત ફરતા હતાં ત્યારે 20 ઓગસ્ટ શુક્રવારે સવારે સાયલા નજીક કારચાલક વિનયે કોઇ કારણોસર સ્ટેરીંયગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઇડર સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી.

આ અકસ્માતમાં વિનય અને તેની બાજુમાં બેસેલા કેતન ઓઝાને ગંભીર ઇજા થતાં બંનેના ધટના સ્થળે મૃત્યુ નિપજયા હતાં. જયારે અન્ય ત્રણ મિત્રને સામાન્ય ઇજા થતા બચાવ થયો હતો. બંને જીગરજાન મિત્રના સાયલા હોસ્પિટલમાં પીએમ બાદ સાંજે મૃતદેહ જામનગર લવાયા હતાં.

Niraj Patel