વધુ એક મોટી હસ્તીનું થયું નિધન, લાશ અહિયાંથી મળી આવી…મૃત્યુનું કારણ શું હતું જાણો ફટાફટ

ઓડિશાના પોપ્યુલર ડીજે અક્ષય કુમાર ઉર્ફે ડીજે એજેક્સનું નિધન થઇ ગયુ છે. તેની લાશ ભુવનેશ્વરના ખારબેલા નગર સ્થિત તેના ઘરમાં ફંદા સાથે લટકેલી હાલતમાં મળી હતી. રવિવારના રોજ ભુવનેશ્વર પોલિસે આ વાતની જાણકારી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ફેમીલી મેંબર્સે એજેક્સની લાશ તેના રૂમમાં લટકેલી જોઇ. તે બાદ તરત તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો,

પણ ત્યાં તેને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. ડીજે એજેક્સના પિતાએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યુ છે કે સાંજે તે રૂમમાં હતો, તે સમયે વરસાદ થઇ રહ્યો હતો. જ્યારે તેને ડિનર માટે બોલાવવામાં આવ્યો તો તેણે દરવાજો ન ખોલ્યો અને તેને કારણે તેઓએ દરવાજો તોડી અંદર જઇ જોયુ તો તેની લાશ લટકેલી હતી.

એજેક્સની માતાની ફરિયાદ બાદ પોલિસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ભુવનેશ્વર જોન-1ના એસીપીએ મીડિયાને જણાવ્યુ કે, શનિવારે રાત્રે લગભગ 11.15 વાગ્યે કેપિટલ હોસ્પિટલે અક્ષય મોહારાનાની બોડી રિસીવ કરી, તેણે પોતાના રૂમમાં જ આત્મહત્યા કરી લીધી હતી. પોસ્ટમોર્ટમ રીપોર્ટ હજી આવવાનો બાકી છે. કેટલાક રીપોર્ટ્સ અનુસાર એજેક્સના બેસ્ટફ્રેંડે દાવો કર્યો છે કે તેના મોત પાછળનું કારણ લવ ટ્રાએંગલ છે.

તેણે જણાવ્યુ કે, એજેક્સની ગર્લફ્રેન્ડ કોઇ બીજા સાથે રિલેશનશિપમાં હતી અને તે બંને મળીને એજેક્સને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. એજેક્સ તેની ગર્લફ્રેન્ડને કારણે છેલ્લા 15 દિવસથી માનસિક તણાવમાં હતો. સલાહ છત્તાં તેણે તેની ગર્લફ્રેન્ડને 15 હજાર રૂપિયા આપ્યા હતા. તે તેની ગર્લફ્રેન્ડ માટે સ્કૂટી ખરીદવાનું પણ પ્લાનિંગ કરી રહ્યો હતો. એક અન્ય રીપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એજેક્સની ગર્લફ્રેન્ડ તેને કેટલીક તસવીરો બતાવી બ્લેકમેઇલ કરી રહી હતી.

અક્ષયના કાકાના હવાલે લખવામાં આવ્યુ છે કે ગર્લફ્રેન્ડ પાસે તેની કેટલીક આપત્તિજનક તસવીરો હતી, જેનાથી તે તેને બ્લેકમેઇલ કરી રહી હતી. તેમણે છોકરી અને તેની મિત્રને અક્ષયની મોત માટે જવાબદાર ઠેરવી છે. અક્ષયના પરિવારે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની માગ કરી છે. DJ Azex નામથી મશહૂર અક્ષય કુમાર ઓરિસ્સાનો સૌથી સારો DJમાંનો એક હતો. તે છેલ્લા જ વર્ષથી આ ફિલ્ડમાં હતો. ઓડિયન્સ વચ્ચે તેની તગડી ફેન ફોલોઇંગ હતી, અને સોશિયલ મીડિયા પર પણ તેના સારા એવા ફોલોઅર્સ હતા. હાલમાં જ 10 માર્ચે તેણે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો અને કેક સાથેની તસવીર શેર કરી હતી.

Shah Jina