કૌશલ બારડ ફિલ્મી દુનિયા

‘દીયા ઔર બાતી હમ’ના સૂરજ રાઠીએ એક્ટિંગ છોડીને ખેતીકામ શરૂ કર્યું!

દીયા ઔર બાતી હમ’ ટેલિવિઝન સિરીયલથી પ્રખ્યાત થયેલ અનસ રાશિદને લોકો ‘સૂરજ રાઠી’ના રોલપ્લે કેરેક્ટરથી વધારે સારી રીતે ઓળખે છે. અનસ રાશિદને ‘એસા કરો ના વાદા’, ‘ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’ અને ‘ક્યા હોગા નિમ્મો કા’ જેવી અન્ય ટેલિવિઝન સિરીઝમાં પણ આપણે જોયેલ છે. પણ તેને ઘરઘરમાં ઓળખ તો સંધ્યા રાઠીના પતિનો રોલ ભજવીને ‘દીયા ઔર બાતી હમ’થી મળી છે.

Image Source

હાલ અનસ રાશિદ રૂપેરી પડદા પર જોવામાં આવતો નથી. તમને જાણીને આશ્વર્ય થશે કે, અનસ હાલ પોતાનાં ગામડે છે અને ખેતી સંભાળવામાં પ્રવૃત્ત છે! પોતાનાથી ઉંમરમાં ૧૪ જેટલી નાની યુવતી સાથે તેમને વિવાહ કર્યો છે. લગ્ન બાદ એક્ટિંગમાંથી તેમણે લાંબો બ્રેક લીધો છે. ઉલ્લેખનીય છે, કે હાલ તેમના ઘરે એક દીકરી પણ છે.

Image Source

૨૦૧૭માં જ્યારે અનસ રાશિદે ઉંમરમાં ૧૪ વર્ષ નાની હિના ઇકબાલ સાથે શાદી કરી એ સમયે ઘણો વિવાદ થયો હતો. અનસે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ૨૦૦૬થી કરી હતી. ‘કહી તો હોગા’ નામની એક સિરીયલથી તેમણે રૂપેરી પડદે ડેબ્યૂ કર્યું હતું.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં થોડા સમય પહેલા પોતાની પર્સનલ લાઇફ વિશે વાતો શેર કરતા અનસે કહેલું કે, લગ્ન બાદ તેણે એક્ટિંગમાંથી બ્રેક લઇ લીધો છે. હવે તે ગામમાં ખેડૂતનું જીવન ગૂજારી રહ્યો છે. અભિનયમાં વ્યસ્ત હોવાને કારણે તેને પરિવાર સાથે સમય વીતાવવાનો મોકો નહોતો મળતો. જો કે, હવે તે ઇચ્છા પણ પૂરી થઈ છે. પરિવાર સાથે રહીને તે ઘણો ખુશ છે.

Image Source

જો કે, તાજેતરમાં એક ન્યૂઝ મીડિયાને જણાવેલી વાત પ્રમાણે, અનસ એક્ટિંગ ફિલ્ડમાં કમબેક કરી શકે છે. એક સારા પિતાનો રોલ ભજવવાનો મોકો પણ તે તલાશી રહ્યો છે. લાંબા બ્રેક બાદ કદાચ અનસ લોકોને ફરીવાર ટેલિવિઝન સિરીયલોમાં જોવા મળે તો નવાઈ નહી!