આ દિવાળી પર ઘરે લઇ આવો ટેસ્ટમાં મજેદાર 5 સ્પેશિયલ મીઠાઈ – નોંધી લેવાનું ભૂલતા નહી

દિવાળીનો તહેવાર જેમ તેની રોશની માટે જાણીતો છે, તેમ ખાન પાન માટે પણ જાણિતો છે. આ પ્રસંગે, લોકો એકબીજાને મીઠાઈ પણ આપે છે. ઘણા લોકો ઘરે બનાવેલી મિઠાઇનો ઉપયોગ કરતા હોય છે. જો કે, મોટાભાગના લોકો બજારમાં બનેલી તૈયાર મીઠાઈનો જ ઉપયોગ કરતાં હોય છે. ઘણીવાર તમે એવા સમાચાર સાંભળ્યા હશે કે બજારમાં ભેળસેળ વાળી મિઠાઇ આવી છે. તમે સમય બચાવવા બહારથી મિઠાઇ તો લાવી દેશો પણ તે આરોગ્ય માટે સારી નથી. કારણ કે, બજારમાં મળતી મિલાવટવાળી મીઠાઈ ખાવાથી આપણા શરીરને ખૂબ જ નુકશાન પહોંચે છે.

તેથી આજે અમે તમને દિવાળીના ના તહેવારમાં ઘરે જ બનાવી શકાય તેવી પાંચ મીંઠાઈ લાવ્યા છીએ. જે ખાવામાં પણ હેલ્ધી છે ને ઘરે બનાવવી પણ એકદમ સરળ છે. .

ઘૂઘરા :

ઘૂઘરાને ગુજિયા પણ કહેવામા આવે છે. તે ઘણી રીતે બનાવવામાં આવે છે. પરંપરાગત બનતા આ ઘૂઘરમાં માવો ભરીને ગોળ અથવા અર્ધચંદ્રકાર આકારમાં ઢાળી ને પછી તળીને બનાવવામાં આવે છે. જો તમે આ ઘૂઘરાને લાંબો સમય સાચવી રાખવા માંગતા હોય તો તમે આ ઘૂઘરામા માવાની જગ્યાએ સોજીનો લોટ વાપરીને પણ બનાવી શકો છો.

જલેબી:

આ તહેવાર પર તમે જલેબી પણ બનાવી શકો છો. તમે પરંપરાગત jપણ જલેબી બનાવે શકો છો અથવા નો – યીસ્ટ જલેબી પણ બનાવી શકો છો. . જો તમે ઇચ્છો, તો તમે પનીર જલેબી અથવા માવા ની જલેબી પણ બનાવી શકો છો.

લાડુ:

લાડવા માવા અથવા બેસન વગેરેથી બને છે, તેના માટે કોઈ પ્રતિક્રિયા નથી. બેસન બૂંદી ના આપ બનાવી શકો છો. પરંતુ જો તમને તળવાની કોઈ ઝંઝટ પસંદ નથી તો તમે પારંપારિક રીતથી અથવા ઓવનની મદદથી પણ બનાવી શકો છો. લાડુના ઘણા પ્રકારો છે. જેમાં કેસરના લાડુ, અડદ દાળના લાડુ, ખજૂરના લાડુ, મોદક વગરે… ચુરમાના લાડુ અને કોપરાના લાડુ પણ તમે બનાવી શકો છો.

અનરસે :

અનારશે દીપાવલી પર બનાવવામાં આવેલી એક ખાસ પરંપરાગત મીઠી છે. તે ગોળ ગોળ બોલ્સના આકારમાં બનાવવામાં આવે છે. તેને ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. અને ચોખાના લોટમાં માવો અથવા બીજો કોઈ લોટ ભરીને બનાવવામાં આવે છે.

હલવો :

હલવો ઘણી રીતે બનાવવામાં આવે છે. આ દિવાળી પર હલવામાં સોજીનો હલવો, બેસનનો હલવો, મગફળી હલવો, બદામ હલવો, ચણા દાળ હલવો, મગ અને મસૂરની દાળનો હલવો ખસનો હલવો વગેરેમાંથી તમને ગમતો હલવો બનાવી શકો છો. બધા જ પરિવારના સભ્યોને જમવામાં પણ હલવો હશે તો મજા આવશે ને તહેવારનો આનંદ ડબલ થઈ જશે.

Shah Jina