ધાર્મિક-દુનિયા

દિવાળીની સાફ-સફાઈ વખતે ઘરની બહાર ફેંકી દો 7 વસ્તુ, તો જ મહાલક્ષ્મી થશે પ્રસન્ન- જરૂર વાંચો

દિવાળીની પહેલા ઘરને સાફસફાઈ કરતી વખતે ઘણી વખત આપણે જૂની વસ્તુઓને સંભાળીને રાખી દેતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે આ જૂની વસ્તુઓના મોહ આપણા ઘરમાં નકારત્મક ઉર્જાનો સંચાર કરે છે અને સકારાત્મક શક્તિઓની અસર ઓછી કરે છે.

નકારાત્મક ઉર્જાના સંચારને અટકાવવા માટે થોડી વસ્તુઓ ઘરની બહાર ફેંકવી જરૂરી છે. ચાલો જાણીએ કે આ લક્ષ્મી પૂજનથી પહેલાથી કઈ વસ્તુઓને ઘરની બહાર કાઢી નાખવી જોઈએ.

1.તૂટેલ અરીસો અથવા તો કાચ. જો એ ઘરની અંદર રાખીએ તો વાસ્તુ અનુસાર એ એક મોટો દોષ કહેવાય છે. એ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સદસ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે.

2. લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલ ન હોવો જોઈએ. જો પલંગ તૂટેલ હશે તો લગ્નજીવનમાં સમસ્યાઓ આવવાની આશંકાઓ ઘણી વધી જશે.

3. બંધ અથવા ખરાબ ઘડિયાળ ઘરમાં અથવા તો પાસે ક્યારેય ન રાખવી જોઈએ. કહેવાય છે ઘડિયાળની સ્થિતિ પર ઘર-પરિવારની ઉન્નતિ નિર્ધારિત હોય છે. જો ઘડિયાળ બંધ હશે તો સદસ્યોને કાર્ય પૂર્ણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને કાર્ય સમયસર પૂર્ણ નથી થતું.

4. ઘરમાં જો કોઈ દેવી દેવતાની ખંડિત મૂર્તિઓ અથવા તો છબીઓ પડી હોય તો તેને કોઈ નદી કે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. ખાસ ધ્યાન રાખવું એ એ મૂર્તિ કે છબીને ફેંકવી નહિ.

5.જો ઘરમાં કોઈ તૂટેલ તસ્વીર કે ફોટોફ્રેમ પડી હોય તો તેને હટાવી દેવી જોઈએ. વાસ્તુ અનુસારએ વાસ્તુ દોષ ઉત્પન્ન કરી શકે છે. જો ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ કે બંધ પડી હોય તો તેને પણ ઘરની બહાર કાઢી નાખવી જોઈએ.
6. જો ઘરનો મુખ્ય દરવાજો તૂટેલ હોય તો તેને તુરંત ઠીક કરાવી લેવો જોઈએ. તૂટેલા દરવાજાને અશુભ માનવામાં આવે છે. કોઈ પણ તૂટેલા ફર્નીચર કે ખરાબ વસ્તુ  ઘરમાં ખરાબ અસર પાડે છે.

7. તૂટેલ ડબ્બા,ખરાબ રમકડાં,વધારાનો સજાવટી સામાન, ફાટેલ કપડાં અને ચાદર, તૂટેલ ચપ્પલ વગેરેને ઘરની બહાર કાઢી નાખવી જોઈએ. સાથે જ ગયા વર્ષના પડેલ દીવાઓ ન પ્રગટાવવા જોઈ. નવા દીવાઓ ખરીદી લેવા.

8. ઘરમાં કાંટાવાળો છોડ કે તેની કોઈ તસ્વીર રાખવી જોઈએ નહીં. સાથે જ ડૂબતી હોળી કે જહાજ, જંગલી જાનવર કે તાજમહેલની તસ્વીર પણ હટાવી દેવી જોઈએ.

9. વાસ્તુદોષ ઉત્પન્ન થવાને કારણે ઘર-પરિવારના સદસ્યોને આર્થિક તેમજ માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ઉપરાંત પૈસાની તંગી વર્તાતી રાહ છે. આ દરેક દોષોનું નિવારણ લક્ષ્મી પૂજન પહેલા તુરંત કરી લેવું જોઈએ.

10. ઘરનો ભારી સામાન અથવા તો બિનજરૂરી સામાન ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રાખવો જોઈએ. બીજા કોઈ સ્થાન પર એ વસ્તુઓને રાખવું અશુભ મનાય છે. ઘરમાં બાથરૂમ અથવા રસોઈ ઘર માટે પાણીની સપ્લાય ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ.

Author: GujjuRocks Teamતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.