રસોઈ

આ દિવાળી પર મહેમાનોનાં સ્વાગતમાં બનાવો તમારા ઘરે 4 પ્રકારના અલગ અલગ ચેવડા, એ પણ પરફેક્ટ રેસીપી જોઈને …

દિવાળી એ ભારતનો સાથી મોટો તહેવાર છે. અને દિવાળીનો તહેવાર પણ પાંચ દિવસનો હોય છે. મોટેભાગે દિવાળીના તહેવારમાં લોકો ઘરે જ નાસ્તા બનાવતા હોય છે. તો આજે અમે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને તમારા પામે અલગ અલગ પાંચ નાસ્તાની રેસીપી લઈને આવ્યા છીએ. જે જોઈને તમે ઘરે જ અલાગ અલાગ પ્રકારના ચેવડા ઘરે જ બનાવી શકો છો. તો બનાવો અને આવનાર મહેમાન અને ઘરનાને કરી દો ખુશ ખુશ…

ફટાફટ બનતો પંચ રત્ન ચેવડો :

સામગ્રી

 • 250 ગ્રામ નાયલોન પૌવા
 • 1/2 વાટકી મગ તળેલા
 • 1/2 વાટકી ચણાની દાળ મસાલાવાળી
 • 4 થી 5 સમારેલા મરચાં
 • 1 ચમચી કાજુ ના કટકા
 • 1 ચમચી સૂકી દ્રાક્ષ
 • 1/2 વાટકો સીંગદાણા
 • તેલ વઘારપૂરતું
 • મીઠા લીમડા ના પાન 4 થી 5
 • ખાંડ દળેલી 2 ચમચી
 • મીંઠું જરૂર મુજબ
 • 1 ચમચી મરચું પાવડર
 • હળદર જરૂર મુજબ

રીત

સૌ પ્રથમ તો એક કઢાઈ લઈને ગેસ પર મૂકી એમાં તેલ એડ કરીને મરચાં નાખી સાંતળવા. પછી મરચાને કાઢી લઈને એ કઢાઈમાં સીંગદાણા અને કાજુ અને દ્રાક્ષ નાખી 3 નિટ સાંતળવાંનાં છે.

ત્યારબાદ હળદર નાખો ને તરત પૌઆ એડ કરીને હલાવવું. ને પછી એમાં મીઠું, મરચુ અને ખાંડ એડ કરી તળેલાં મગ અને ચણા ની દાળ નાખી હલાવવું.

બની ગયો તમારો પંચરત્ન ચેવડો.

નાયલોન સાબુદાણા નો ચેવડો

સામગ્રી

 • 100 ગ્રામ નાયલોન સાબુદાણા
 • 50 ગ્રામ બટાકા નું છીણ
 • 150 ગ્રામ, સીંગદાણાનો અધકચરો ભૂકો
 • 1 ટીસ્પૂન લાલ મરચાનો પાઉડર
 • ખાંડ દળેલી 2 ચમચી
 • મીઠું જરૂર મુજબ
 • તેલ તળવા પૂરતું

રીત

સૌ પ્રથમ સાબુદાણા ને ગરમ તેલ માં નાખી ને તળવા. પછી બટાકા નુ છીણ પણ તેલ માં નાખી તળી લો.

હવે તેમાં સીંગદાણાનો અધકચરો ભૂકો, લાલ મરચાનો પાઉડર, મીઠું અને ખાંડ દળેલી નાખીને હલાવી લો. સાબુદાણા નો ચેવડો રેડી છે.

પાપડ અને ખાખરા નો ચેવડો

સામગ્રી

 • 8 ખાખરા
 • 4 પાપડ
 • 2ટીસ્પૂન સીંગદાણા
 • 2ટીસ્પૂન દાળિયા
 • 2ટીસ્પૂન તેલ
 • 1 ટીસ્પૂન રાઈ
 • મીઠો લીમડો
 • હિંગ ચપટી
 • મીઠું જરૂર મુજબ
 • 1 ટીસ્પૂન લાલ મરચાનો પાઉડર
 • ખાંડ દળેલી 2 ચમચી
 • મીઠું ને હળદર જરૂર મુજબ

રીત

સૌ પ્રથમ પાપડ ને શેકી લો. પાપડ અને ખાખરા નો ભૂકો કરી નાખવો. હવે એક પેન માં તેલ લઇને ગેસ પર ગરમ કરો.

તેમાં રાય નાખીને રાઈ તતડે પછી હિંગ, લીમડાના પાન અને સીંગદાણા એડ કરી હલાવો. હવે તેમાં પાપડ અને ખાખરાનો ભૂકો એડ કરી દેવાનો અને બધા જ મસાલા એડ કરી હલાવી નાખવા.

આમાં તમે કાજુ, બદામ ને દાળિયા પણ નાખી શકો.

પૌવા ચેવડો

સામગ્રી

 • 500 ગ્રામ પૌઆ
 • 100 દાળિયા
 • 100 ગ્રામ સીંગદાણા
 • 20 ગ્રામ કાજુ
 • 20 ગ્રામ કિશમિશ
 • 1 ટીસ્પૂન વરિયાળી
 • 1 ટીસ્પૂન તલ
  1 ટીસ્પૂન હિંગ
 • 1/2 ટીસ્પૂન લીંબુના ફુલ
 • લીમડા ના પાન
 • 1 ટીસ્પૂન હળદર
 • મીઠું જરૂર મુજબ
 • 1 ટીસ્પૂન મરચુ

રીત

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. ત્યારબાદ એમાં સીંગદાણા, દાળિયા, કાજુ, દ્વાક્ષ નાખીને ફ્રાય કરો. પછી એ કાઢી એ જ તેલમાં પૌવા તળો ને એક વાસણમાં અલગ કાઢી લો.

હવે એ પેનમાં વઘાર પૂરતું જ તેલ રાખી બાકી બધુ જ કાઢી લો. ને એમાં વરિયાળી, તલ, હિંગ, લીમડો, હળદરપાઉડર અને મરચું પાઉડર નાખી ને સાંતળવું . એમાં પૌવા એડ કરીને હલાવવું.

પછી એમાં લીંબુ ના ફૂલ, ખાંડ દળેલી, સંચળ અને નમક એડ કરીને હલાવવું. તૈયાર છે તમારો પૌવાનો ચેવડો. દિવાળી પર બનાવવું ભૂલતા નહી.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ