આપણા તહેવારો પ્રસિદ્ધ

દિવાળી સ્પેશિયલ ૩૦ રંગોળી ડિઝાઇન્સ: આ દિવાળી પર આવી રંગોળીથી સજાવો તમારું ઘર, સૌ કોઈ “વાહ વાહ” કરશે

દિવાળી આપણા દેશના સૌથી મોટા તહેવારોમાંથી એક છે, આ વર્ષે દિવાળી 27 ઓક્ટોબરના દિવસે આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. દિવાળી ખુશીઓ અને રોશનીનો તહેવાર હોય છે. દિવાળીને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તેની તૈયારીઓ પણ પુરી થઇ ચુકી હશે.


લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરીને સજાવટનો સામાન ખરીદીને ઘરને દીવા, ફૂલો, લાઇટ્સ અને રંગોળીથી સજાવશે. દિવાળીના તહેવારમાં સજાવટમાં એક વસ્તુ સૌથી ખાસ હોય છે જે છે દરેક ઘરના આંગણામાં બનેલી રંગોળી.


દેશના જુદા-જુદા રાજ્યોમાં જુદા-જુદા પ્રકારની રંગોળી બનાવવાનો રિવાજ છે. કેટલીક જગ્યાઓ પર પેઈન્ટથી રંગોળી બનાવવામાં આવે છે તો કેટલીક જગ્યા પર રંગોથી અને ફૂલોથી રંગોળી બનાવીને લક્ષ્મી માતાના આગમનની તૈયારીઓ કરે છે.


ત્યારે આજે વાત કરીએ રંગોળી વિશે – રંગોળી, સંસ્કૃત શબ્દ રંગાવલી પરથી આવ્યો છે. તેને પશ્ચિમ બંગાળમાં અલ્પનાના નાથી ઓળખવામાં આવે છે. ભારતમાં આને માત્ર તહેવારો પર જ નહિ પણ ઘરે પૂજા કે કોઈ બીજા શુભ પ્રસંગે પણ બનાવવામાં આવે છે.


માનવામાં આવે છે કે રંગોળીને ઘરના દરવાજા પર જોઈને ભગવાન અને મહેમાન બંને ખુશ થઇ જાય છે. રંગોળી તેમના સ્વાગત માટે જ બનાવવામાં આવે છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યમાં દરેક ખાસ પ્રસંગે રંગોળી બનાવવામાં આવે છે.


ઘરના દરવાજા પર મહિલાઓ એકથી સુંદર એક રંગોળીઓ બનાવે છે. દિવાળીના શુભ પ્રસંગે ઘરોને ફૂલો અને રંગોળીથી સજાવવામાં આવે છે. દિવાળી પર અનેક ઘરોમાં બનેલી રંગોળીને જોઈને મન પ્રસન્ન થાય છે.


રંગોળીને તહેવાર, પૂજા જેવા પ્રસંગોએ સૂકા અને પ્રાકૃતિક રંગોથી બનાવવામાં આવે છે. હવે તો આ રંગોળીઓ રાસાયણિક રંગોથી પણ બનાવવામાં આવે છે. રંગોળીમાં આપણે કોઈ સામાન્ય ચિત્ર કે આકૃતિ પણ બનાવી શકીએ છીએ અને દેવી-દેવતાઓની આકૃતિઓ પણ બનાવી શકીએ છીએ.


રંગોળીમાં સ્વસ્તિક, કમળનું ફૂલ, લક્ષ્મીજીના પાદચિહ્ન જોઈને મન પ્રસન્ન થાય છે. આ ચિહ્ન સમૃદ્ધિ અને મંગલકામનાનો સંકેત આપે છે. દિવાળીના દિવસે ઘરમાં રંગોળી બનાવવી એ પારંપરિક રીતે ઘરને સજાવવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.


સજાવટની સાથે સાથે રંગોળીની માન્યતા હોય છે કે એનાથી ઘરમાં ભાગ્ય આવે છે. રંગોળી બનાવવાની પરંપરા ખૂબ જ જૂની છે. દિવાળીના તહેવારમાં મોટાભાગના ઘરોમાં મા લક્ષ્મીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે.


દિવાળીના પ્રસંગે જો રંગોળી ન બની હોય તો તહેવારની ચમક ફીકી પડી જાય છે. ઘરની બહાર રંગબેરંગી રંગોથી સજાવેલી રંગોળીથી અનોખી જ ચમક આવે છે. રંગોળીની ડિઝાઇન બનાવ્યા બાદ તેને દીવાથી સજાવી પણ શકાય છે.


દિવાળી પર ગણેશજીવાળી રંગોળીની ડિઝાઇન ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પહેલાના સમયમાં લોકો પોતાના ઘરના આંગણામાં ચોખા અને ફૂલોથી રંગોળી બનાવતા હતા.એમ તો રંગોળીને શુભ પ્રસંગોમાં બનાવવાની આ પરંપરા ખૂબ જ જૂની છે એટલે જ હવે તેની બનાવવાની પદ્ધતિમાં સમયની સાથે ઘણો બદલાવ જોવા મળે છે.રંગોળી ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા અને લોકકળા છે. રંગોળીની વિશેષતા એ છે કે એ વિવિધતા આપે છે અને એના વિભિન્ન આયામોને પ્રદર્શિત કરે છે. રંગોળી ધાર્મિક, સાંસ્કૃતિક આસ્થાઓનું પ્રતીક રહી છે. તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું એક મહત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે.આજકાલ ખૂબ જ સરળતાથી બની જાય એવી ઘણી રંગોળીની ડિઝાઈનો પ્રખ્યાત છે. જેમાં ઘરમાં વપરાતી વિવિધ વસ્તુ જેમ કે ચાળણી, ચમચી, બંગળી જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને રંગોથી ખૂબ જ સુંદર રંગોળી બનાવવામાં આવે છે.તો આજે જોઈએ આવી જ કેટલીક રંગોળીની ડિઝાઈનો – જુઓ આ રંગોળીમાં માતા તેના પુત્રને સ્નેહ કરતા દર્શાવવામાં આવ્યા છે. આવી રંગોળી પણ બનાવી શકાય.રાધા-કૃષ્ણની આ સુંદર રંગોળી જો તમે પોતાના આંગણામાં બનાવશો તો મહેમાનો જોતા જ રહી જશે.એકદમ સરળ અને ઝડપથી બની જાય એવી આ રંગોળી જેમાં દીવડાનો આકાર દેખાઈ રહ્યો છે. આ રંગોળી પણ સુંદર દેખાશે.ગણેશજી આકૃતિવાળી આ રંગોળી બનાવવામાં ખૂબ જ સરળ અને દેખાવમાં ખૂબ જ સુંદર લાગશે.જો તમને રાસાયણિક રંગોથી રંગોળી ન બનાવવી હોય તો તમે ફૂલોથી આવી પરંપરાગત રંગોળી પણ બનાવી શકો છો. જો તમને સરળ પણ દેખાવમાં સુંદર અને રંગબેરંગી રંગોળી જોઈએ છે તો આ રંગોળીની ડિઝાઇન તમારા માટે બેસ્ટ છે.

લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરીને સજાવટનો સામાન ખરીદીને ઘરને દીવા, ફૂલો, લાઇટ્સ અને રંગોળીથી સજાવશે. દિવાળીના તહેવારમાં સજાવટમાં એક વસ્તુ સૌથી ખાસ હોય છે જે છે દરેક ઘરના આંગણામાં બનેલી રંગોળી.

દેશના જુદા-જુદા રાજ્યોમાં જુદા-જુદા પ્રકારની રંગોળી બનાવવાનો રિવાજ છે. કેટલીક જગ્યાઓ પર પેઈન્ટથી રંગોળી બનાવવામાં આવે છે તો કેટલીક જગ્યા પર રંગોથી અને ફૂલોથી રંગોળી બનાવીને લક્ષ્મી માતાના આગમનની તૈયારીઓ કરે છે.

રંગોળી, સંસ્કૃત શબ્દ રંગાવલી પરથી આવ્યો છે. તેને પશ્ચિમ બંગાળમાં અલ્પનાના નાથી ઓળખવામાં આવે છે. ભારતમાં આને માત્ર તહેવારો પર જ નહિ પણ ઘરે પૂજા કે કોઈ બીજા શુભ પ્રસંગે પણ બનાવવામાં આવે છે.


હજુ ૫૦૦ થી પણ વધુ રંગોળી ડિઝાઇન જોવા માટે અહીં 👉 ક્લિક કરો અને જુઓ કલેક્સન ફક્ત ગુજ્જુરોક્સ ફેસબુજ પેજ પર…

તમને સૌથી વધુ કઈ રંગોળી ગમી ? મસ્ત રંગોળીઓની ડીઝાઈન અહીં તમારા માટે આપવામાં આવી છે. જો પસંદ આવે તો તમારા આંગણે પણ કોઈ એક રંગોળી જરૂર બનાવજો. રંગોળી કલેક્શન ગમ્યું હોય તો Share કરી બીજા મિત્રો સુધી મોકલાવજો. રંગોળી શોધતા તમારા મિત્રોને કોમેન્ટમાં ટેગ કરજો. Share & Spread..