ખબર મનોરંજન

અમિતાભ બચ્ચન અને એકતા કપૂર આ વર્ષે નહિ આપે દિવાળીની પાર્ટી, કોરોના નહિ, આ કારણ આવ્યું સામે

ફિલ્મી સિતારાઓ અવાર નવાર મોટી પાર્ટીઓના આયોજનો કરતા હોય છે. જેમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને એકતા કપૂર પણ દિવાળી ઉપર ભવ્ય પાર્ટીઓ આપતા હોય છે, પરંતુ આ વર્ષે તેમની પાર્ટીઓની રોનક છવાયેલી જોવા નહીં મળે.

Image Source

એકતા કપૂર અને અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં બોલીવુડના અને ટીવી જગતના ખ્યાતનામ કલાકારો હાજરી આપતા હોય છે. પરંતુ આ વર્ષે તે દિવાળીનો આ જશ્ન પહેલાની જેમ નહીં ઉજવે. તેની પાછળનું એક કારણ તો કોરોના વાયરસ છે, પરંતુ સૌથી મોટું કારણ આ વર્ષે લોકડાઉનમાં થયેલા અભિનેતા ઋષિ કપૂરનું દેહાંત પણ છે.

Image Source

ઋષિ કપૂર અમિતાભ બચ્ચનના નજીકના મિત્ર હતા સાથે જ તેમના પરિવાર સાથે પણ તેમનો ગાઢ સંબંધ હતો. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાએ ઋષિ કપૂરના ભત્રીજા નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે આ બંને પરિવારો સંબંધથી પણ બંધાયેલા હતા.

Image Source

આજ કારણ છે કે અમિતાભ આ વર્ષે દિવાળીનો કોઈ ઉત્સવ નથી ઉજવવા માંગતા. તે એકદમ સાધારણ રીતે પોતાના પરિવાર સાથે આ દિવાળીનો તહેવાર મનાવશે. એજ રીતે એકતા કપૂર પણ ઋષિ કપૂરના પરિવારને પોતાનો પરિવાર માને છે. તેને પણ આ વર્ષે દિવાળીની પાર્ટી ના ઉજવવાનું નક્કી કરી લીધું છે. બીજું એ કે કોરોના વાયરસ ફેલાવવાના કારણે તે મોટી પાર્ટીઓમાં ભીડ ભેગી થવા દેવા નથી માંગતી.

Image Source

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન પણ થોડા સમય પહેલા જ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. અને હાલમાં તેઓ પોતાના કામ ઉપર પણ પરત ફર્યા છે. જેના કારણે તે આ દિવાળીએ કોઈ ભવ્ય પાર્ટીનું આયોજન નથી કરવા માંગતા.