મનોરંજન

દિવાળી પર મેગાસ્ટાર અમિતાભના “જલસા” ઝૂમી ઉઠ્યું ફિલ્મો સીતારાઓથી, જુઓ 10 તસ્વીરોમાં અંબાણીથી લઈને બધા સિતારાઓ ઉમટી પડ્યા

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે, તે હંમેશા કઈંક ને કઈંક અપલોડ કરતા રહે છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે બધા તહેવારોમાં જોડાયેલા રહે છે. દિવાળી ૨૦૧૯ના શુભ પ્રસંગે બિગ બીએ દિવાળીની ઉજવણીના કેટલાક PHOTOS શેર કર્યા છે અને તમામ ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપી છે.

દિવાળીની ઉજવણીની અનસીન થ્રોબેક તસવીરોમાં તહેવારો પ્રત્યે અમિતાભ બચ્ચનનો ઉત્સાહ તસ્વીરોમાં તમે જોઈ શકો છો. ફોટામાં અમિતાભ બચ્ચન એક નાની છોકરી સાથે સફેદ કુર્તા-પાયજામા પહેરીને ફ્લખણી સળગાવતા નજરે પડે છે. આ યુવતીને શ્વેતા બચ્ચન હોય એવું કહેવામાં આવી રહી છે. જ્યારે બીજી તસવીરમાં અમિતાભ બચ્ચન જયા બચ્ચન સાથે ફુલખણી સળગાવતા નજરે પડે છે. ફોટોમાં અમિતાભ અને જયા બચ્ચનની બોન્ડિંગ સારી દેખાઈ રહી છે.

દિવાળીના તહેવારોમાં રોજ કોઈકને કોઈક બોલિવુડ સેલેબ્સ દિવાળી પાર્ટી કરતા રહેતા હોય છે. કરણ જોહરથી લઈ અમિતાભ બચ્ચને મિત્રો અને પરિવાર માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ વર્ષે સૌથી વધારે રાહ અમિતાભ બચ્ચનની ભવ્ય દિવાળી પાર્ટીની જોવાતી હતી. બિગ બીએ બે વર્ષ બાદ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. બિગ બીએ રવિવારે જૂહુ સ્થિત પોતાના બંગલે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. 2 વર્ષ પછી બિગ બીની દિવાળી પાર્ટી યોજાઈ કારણકે 2017માં પુત્રવધૂ ઐશ્વર્યા રાયના પિતાનું નિધન થયું હતું જેના લિધે સેલિબ્રેટ નોતી કરેલી અને
2018માં દીકરી શ્વેતાના સસરાનું નિધન થયું હોવાથી બચ્ચન પરિવારે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું નહોતું.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે દિવાળી પાર્ટી માટે અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
અમિતાભની દિવાળી ફિલ્મી સેલેબથી ઝગમગી ઉઠી હતી. અનુપમ ખેર, રણદીપ હુડા, હેમા માલિની, દિવ્યા દત્તા, સાજિદ ખાન, સહિતના ફિલ્મી સિતારાઓ પાર્ટીમાં આવ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર અજય દેવગણ-કાજોલ, શાહરૂખ ગૌરી, કરણ જોહર, અક્ષય કુમાર-ટ્વિન્કલ, સંજય દત્ત, રણબીર કપૂર-આલિયા ભટ્ટ સહિતના બોલિવુડના દિગ્ગજો પણ બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા.

Amitahb, SRK, Dia Mirza, Akki

Ambani Family

Abhishek-Aishwarya and Bipasha-Karan
બીજી તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે અંબાણી પરિવાર પણ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.