બોલીવુડની દિવાળી પાર્ટીમાં હસીનાઓએ મારી ધાંસૂ એન્ટ્રી, ચારે બાજુ રોનક જ રોનક જોઈ લેજો

નોરા ફતેહી તો જો લાગે યાર પાર્ટીમાં, શું ફિગર ધરાવે છે…લહેંગા ચોલીમાં હસીનાઓ લાગી ગોર્જિયસ

લગભગ બે વર્ષ બાદ હવે ફિલ્મ સ્ટાર્સ ખુલ્લેઆમ દરેક પ્રસંગની ઉજવણી કરતા જોવા મળે છે. કોરોનાકાળ બાદ આ વર્ષે દિવાળી પર બોલિવૂડમાં ફરી રોનક પાછી ફરી છે.બોલીવુડમાં દિવાળીની પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે, જેની એક ઝલક ગઈકાલે રાત્રે જોવા મળી. જ્યાં હસીનાઓ એકથી એક આઉટફિટ પહેરીને પહોંચી હતી અને પોતાના કિલર લુકથી તબાહી મચાવી રહી હતી.

બુધવારે રાત્રે, જ્યારે કૃતિ સેનને તેના નજીકના મિત્રો માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, તો બીજી તરફ, રમેશ તૌરાનીએ પણ દીવાળી પાર્ટી રાખી હતી. જેમાં નોરા ફતેહી અને નુસરત ભરૂચાના લુકે ખાસ ધ્યાન ખેંચ્યું હતું. બંને લાઇટ શેડના લહેંગા-ચોલી પહેરીને પહોંચી હતી, જેમાં બંને ઘણી જ સુંદર લાગી રહી હતી. નોરા ફતેહી દ્વારા પહેરવામાં આવેલ પેસ્ટલ શેડનો લહેંગા મલ્ટીકલર ફ્લોરલ એમ્બ્રોઇડરીમાં હતો.

આ લહેંગાનું ભરતકામ એટલુ સરસ અને સુંદર હતુ કે હસીનાના દેખાવને ખૂબ જ સુંદર બનાવી રહ્યુ હતુ. નોરાએ આ ઘેરદાર ફ્લોરલેન્થ સ્કર્ટ સાથે ક્રોપ બ્લાઉઝ કેરી કર્યો હત, જેમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન અને સ્ટ્રેપી સ્લીવ્સ આપવામાં આવી હતી, જેના કારણે નોરાને આ લુક સુંદર હોવાની સાથે સાથે બોલ્ડ પણ બનાવી રહ્યો હતો. હવે વાત કરીએ નુસરત ભરૂચાની તો તે કૃતિ સેનન અને રમેશ તોરાની બંનેની પાર્ટીમાં પહોંચી હતી.

તેણે આ પાર્ટી માટે સિલ્વર શેડનો લહેંગા પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. નુસરતનો લહેંગા પેચ વર્ક સાથે હતો, જેમાં ગ્લિટર અને સ્વારોવસ્કી ઉમેરવામાં આવી હતી, જેના પર તેનો લુક દૂરથી ધ્યાન આકર્ષિત કરવાનું કામ કરી રહ્યો હતો. હસીનાએ આ હેવી એમ્બ્રોઇડરીવાળા સ્કર્ટ સાથે ફિટેડ ક્રોપ ચોલી પહેરી હતી,

જે સંપૂર્ણપણે સ્વારોવસ્કીથી શોભતી હતી. ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન સાથે નૂડલ સ્ટ્રેપ્સ તેના દેખાવમાં કામુકતા ઉમેરતા હતા. આ આઉટફિટમાં નુસરત તેના ટોન્ડ પેટ અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેણે મેચિંગ નેલપેઈન્ટ પણ કરી હતી. કૃતિ સેનનની પાર્ટીમાં તેની બહેન અને અભિનેત્રી નુપુર સેનન પણ પહોંચી હતી.

કૃતિની આ પાર્ટીની સુંદરતા અનન્યા પાંડે રહી. રિતેશ દેશમુખ અને જેનેલિયા પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત વાણી કપૂર પણ કૃતિ સેનનની પાર્ટીમાં પહોંચી હતી અને ‘ભેડિયા’ સ્ટાર વરુણ ધવન પણ પત્ની નતાશા દલાલ સાથે પહોંચ્યો હતો.

Shah Jina