જો દિવાળીની રાત્રે મળી જાય આ 7 સંકેત, તો સમજી લો કે તમારા પર થઈ છે માતા લક્ષ્મીની કૃપા

0
Advertisement

આપણે દિવાળી કેમ મનાવી છે ? એની પાછળનું કારણ શું છે ? પૌરાણિક માન્યતા અનુસાર, દિવાળીના દીવસે અયોધ્યાના રાજા રામ રાવણનો વધ કરીને પાછા ડ્રાય હતા.  રામના પરત ફરવાની ખુશીમાં દિવાળીને તહેવાર મનાવવામાં આવે છે. દિવાળી મનાવવા પાછળ અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે.

દિવાળી વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવાય છે, યુનાઈટેડ કિંગડમ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, સુરીનેમ, કેનેડા, ગુયાના, કેન્યા, મોરેશિયસ, ફિજિ, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ટાન્ઝાનિયા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, જમૈકા, થાઈલેન્ડ, યુનાઈટેડ આરબ અમિરાત, ઓસ્ટ્રેલિયા જેવા દેશો, આફ્રિકાના ઘણા વિસ્તારોમાં, અને યુનાઈટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં ઉજવણી થાય છે.

દિવાળીની રાત્રે, લોકો વિધી વિધાન સાથે માતા લક્ષ્મીની ઉપાસના કરે છે અને તેઓ બધી ધાર્મિક વિધિઓની મદદથી પણ પૂજા પાઠ કરે છે જેથી તેઓ માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવી શકે. તમે આ સમયની આ પૂજા માટે તૈયારી કરી રહ્યા છો, પરંતુ તમે એવા સંકેતો વિશે જાણો છો કે જે બતાવે છે કે તમને ભગવાન લક્ષ્મીના આશીર્વાદ મળ્યા છે.

હકીકતમાં, શુકન શાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર, દીપાવલીની રાતે કેટલાક સંકેતો છે કે તમે જાણી શકો છો કે લક્ષ્મીની તમને આ વર્ષે આશીર્વાદ મળ્યા છે કે નહી. આજે આપણે સંકેતો વિષે વાત કરીશું. .

દિવાળીને લઈને એવી માન્યતા છે કે, દેવી લક્ષ્મી ધરતી પર ફરવા માટે આવે છે. અને પોતાના ભક્તોના ઘરે વાસ કરે છે. જો એકવાર માતા લક્ષ્મીજીની તમારા પર કૃપા વરસી જાય તો તમે આખું વર્ષ શાંતિથી જીવી શકો છો. કોઈપણ ટેન્શન વગર. અને આખું વર્ષ તમને ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આજે જાણીએ શાસ્ત્રોમાં કહેવાય એવા વાતો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે અથવા જોવામાં આવે છે …

જોવા મળે ઘુવડ
દિવાળીના રાત્રિ જો ઘુવડ જોવામાં આવે છે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે, કેમકે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે એવી પણ માન્યતા છે. કે દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી તેમના વાહન પર બેસીને ફરવા નીકળે છે. તેથી, આ દિવસે ઘુવડ દેખાય છે દેવી લક્ષ્મીની કૃપાથી જ શક્ય છે. તેથી જો તમે આ પક્ષીને આ વખતે જોશો તો સમજો કે તમારી નસીબ ચમકવાના છે.

બિલાડી ઘરમાં પ્રવેશ કરે છે
બિલાડીને નકારાત્મક ઊર્જાનો સંચાર કરતો જીવ માનવામાં આવે છે. પરંતુ જો તમે બિલાડીને દિવાળીની રાત્રે જોવો તો તેને સ્થાયી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને એમાંય જો દિવાળીની રાત્રે કોઈ બીલાડી આવીને દૂધ પી જાય તો તે શુભ સંકેત છે. આનાથી ઘરમાં સુખ આવે છે અને તે વૃદ્ધિનો સૂચક છે.

જો જોવા મળે છછૂંદર
દિવાળી દિવસે ઘરમાં છછૂંદર જોવા મળે તો એ પણ શુભ છે. એવી માન્યતા છે કે આનાથી ઘરમાં આર્થિક સંકડામણ હશે તો દૂર થશે.

કેસરિયા ગાયને જોવી :
કેસરિયા ગાયને દિવાળીના દિવસે જોવી એ અત્યંત શુભ માનવામાં આવે છે. પૂર્વસૂચક ગ્રંથ મુજબ કેસરિયા ગાય દૈવત્વનું પ્રતિક છે ને દિવાળીની રાત્રે તેને જોવી એટ્લે સમૃદ્ધિનું આગમન થવા જઈ રહ્યું છે એવું સૂચવે છે.

મળી જાય અટકેલું ધન :
દિવાળી પર, તે શુભ પ્રતીકોમાંનો એક છે જો તામરું અટકેલું ધન તમને પાછું મળી જાય. જો ખરેખર તમને આ દિવસે તમારા કોઈને ઉછીના આપેલ નાણાં પરત મળે છે તો તમને આનો શુભ સંકેત જ સમજાવો. સાથે સાથે કોઈ ગિફ્ટ મળવી પણ શુભ માનવામાં આવે છે.

ગરોળી ઘરમાં આવે ત્યારે

સામાન્ય રીતે ગરોળી દરરોજ જોવા મળે છે. દિવાળીની રાતે ઘરમાં ક્યાંય પણ ગરોળી દેખાય તો તે શુભ પરિણામ આપે છે. દિવાળીનાના દિવસે ગરોળીનું દેખાઈ જવું મા લક્ષ્મી પ્રસન્ન થવાનું સૂચન માનવામાં આવે છે.

કીડી કે નાના જીવ-જંતુ જોવા મળે 

દિવાળીના દિવસે કીડી કે નાના જીવ-જંતુ જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે. ઘરની અંદર કે ઘરની બહાર વધારે સમય માટે કીડીનું ઝુંડ જોવા મળે તો તમારા ખરાબ દિવસનો અંત બહુ જ નજીક છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here