આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

દિવાળીની રાત્રે ભુલથી પણ ન કરો આ 7 કામ, નહીતર માતા લક્ષ્મીજી થઇ જશે નિરાશ

કાર્તિક મહિનાની અમાવસ્યા તિથિના દિવસે દિવાળીનો તહેવાર  ભારત વર્ષમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. તેથી લક્ષ્મીને ધનના દેવી તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર, દિવાળીની સાંજે શુભ મૂહૂર્તમાં માતા લક્ષ્મીજીને વિધાનથી પૂજા કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

Image Source

દિવાળીના દિવસે આ કામ કરવાથી જીવનમાં ધન સંપ્રદાયની કમી આવતી નથી. શાસ્ત્રોમાં એવા કાર્ય વિશે બતાવવામાં આવે છે કે દિવાળીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. આવો જાણીએ એવા કામ જે દિવાળીના દિવસે ન કરવા જોઈએ.

Image Source

1) સવારે મોડું ન ઉઠવું

શાસ્ત્રોમાં એવું બતાવવામાં આવ્યુ છે કે વ્યક્તિ હંમેશા બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું જોઈએ ઘણા બધા લોકો છે જે રાત્રે જાગવાની આદત ના કારણે સવારે વહેલા ઉઠી નથી શકતા. પરંતુ દિવાળીના તહેવારના દિવસે પ્રાર્થના જલ્દી ઉઠવું જોઈએ, કારણકે તેઓ કરવાથી મા પ્રસન્ન થાય છે અને આપણા સુખી જીવન માં ધન-ધાન્ય વરદાન પ્રાપ્ત કરે છે. સાથે-સાથે સૂર્યાસ્ત સમયે પણ સૂવું ન જોઈએ દિવાળીના દિવસે સંધ્યાકાળે માતા લક્ષ્મીજીને આરાધના કરવામાં આવે છે.આ સમયમાં માતા ધરતી ઉપર વિચરણ કરે છે.

2) મા લક્ષ્મીજીને તુલસી ન ચડાવવી

પ્રાચીન કથા અનુસાર, ભગવાન વિષ્ણુએ તુલસી ખૂબ જ પ્રિય છે. જેના કારણે તેમને પૂજામાં તુલસી ચઢાવી શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર, લક્ષ્મીજીની પૂજા કરતી વખતે તુલસી ચડાવવા માં આવતી નથી એનું કારણ એ છે કે માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની પત્ની છે. તુલસી ભગવાન વિષ્ણુના બીજા સ્વરૂપ શાલિગ્રામની પત્ની છે એટલા માટે લક્ષ્મીજી આગળ તુલસી ન ચડાવવી.

Image Source

3) ઘરને ગંદુ ન કરવુ.

ઘરને હંમેશા સ્વચ્છ રાખો પરંતુ દિવાળીના દિવસે ઘરની સ્વચ્છતાનો ખાસ ધ્યાન રાખો. દિવાળીના દિવસે કોઇપણ ગંદકી કરવી નહિં. અને ઘરની સાફ સફાઇ કરતી વખતે એ વસ્તુઓનું ધ્યાન રાખવું કે સાવરણીને માં માતા લક્ષ્મીજીનો વાસ રહેલો છે એટલા માટે સાવરણી પર પગ ન મૂકવો.

4) રાત્રે ઊંઘવુ નહીં.

શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે દિવાળીમાં મહાલક્ષ્મીજીની રાત્રે ઘરમાં આગમન કરે છે એટલા માટે રાત્રે જાગરણ કરવું જોઈએ શુભ માનવામાં આવે છે. દિવાળીની રાત્રે જાગરણ કરી માતાને પ્રસન્ન કરવુ જોઈએ.

Image Source

5) ગરીબોને દાન આપવું.

દિવાળીની રાત્રે જો કોઈ ભિક્ષુકો કે ઘરે તમારા ઘર આગળ આવે તો તેને ખાલી હાથે ન મોકલો જોઈએ ઘર આવેલા વ્યક્તિને શ્રદ્ધાનુસાર દક્ષિણા કરવી જોઈએ અને માન સન્માન કરવું જોઈએ. કહેવામાં આવે છે કે, માતા લક્ષ્મી જે પૃથ્વી ઉપર પોતાના ભક્તોને પરીક્ષા લેવા માટે કોઈપણ રૂપમાં આવી શકે છે. એટલા માટે ઘરે આવેલા ભિક્ષુકને દાન અવશ્ય કરવુ.

6) ક્રોધ ગુસ્સો ન કરવો

ક્રોધ અને આળસ વ્યક્તિની બુદ્ધિ અને નાશ કરે છે. ક્રોધમાં આવીને વ્યક્તિ સારા કે સાચા ખોટાની પસંદગી કરી શકતી નથી અને એવું કામ કરી બેસે છે. જેનાથી મા લક્ષ્મી નિરાશ થઇ જાય છે એટલા માટે દિવાળીના દિવસે ક્રોધ ન કરવો માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ક્રોધ પર નિયંત્રણ રાખો તેમજ શ્રધ્ધા ભાવથી માતા લક્ષ્મીજીની પૂજા કરવી.

7) કોઈપણ વ્યક્તિનું અનાદર ન કરવુ.

શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે, કોઈપણ વ્યક્તિ કે કોઇ પણ મહિલા કે કન્યાનો અનાદર ન કરવું જોઈએ તેઓ કરવાથી વ્યક્તિના જીવનમાં અશુભ પ્રભાવ પડે છે. ખાસ કરીને દિવાળીના દિવસે કોઇપણ વ્યક્તિનો અનાદર ન કરવો જોઇએ તેનાથી માતા લક્ષ્મીજી નિરાશ થઇ જાય છે. ધનની ખોટ આવે છે.