Diwali Festival & Celebration ધાર્મિક-દુનિયા

દિવાળીના 2 દિવસ પહેલા ગાયને ખવડાવી દો આ એક ચીજ, ઘરમાં થશે લક્ષ્મીનો નિવાસ

દિવાળી ના ઠીક 2 દિવસ પહેલા ગાય ને ખવડાવી દો આ એક ચીજ, ઘરમાં થશે ધનની વર્ષા

પ્રકાશ, રોશની અને દીવાનો તહેવાર એટલે દિવાળી. દિવાળી આ વર્ષે આવનારા 27 ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં પેહલા દિવસ ધનતેરસ, બીજા દિવસે કાળી ચૌદશ અને ત્રીજા દિવસે દિવાળીનો અવસર મનાવામાં આવે છે. દિવાળીના દિવસે હિન્દૂ ધર્મના લોક માતા ક્ષ્મીની પૂજા કરે છે.એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પૂજા પુરા વિધિ-વિધાનની સાથે નથી કરવામાં આવતી તો તેઓ દ્વારા કરવામાં આવેલી પૂજા સ્વીકાર નથી થતી, ના તો તેનું કોઈ ફળ મળે છે. માટે આજે તમારા માટે અમે અમુક એવા ઉપાયો જણાવીશું જેનો પ્રયોગ કરીને તમે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરી શકો છો.

પૌરાણિક માન્યતા અનુસાર, કબૂતરને ચણ નાખવાથી અને ગાયને રોટલી આપવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે કે, ગાયની પૂજા કરવાથી તે વ્યક્તિના જીવનમાં અપાર ખુશી આવે છે.

પહેલાના સમયમાં દરરોજ લોકો ગાયને રોટલી આપતા હતા.ગાયને રોટલી આપવાથી 33 કરોડદેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. દિવાળીના દિવસે પહેલી રોટલી ગાયને ખવડાવવાથી જિંદગીમાં બધી જ સમસ્યાનું નિરાકરણ આવી જાય છે.

હિન્દૂ ધર્મમાં રહેલા શાસ્ત્રોની વાત કકરવામાં આવે તો શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રો સિવાય પુરાણો માં પણ આ વાતનું પ્રમાણ મળી ચૂક્યું છે કે, ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. જેને લીધે ગૌમૂત્રનું સેવન કરવાથી મનુષ્યના શરીરમાં થનારી દરેક બીમારીઓ પણ ઠીક થઇ જાય છે.આ સિવાય ગાયના છાણનો પ્રયોગ લોકો પોતાના ઘરની શુદ્ધતા રાખવાની સાથે-સાથે ઔષધિઓને બનાવી રાખવામાં પણ કરે છે. આજે અમે તમને ગૌ માતા સાથે જોડાયેલા ઉપાયો વિશે જણાવીશું જેના દ્વારા તમે લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે દિવાળીના પહેલા દિવસ એટલે કે ધનતેરસના દિવસે સવારે નાહીને એક વાટકી સાંતળેલા ચણા અને ગોળ ગાયને ખવડાવવાનું રહેશે. સાંતળેલા ચણા અને ગોળ ખવડાવ્યા પછી તમે ગાયની ઉપર હાથ ફેરવીને મનમાં જ માતા લક્ષ્મીનું આહવાન કરો.જો તમે આ ઉપાયને ધનતેરસ ના દિવસે કરશો તો માતા લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થઈને આશીર્વાદ વરસાવશે અને તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. તેની સાથે જ તમારે તમારા જીવનમાં કોઈપણ ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે.

દિવાળીની રાતે એક રૂપિયાના સિક્કાથી કરો આ કામ

દિવાળીનો તહેવાર ઘણી ખુશીઓ લઈને આવે છે. આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વર્ષભર સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ત્યારે જોઈ કોઈ જ્યોતિષ ઉપાય કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે. આવો જાણીએ એવા ઉપાય વિષે.

દિવાળીની રાતે માતા લક્ષ્મીજીના ચરણોમાં એક રૂપિયાનો સિક્કો રાખો. હવે પૂજા અર્ચના કર્યા બાદ તેને ઘરની છતની વચ્ચે રાખી દો.હવે તેના પર એક દીવો રાખો. સિક્કાને રાતભર એવી જ રાખો. બીજા દિવસ સવારે આ સિક્કાને તિજોરીમાં રાખી દો.આ ઉપાય કરવાથી ધનનો અનાવશ્યક ખર્ચો નહિ થાય.

Image Source

દિવાળીના દિવસમાં ઘરમાં ચાર દિશામાં ચાર અલગ-અલગ દિવા રાખો. આ બધા દિવાઓમાં સરસોનું તેલ નાખો. સાથે જ એક રૂપિયાનો સિક્કો પણ નાખો. હવે આ દીવાને 3 કલાક સુધી પ્રગટાવી રાખો. બીજા દિવસે સવારે આ સિક્કાને પર્સમાં રાખી લો. તેનાથી ધનની વૃદ્ધિ થશે.

દિવાળીના દિવસે કોઈ પણ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઇને તિજોરીમાં રાખવાથી ક્યારે પણ ધનની કમી નહીં રહેતી.

માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે એડવી લક્ષ્મીજીને ચઢાવેલા સિંદૂરને એક રૂપિયાના સિક્કા પર લગાવો. હવે આ સિક્કાને તેના ધનના સ્થાન પર રાખી દો. હવે દરરોજ આ સિક્કાના દીવા-બત્તી કરો. આવું કરવાથી ધનની વૃદ્ધિ થશે.

Image Source

જો તમારે વારંવાર આર્થિક રીતે પરેશાન હોય તો દિવાળીની રાતે દેવીમાંને એક રૂપિયાનો સિક્કો ચઢાવો. હવે પૂજા બાદ લાલ રેશમી કાપડમાંથી લપેટીને તિજોરીમાં રાખી દો. તેનાથી માં લક્ષ્મીનો વાસ થશે.

દિવાળીની રાતે એક ચાંદીની ડબ્બીમાં થોડું નાગકેસર અને એક રૂપિયાનો સિક્કો રાખો. આવું કરવાથી ક્યારે પણ પૈસાની કમી નહિ રહે.

Image Source

જે લોકો પાસે પૈસા ના ટકતા હોય તેને દિવાળીની રાતે એક લાલ રેશમી કાપડમાં એક રૂપિયાનો સિક્કો લઇ એક પીળી કોડી બાંધીને રાખો.

ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ માટે દેવીમાંની પાસે એક ચાંદીનો સિક્કો રાખો. હવે દરરોજ તેની પૂજા કરો.

Image Source

દિવાળીના દિવસે લક્ષ્મીજીને એક રૂપિયાનો સિક્કો અને પાંચ કોડી ચઢાવવાથી ભાગ્યના દરવાજા ખુલી જાય છે.

દિવાળી પર ધનતેરસના દિવસે ખરીદો આ 5 વસ્તુઓ

મોટા ભાગના લોકો માને છે કે ધનતેરસએ એક સમૃદ્ધિ ખ્યાતિ અને યશ, વૈભવનો ત્યોહાર છે. આ દિવસે ધન દેવતા જેને કહીએ છીએએ કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, આ દિવસે આયુર્વેદના દેવતા ધનવંતરી પણ અમ્રુત કળશ સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસને ધનવંતરી જયંતિ પણ મનાવવામાં આવે છે.

આ વખતે એવું કહેવાય છે કે, આ દિવસે રાજા હિમની પત્નીએ તેના સંતાનની રક્ષા માટે યમરાજને પ્રાર્થના કરી હતી. માટે આ દિવસે સાંજે યમરાજાને પણ દીવા કરવામાં આવે છે. જેના કારણે યમરાજાના પ્રકોપથી પૂરા પરિવારને બચાવી શકાય છે.

એક માન્યતા અનુસાર, આ દિવસે એટ્લે કે ધનતેરસના દિવસે બજારમાંથી અમુક વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવામાં આવે છે. જેના કારણે ઘરમાં તેજી આવે છે. અને ક્યારેય ધનની કમી રહેતી નથી. આ વસ્તુઓ લાવવાથી ઘર પરિવારમાં સુખ સંપતી આવે છે.આજે અમે આ લેખ દ્વારા શું વસ્તુઓ દિવસ વિસ્ફોટમાં ખરીદવા વિશે તમે તમારા નસીબ પ્રગટાવવામાં માહિતી આપવા જઇ રહ્યા છીએ.

આજે અમે આ લેખના માધ્યમથી ધનતેરસના દિવસે ઘરમાં કઈ વસ્તુ ખરીદીને લાવવી જેનાથી તમારો ભાગ્યોદય થાય ને કિસ્મત ચમકે,એના વિષે જણાવીશું.

ધનતેરસના દિવસ ધનના દેવતા ભગવાન કુબેરની પૂજાનું છે ઘણું મહત્વ

ધનતેરસના દિવસે ભગવાન કુબેરની પૂજાનું ખાસ મહત્વ છે જો તમે અને જો કોઈ આ દિવસે તેમની મુર્તિ ઘરમાં લાવશે અને તેની પૂજા કરશે તો તમને ખૂબ જ લાભ મળશે. તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહી દેખાય ને ધનને લગતી બધી જ સમસ્યાઓ થશે દૂર. પૂજા કર્યા પછી આ મુર્તિને તમે તમારી તિજોરીમાં સ્થાપિત કરો.
સોનું ચાંદી અને મેટલની વસ્તુઓ

તમે ધનતેરસના દિવસ પર જો સોનું, ચાંદી, અથવા મેટલ વસ્તુ કોઈ વસ્તુની ખરીદી કરશો તો તમારી કિસ્મતમાં વૃદ્ધિ થશે. અને એટ્લે જ આ દિવસે ચાંદી અને સોનું અને મેટલના દાગીના ખરીદવા શુભ ગણાય છે. જો આ દિવસે તમે આ વસ્તુઓ ખરીદો છો, તો તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે.

માતા લક્ષ્મી અને ગણેશજીની મુર્તિ :

તમે ભગવાન શ્રી ગણેશ અને મહાલક્ષ્મી જી મુર્તિને તમારા ઘરે ધનતેરસના દિવસે ખરીદી કરીને લઈ આવો. તમારા ઘરમાં તેના આગમનથી જ ધન આવવાનું શરૂ થશે. એટલા માટે તમે આ દિવસે મુર્તિ ખરીદવાનું ક્યારેય ન ભૂલતા. જો તમે આ દિવસે આ વસ્તુની ખરીદી કરશો તો કાયમ માટે મા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે. અને ઘરમાં પૈસાની તંગી ક્યારેય રહેતી નથી.

ઝાડુ ખરીદો :

તમે બધા જાણતા જ હશો કે માતા લક્ષ્મીને સાવરણીનું પ્રતીક ગણવામાં આવે છે જો તમે ધનતેરસ દિવસ નવી સાવરણી ઘરમાં લઈ આવશો અને દિવાળીના દિવસે સાવરણીની પૂજા કરશો તો એવું માનવામાં આવે છે આ પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરની બહાર જતી રહે છે. અને સાફ સફાઈ વાળા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.

શંખની કરો ખરીદી :

તમે ધનતેરસના દિવસે ઘરમા શંખની ખરીદી કરો અથવા લઈ આવો. અને દિવાળીની પૂજા દરમિયાન તેને વગાડો. આમ કરવાથી બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશેને માતા લક્ષ્મીનું આગમન થશે. શંખને સમૃદ્ધિ અને શાંતિ પ્રતીક માનવામાં આવે છે .

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.