મલાઈકાથી પણ હોટ બનીને પાર્ટીમાં પહોંચી એક્સ પતિ અરબાઝની પ્રેમિકા જોર્જિયા, લહેંગો અને બ્લાઉઝ પહેરીને ખેંચ્યું સૌનું ધ્યાન

દેશભરમાં દિવાળીનો તહેવાર રંગેચંગે ઉજાવ્યો, સામાન્ય માણસોથી લઈને બોલીવુડના સેલેબ્રિટીઓ પણ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળ્યા હતા. દિવાળીના દિવસે મુંબઈમાં બીટાઉનના સ્ટાર્સ અનેક પાર્ટીઓમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. જેમાં મલાઈકા અરોરા, અર્જુન કપૂર અને અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની પણ સામેલ હતા.

આ દરમિયાન મલાઈકા અને જોર્જિયાનો એવો લુક જોવા મળ્યો, જે સ્પષ્ટપણે ફેશન પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે. જોકે, ખાસ એ  હતું કે આ વખતે જોર્જિયાનો દેશી લૂક પહેલા કરતાં વધુ આકર્ષક હતો. જોર્જિયા અને અરબાઝે એકસાથે સોહેલ ખાનના ઘરે આયોજિત દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન બંને દેશી અવતારમાં જોવા મળ્યા હતા.

જોર્જિયાએ બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો લેહેંગા સેટ પહેર્યો હતો. જેમાં ઘેરદાર સ્કર્ટ હતો અને તેની સાથે મેચિંગ સ્ટ્રેપી બ્લાઉઝ પણ હતો. જોર્જિયાની સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે તે કેટલી સુંદર લાગી રહી છે.

આ સ્ટ્રાઇપ્સ વાળા લહેંગા ઉપર જોવા મળેલ ફ્લોરલ પ્રિન્ટ તેને વધારે સુંદર બનાવી રહ્યું હતું. લહેંગાની સાથે બ્લાઈઝ બ્રાલેટ સ્ટાઇલની હતી. જેમાં પાતળી સ્ટ્રેપ હતી, તો સામેથી લો કટ નેકલાઇન આપવામાં આવી હતી.

જોર્જિયાએ તેની જવેલરીને મિનિમલ રાખી હતી. તેને હાથમાં બંગળી પહેરી હતી અને કાનમાં સિલ્વર ઈયરિંગ્સ કેરી કર્યા હતા.

તો જોર્જિયાનો કથિત બોયફ્રેન્ડ અરબાઝ ખાન ધોતી સ્ટાઇલ સફેદ પાયજામા પહેરીને જોવા મળ્યો હતો. જેની સાથે તેને  સિલ્કનો કુર્તો કેરી કર્યો હતો. આ લુક તેના ઉપર ખુબ જ શાનદાર લાગી રહ્યો હતો.

Niraj Patel