દિવાળી પર આ વસ્તુઓ ભેટમાં આપશો તો, બની જશો કંગાળ

દિવાળીનો મહાપર્વ જીવનમાં ખુશીઓ લઇને આવે છે. દિવાળીના પર્વ પર લોકો એકબીજાને ભેટ આપી ઉજવણી કરે છે. દિવાળી પર કઈ એવી વસ્તુઓ છે કે બીજાને ભેટમાં આપવાથી તમે પણ કંગાળ થઈ શકો છો. તો જાણી લો એ વસ્તુઓ વિશે.

દિવાળીથી નવા વર્ષની શરૂઆત થાય છે. દિવાળીના તહેવાર પર લોકો પોતાના સંબંધિઓને ભેટ આપી સુખી અને સંપન્ન રહેવાની માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે. પરંતુ ઘણી વખત અજાણ્યે આપણે એવી વસ્તુઓ ભેટમાં આપી દઈએ છે કે જેનાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે. જેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જતી રહે છે. પરિણામે, તમારી ધન સંપત્તિમાં વધારો થવાની જગ્યાએ આર્થિક તંગી આવે છે. માટે અમુક વસ્તુઓ એવી છે, જેને દિવાળી પર કોઈને ભેટમાં ન આપવી જોઈએ.

દિવાળીની ભેટમાં ન આપો ઘડિયાળ: સૌ પ્રથમ દિવાળીના અવસર પર કોઈને ઘડિયાળ ભેટમાં ન આપવી. ઘડિયાળ જતા સમયનું પ્રતિક હોય છે, સાથે જ આ દેખાડે છે કે, કેવી રીતે જીવન ટૂંકું થઈ રહ્યું છે. એ સાથે માનવામાં આવે છે કે, ઘડિયાળ ભેટમાં આપવાથી નકારાત્મક્તા ફેલાય છે, જે ના તો તમારા માટે સારું છે અને ન તો ગિફ્ટ લેવા વાળા માટે.

કાળા રંગની વસ્તુઓ : નવા વર્ષના દિવસે કાળા રંગની વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ. કારણ કે કાળા રંગને અશુભ ગણવામાં આવે છે. દિવાળી જેવા શુભ અવસર પર કાળો રંગ એ અશુભ છે. માટે આ તહેવાર પર કોઈને કાળા કપડાં ભેટમાં ન આપો અને ના તો પહેરવા જોઈએ. તીક્ષ્ણ ધારદાર વસ્તુઓ : દિવાળી પર લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ત્યારે જો કોઈ તીક્ષ્ણ હથિયાર કે ધારદાર વસ્તુ ઘરમાં લાવવામાં આવે તો ભગવાન નારાજ થઈ જાય છે. તેથી કોઈને તીક્ષ્ણ વસ્તુ જેવી કે ચપ્પુ, કાતર વગેરે ભેટમાં આપવી જોઈએ નહીં. આ ઉપરાંત ધનતેરસના અવસર પર પોતે પણ ખરીદવાથી બચવું જોઈએ.

સોના-ચાંદીના સિક્કા : મોટા ભાગે લોકો દિવાળીના તહેવાર પર સોના-ચાંદીના સિક્કા ભેટમાં આપતા હોય છે. સામાન્ય દિવસોમાં સોના અને ચાંદીના સિક્કા ભેટમાં આપવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ દિવાળીના અવસર પર ભેટ આપવાનું ટાળવું જોઈએ. દિવાળીના અવસરે ઘરમાં લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે, તેથી આ ખાસ અવસર પર સોના કે ચાંદીના સિક્કા પર અંકિત ગણેશ અથવા લક્ષ્મીજીની છબી ભેટ આપવી યોગ્ય નથી. એવું કહેવાય છે કે આ કરવાથી તમે તમારા ઘરના આશીર્વાદ બીજાને આપી રહ્યા છો.

બુટ-ચપ્પલ ન આપો: જો તમે દિવાળી પર તમારા મનપસંદ ડિઝાઈનર ફૂટવેર કોઈ મિત્ર કે પરિવારના ખાસ સભ્યને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જુઓ. કારણ કે આવું કરવું ન તો તમારા માટે સારું છે કે ન તો ભેટ મેળવનાર વ્યક્તિ માટે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળીના અવસર પર કોઈને બુટ-ચપ્પલ ભેટ આપવાથી ઘરની સુખ-શાંતિનો નાશ થાય છે અને ઘરમાં આર્થિક સંકટ પણ આવી શકે છે.સામાન્ય દિવસોમાં પણ બુટ-ચપ્પલ ભેટ આપવા યોગ્ય નથી. માન્યતાઓ અનુસાર બુટ-ચપ્પલને પનોતીનું પ્રતિક માનવામાં આવે છે.

આ ઉપરાંત દિવાળી પહેલા કે દિવાળીના દિવસે ખાટી વસ્તુ જેવી કે, લીંબુ, અથાણાં વગેરેની ખરીદી કરવી જોઈએ નહીં. કારણ કે માતા લક્ષ્મી રિસાઈ શકે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ દિવાળીના 15 દિવસ સુધી કાળા કપડાં પહેરવાનું ટાળવું. તેનાથી નકારાત્મક ઊર્જા આવી શકે છે.

કઈ વસ્તુઓ ભેટમાં આપવી: તમારા ગુરુ, પરિવાર, મિત્રો, કર્મચારીઓ વગેરેને કપડાં, મીઠાઈઓ, ડ્રાયફ્રૂટ્સ વગેરે આપો. જો તમે સક્ષમ હોવ તો લોકોને આર્થિક મદદ કરો. જેનાથી તે પોતાના માટે જરૂરી વસ્તુઓ ખરીદી શકે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle