ખબર

SBI ના 90 લાખ ગ્રાહકો માટે આવી ખુશખબર, બેન્કે આપી છે આ દિવાળી ભેટ- જાણી લો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બુધવારે એક નવી જાહેરાત કરવામાં આવી હતી જેના દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતા ધારકોને એક મોટો લાભ થઇ શકશે.

Image Source

સમગ્ર દેશમાં ડીઝીટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે ત્યારે એસબીઆઈ પણ પોતાના કાર્ડ ધારકો માટે એક ખુશીના સમાચાર જાહેર કરતા તેની નવી સુવિધા “એસબીઆઈ કાર્ડ પે” લોન્ચ કરી હતી. આ સુવિધાનો લાભ લેતા ગ્રાહકોને હવેથી ચુકવણી માટે કાર્ડ કે પિન દાખલ કરવાની જરૂર નહીં રહે. પોતાના સ્માર્ટ ફોન દ્વારા જ સીધી ચુકવણી કરી શકશે.

Image Source

એસબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સુવિધા વાપરનારા ગ્રાહક સીધા જ પોતાના મોબાઈલ ફોન દવારા POS (પોઇન્ટ ઓફ સેલ) ઉપર કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરી શકશે. “એસબીઆઈ કાર્ડ પે” દ્વારા NFC (નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન) વાળા POS ઉપર કોઈપણ જાતના કાર્ડને સ્વાઇપ કર્યા કે અડકાવ્યા વગર અને પિન દાખલ કર્યા સિવાય પણ તમે પેમેન્ટ કરી શકશો જેના માટે તમારે ક્રેડિટ કાર્ડ કે પિન રાખવાની પણ કોઈ જરૂર નથી.

Image Source

એસબીઆઈ કાર્ડના એમ.ડી. અને સીઈઓ કહ્યું હતું કે એસબીઆઈ કાર્ડ પે ગ્રાહકોને દરેક ટ્રાન્જેક્શન અને રોજિંદા ટ્રાન્જેક્શન કરવાની છૂટ આપીશું. અત્યારે બીજી એચસીએ એપ ના ગ્રાહકોને પ્રત્યેક એક ટ્રાન્જેક્શન 2000 સુધી અને દૈનિક 10000 શુદ્ધિનું ટ્રાન્જેક્શનની છૂટ આપવામાં આવી છે.

Image Source

તમને જણાવી દઈએ કે આ સુવિધાનો લાભ લેવા માટે તમારા સ્માર્ટ ફોનની અંદર એસબીઆઈ કાર્ડ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના પર એકવાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્સ્ટ્રેશન થઇ ગયા બાદ ગ્રાહક પોતાનો મોબાઈલ POS મશીનની નજીક લઇ જતા જ પેમેન્ટ થઇ જશે, ગ્રાહકે માત્ર પોતાના મોબાઈલની સ્ક્રીન અનલોક કરવાની રહેશે. આ સુવિધા અત્યારે વિઝા પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી છે. આ કોઈપણ એન્ડ્રોઇડ ફોન જેમાં કિટકેટ 4.4 વર્ઝન અથવા તો તેના ઉપરની કોઈપણ આઇઓએસ હશે તેમાં સપોર્ટ કરશે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.